News of Thursday, 10th October 2024
રાજપીપળા રજપૂત ફળિયામાં આઠમના હવનનું આયોજન થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા ખાતે આવેલ રજપૂત ફળિયામાં વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ માતાજીની આરાધના સંદર્ભે આઠમનો હવન કરવામાં આવ્યો હતો. જેમાં સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, રાજપીપળાનાં મહારાણી રુક્મણી દેવી, ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નીલ રાવ, પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠા પટેલ, કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ, નર્મદા પોલીસ અધીક્ષક પ્રશાંત સુમ્બે સહિત મોટી સંખ્યામાં માતાજીના આઠમના હવનમાં મહાનુભાવોએ હાજરી આપી સમૂહ આરતી કરી હતી.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
