News of Tuesday, 8th October 2024
જીયોરપાટી ગામના કુભેશ્વર મહાદેવ મંદિરે આવેલ વ્યક્તિ નર્મદા કિનારેથી ગુમ થયા બાદ મૃતદેહ મળ્યો
પરિવાર સાથે નાની મોટી પનોતીએ આવેલા આધેડ વ્યક્તિ નર્મદા કિનારે સ્નાન કરવા ગયા બાદ ગુમ થાય હતા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:પંચમહાલ જિલ્લા માંથી પરિવાર સાથે નર્મદા કિનારે આવેલ વ્યક્તિ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા બાદ ગુમ થતા તેમની મૃતદેહ મળી આવ્યો હતો
જાણવા મળ્યા મુજબ મુકેશકુમાર નરવતસિંહ ચાવડા (રહે.ઘોઘંબા તા.ઘોઘંબા જી. પંચમહાલ) નાઓ એ પોલીસ માં જાણ કર્યા મુજબ તેમના પિતાજી ગુમ થનાર નરવતસિંહ ફુલસિંહ ચાવડા ઉ.વ.૮૧ રહે. ઘોઘંબા તા.ઘોઘંબા જી.પંચમહાલ નાઓ તા-૦૪/૧૦/૨૦૨૪ ના સાજના .૦૬/૦૦ વાગ્યાના અરસામાં નર્મદા નદીના કિનારે નદિના પાણીમાં નાહવા જતા તેમના પુત્ર તથા તેમના પરિવાર તથા પોલીસે તથા સ્થાનિક તરવૈયા મળીને નદિના પાણીમાં તથા નદિના કિનારે શોધખોળ કરતા મળી આવેલ નહીં ત્યારબાદ તેમનો મૃતદેહ મળી આવતા તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાજપીપળા પોલીસે આ બાબતે નોંધ લઈ તપાસ હાથ ધરી છે.
(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
