<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th October 2024

આઝાદી બાદ પહેલી વાર કોઈ ધારાસભ્ય અમારું ઋણ સ્વિકારવા આવ્યા.આજ દિન સુધી કોઈ આવ્યું નથી : મુળજીભાઈ રોહિત

રાજપીપળા સોલંકી વાસમાં ઘણા લાંબા સમયથી પાણીની સમસ્યા હતી જે માટે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ રજૂઆત કરતા યુધ્ધના ધોરણે હલ થતા સ્થાનિકો દ્વારા સન્માન સમારંભ યોજાયો:ધારાસભ્ય ડો.દેશમુખે કાર્યક્રમ થકી મને આપને બધાને મળવાનો મોકો મળ્યો તેમ કહી સૌને નવરાત્રીની શુભકામના પાઠવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં પાણી સહિત ની ઘણી પાયાની સુવિધા કેટલાક વિસ્તારોમાં સમસ્યા બની જાય છે અને લાંબા સમય બાદ તેનો ઉકેલ નહિ આવતા સ્થાનિકો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા હોય છે, તાજેતરમાં ઘણા લાંબા સમયથી રાજપીપળા ના સોલંકી વાસ વિસ્તારમાં પાણી ની ગંભીર સમસ્યા સર્જાય હતી અને ત્યાં ખોદેલા ખાડા પણ પુરાણ નહિ કરી કે પાણીની સમસ્યા પણ દૂર નહિ થતા કંટાળેલા સ્થાનિક રહીશો એ આખરે નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ને રજૂઆત કરી અને સ્થાનિકો ના જણાવ્યા મુજબ ધારાસભ્ય બેને ખુબ સારો સહકાર આપી તાત્કાલિક આ સમસ્યા દૂર કરાવવા ખાતરી આપી અને યુદ્ધ ના ધોરણે પાણી ની નવી લાઈનો પાલિકા દ્વારા નંખાતા સમસ્યા દૂર થતા સ્થાનિક રહીશો એ આ બાબતે ધારાસભ્ય ડો.દેશમુખ અને પાલિકા ટીમનો સન્માન સમારોહ આજરોજ સોલંકી વાસ ખાતે રાખ્યો જેમાં ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, રવિભાઈ દેશમુખ, પાલિકા પ્રમુખ પતિ કમલેશભાઈ પટેલ સ્થાનિક અગ્રણી આર કે. પાલિકા સદસ્ય પ્રજ્ઞેશ રામી અને વડીલ અગ્રણી મુળજીભાઈ રોહિત સહિત નાઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

સૌપ્રથમ વડીલ અગ્રણી મુળજીભાઈ રોહિતે તેમના વકતવ્યમાં જણાવ્યું કે આઝાદી બાદ પહેલીવાર આ વિસ્તાર માં ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ અમારી ઋણ સ્વીકારવા આવ્યા છે, બાકી અત્યારસુધી આ વિસ્તારમાં કોઈજ આવ્યું નથી, અને અહીંના સ્થાનિક લોકોની પાણી જેવી ગંભીર સમસ્યા નું તાત્કાલિક નિરાકરણ લાવવા બદલ અમે સૌ એમનો આભાર માનીએ છીએ.
ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે તેમના વકતવ્ય માં જણાવ્યું કે આપ સ્થાનિકો એ મારો સન્માન કાર્યક્રમ રાખ્યો જેના કારણે મને આપ સૌને મળવાનો મોકો મળ્યો છે, તમારું આ કામ થોડું ડીલે થયું પણ આવા કામ એક આખી ટીમ ના માધ્યમ થી થતા હોય જે તમારા વિસ્તાર માં થયું અને ખૂબ સારું કામ ટીમ દ્વારા પૂર્ણ થયું. જેમાં પાલિકા પ્રમુખ, સ્થાનિક સદસ્ય પ્રજ્ઞેશ રામી એ રસ દાખવી આ કામગીરી કરી છે. તમારા દરેક કામો અમે ઉકેલિશું અને તમારા સાથ સહકાર ની પણ અમે અપેક્ષા રાખીશું. તેમ કહી સૌને નવરાત્રી ની શુભકામનાઓ પાઠવી હતી.



 

(1:19 AM IST)