<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

પોલીસમેન વતી ૧૦ હજારની લાંચ લેતાં વચેટીયો પકડાયો

અમદાવાદ એસીબી ફિલ્‍ડ-૩ પીઆઇ ડી. મહેતા અને ટીમની કાર્યવાહીઃ મારામારીના કેસમાં મારજુડ નહિ કરવાના, ઝડપથી જામીન, પાસા નહિ કરવાના બદલામાં લાંચ માંગી હતી

 

રાજકોટ તા. ૧૧: અમદાવાદના રખીયાલ પોલીસ સ્‍ટેશનની ચારોડીયા પોલીસ ચોકીના કોન્‍સ. કરણભાઇ અને વચેટીયાને એસીબીએ રૂા. ૧૦ હજારની લાંચના છટકામાં ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. કોન્‍સ. કરણભાઇ દ્વારા ફરિયાદીના મિત્‍ને મારામારીના કેસમાં મારજુડ નહિ કરવાના અને ઝડપની જામીન મળી જાય તથા બીજા કેસમાં નહિ ફસાવવાના તેમજ પાસા નહિ કરવાના બદલામાં રૂા. ૩૦ હજારની માંગણી કરી હતી. ફરિયાદીએ ગભરાઇને ૨૦ હજાર આપી દીધા હતાં. બાકીના ૧૦ હજાર માટે પોલીસમેન દ્વારા ફોન કરી અવાર-નવાર માંગણી થતી હોઇ તે વધુ પૈસા દેવા ઇચ્‍છતા ન હોઇ એસીબીમાં જાણ કરતાં અમદાવાદ એસીબી ફિલ્‍ડ ૩ના પીઆઇ ડી. બી. મહેતા અને ટીમે ચારોડીયા પોલીસ ચોકીના દરવાજા પાસે જ છટકુ ગોઠવ્‍યું હતું અને પોલીસમેન વતી ૧૦ હજારની લાંચ લેવા આવેલ મુસ્‍તાક રસુલ અલ્લારખાને પકડી લીધો હતો. એસીબી ફિલ્‍ડ-૩ના મદદનીશ નિયામક એ. વી. પટેલની રાહબરીમાં આ કામગીરી થઇ હતી.

(3:23 PM IST)