<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ ફરવા આવેલાં પ્રવાસીનો રૂ.૫૪,૯૦૦ નો આઇફોન પડી જતા ફરિયાદ

મોંઘાદાટ ફોન લઈ ફરતા લોકો મોબાઈલ નહિ સાચવતા આખરે પડી જાય કે ચોરી થયા બાદ પોલીસને દોડતી કરે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ પામ્યા બાદ લાખોની સંખ્યામાં દેશ વિદેશમાથી પ્રવાસીઓ આવે છે પરંતુ પોતાનો સામાન નહિ સાચવતા ક્યારેક મોબાઈલ કે અન્ય વસ્તુઓ ગુમ કે ચોરી થવાની ઘટનાઓ અવાર નવાર પોલીસ ચોપડે નોંધાઈ છે, તાજેતરમાં આવી ઘટના બની જેમાં એક પ્રવાસીનો મોંઘો ફોન ક્યાંક પડી ગયો
    મળતી વિગતો અનુસાર હાન્નાહ D/O સંદીપ ગુપ્તા( રહે. મ.ન.૪૫૩ સેક્ટર-૨૩ ગુડગાંવ શહેર હરીયાણા )નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તેમનો આઇફોન-14 -128 GB ભુરા કલરનો કી.રૂ.૫૪,૯૦૦ નો તેઓ તેના મિત્રો સાથે તા.૦૩/૧૦/૨૦૨૪ ના રોજ હોટલ સ્કેનિક યુનિટી ખાતે રોકાયેલ હતા ત્યારબાદ બીજા દિવસે તા.૦૪/૧૦/૨૦૨૪ ના રોજ સ્કેનિક યુનિટી ખાતે બેગમા મુકેલ ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા ખાનગી વાહનમાં બેસી શ્રેષ્ઠ ભારત ભવન ખાતેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની બસમા બેસી સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા જંગલ સફારી તથા અન્ય સ્થળોની મુલાકાત લઇ સાંજના છ વાગ્યાના અરસામા એકતાનગરથી અમદાવાદ જવા માટે નિકળી ગયા હતા અને અમદાવાદ ખાતે રાતના આશરે ૧૦ વાગ્યાના અરસામાં પહોંચી મોબાઇલ ફોન ચેક કરતા મળી આવેલ નહી જેથી આ મોબાઇલ ક્યાં પડી ગયો હોવાની ફરિયાદ કરતા સલામતી પો.સ્ટે માં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:57 PM IST)