તા. ૨૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૫ રવિવાર
મેક્સિકોમાં ડ્રગ માફિયા ‘અલ મેન્ચો’ ના મોત બાદ ભીષણ હિંસા: લશ્કરી કાર્યવાહીમાં જલિસ્કો કાર્ટેલના સરગનાના ખાતમા પછી રિસોર્ટ ટાઉન અને એરપોર્ટ પર હુમલા : પ્યુઅર્ટો વલાર્ટામાં પ્રવાસીઓને હોટેલોમાં કેદ રહેવા આદેશ અને ગ્વાડાલજારા એરપોર્ટ પર ગોળીબાર: નાર્કો ગેંગોએ અનેક રાજ્યોમાં વાહનો સળગાવી રસ્તાઓ રોક્યા, અમેરિકાએ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી12:27 AM IST
ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં બેફામ બાઈક સવારોથી બબાલ : ભારે પથ્થરમારો :અફરાતફરી : 17 લોકો ઘાયલ : બે બાઇક પર સવાર ચાર યુવાનો ગામડાના રસ્તા પર બેફામ હંકારતા સરફરાઝ ખાનના ઘરની સામે રમતી દોઢ વર્ષની બાળકી ઇર્શાદની પુત્રી અરલિઝા ઈજામાંથી બચી ગઈ:છોકરીની માતાએ યુવાનોને ગામમાં ધીમે ધીમે વાહન ચલાવવા કહેતા મામલો બિચક્યો 12:11 AM IST
'ધ કેરળ સ્ટોરી 2' ના વિવાદ વચ્ચે પ્રકાશ રાજની એક્સ-પોસ્ટ વાયરલ ; અનુરાગ કશ્યપે પણ ફિલ્મને ' પ્રોપેગેંડા ' ગણાવી : પ્રકાશ તેમની ફિલ્મો કરતાં સ્પષ્ટવક્તા માટે વધુ જાણીતા છે. તેઓ ઘણીવાર ઉદ્યોગ અને સત્તામાં રહેલા લોકોની નીતિઓ વિરુદ્ધ બોલે છે, તેઓ એવા સ્ટાર્સમાંના એક છે જે રાજકીય મુદ્દાઓ પર પોતાના વિચારો બિન્દાસ વ્યક્ત કરે છે.12:10 AM IST
અમેરિકાના ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં ૧૯૯૬ પછીનું સૌથી ભયાનક હિમવાવાઝોડું ત્રાટકવાની ચેતવણી: સમગ્ર ન્યૂજર્સીમાં ૩૦ વર્ષમાં પ્રથમવાર ‘બ્લિઝાર્ડ વોર્નિંગ’ જાહેર : ન્યૂઝફર્સ્ટ : ન્યૂજર્સીના ગવર્નર દ્વારા સ્ટેટ ઓફ ઇમરજન્સીની જાહેરાત: હાઈવે પર ૩૫ માઈલની સ્પીડ લિમિટ અને રાત્રે ૬ વાગ્યાથી તમામ બસ-ટ્રેન સેવાઓ બંધ, એક ફૂટથી વધુ બરફ પડવાની ૯૦ ટકા શક્યતા11:26 PM IST
અમેરિકામાં એરપોર્ટ સુરક્ષા મામલે મોટો વળાંક: ટ્રમ્પ વહીવટીતંત્રે નિર્ણય બદલ્યો, TSA પ્રી-ચેક સુવિધા હાલ કાર્યરત રહેશે : હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમના નિવેદન બાદ ટ્રાન્સપોર્ટ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનનો યુ-ટર્ન: શટડાઉન છતાં સામાન્ય મુસાફરો માટે સેવાઓ યથાવત, પરંતુ સાંસદો માટેના વિશેષ એસ્કોર્ટ પ્રોટોકોલ સ્થગિત11:16 PM IST
માર-એ-લાગોમાં ઘૂસણખોરી કરનાર હુમલાખોરની ઓળખ થઈ: નોર્થ કેરોલિનાનો ૨૧ વર્ષીય આર્ટિસ્ટ ઓસ્ટિન માર્ટિન સુરક્ષા દળોના હાથે ઠાર : શનિવારે ઘરેથી ગુમ થયેલા યુવકે શૉટગન અને ગેસ કેન સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવાસસ્થાને પ્રવેશવાનો પ્રયાસ કર્યો: વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ સિક્રેટ સર્વિસની પ્રશંસા કરી અને ડેમોક્રેટ્સની નીતિઓને જવાબદાર ઠેરવી11:14 PM IST
સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત અને ACP ઘનશ્યામસિંહ સરવૈયાની ટીમ દ્વારા કાર્યવાહી કરતા ઉદ્યોગ જગતમાં સન્નાટો: ગજેરા બંધુઓ ચુનીભાઈ, વસંતભાઈ, અશોકભાઈ, રાકેશભાઈ અને બકુલભાઈ વિરુદ્ધ ૧૯૨૮ કરોડની છેતરપિંડીનો ગુનો : શાંતી રેસીડેન્સીના ડિરેક્ટરો અને સાથીદારો હિતેશ પરદેશી તથા ગૌતમ પ્રજાપતિ દ્વારા પ્રવીણ અગ્રવાલની ફોર્જ સહી કરી કરોડોની ઉચાપત: સુરત ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ગજેરા પરિવાર સામે કડક કાર્યવાહી9:57 PM IST
રશિયા-યુક્રેન યુદ્ધના ચાર વર્ષ પૂર્ણ થવાને આડે હવે ગણતરીના કલાકો બાકી ત્યારે મોસ્કો સહિત રશિયાના અનેક વિસ્તારો પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો : રશિયાએ તેના અનેક હવાઈ મથકોને તાત્કાલિક અસરથી બંધ કર્યા : યુક્રેનથી ૧૪૦૦ કિમી દૂર આવેલા રશિયાના પરમાણુ મિસાઈલ પ્લાન્ટને નિશાન બનાવાયો: રશિયન એર ડિફેન્સે ૮૬ ડ્રોન તોડી પાડ્યા હોવાનો દાવો, વળતા પ્રહારમાં યુક્રેનનું એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તહસનહસ10:57 PM IST
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે જેપી મોર્ગન ચેઝ બેંકની મોટી કાર્યવાહી: વર્ષ ૨૦૨૧ના કેપિટોલ હુમલા બાદ ટ્રમ્પ અને તેમના તમામ વ્યવસાયિક ખાતાઓ બંધ કર્યા હોવાની કબૂલાત : બેંક અને તેના પ્રમુખ જેમી ડાઈમન વિરુદ્ધ ટ્રમ્પે ૫ અબજ ડોલરનો માનહાનિનો દાવો માંડ્યો: રાજકીય કિન્નાખોરી રાખીને 'ડિબેંકિંગ' અને 'બ્લેકલિસ્ટ' કર્યા હોવાનો અમેરિકી પ્રમુખનો ગંભીર આક્ષેપ8:38 PM IST
રાજપાલને ફિલ્મ માટે 5 કરોડ રૂપિયાની લોન અપાઈ હતી : માધવ અગ્રવાલે કહ્યું - મારે પોતાના પૈસા માટે રડવું પડ્યું. : રાજપાલ યાદવને લોન આપનાર માધવ ગોપાલ અગ્રવાલે જણાવ્યું હતું કે 2010 માં ફિલ્મ "આતા પતા લપતા" માટે અભિનેતાને પાંચ કરોડ રૂપિયાની લોન આપી હતી :સંપૂર્ણ કાગળકામ અને કરાર પછી જ રકમ આપી હતી 8:43 PM IST
વિવિધ શહેરોમાં "ફ્રી કાશ્મીર" પોસ્ટરો અને જાસૂસી...; છ આતંકવાદીઓ કપડાના કારખાનાના કામદારો તરીકે રજૂ કરીને દેશમાં આતંક મચાવતા ! : દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાંથી ધરપકડ કરાયેલા શંકાસ્પદોના ફોટોગ્રાફ્સ જાહેર કર્યા જેઓ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી, ISI અને બાંગ્લાદેશી આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા આતંકવાદી કાવતરાના આયોજનમાં સામેલ હતા.8:25 PM IST
અમેરિકામાં સરકારી કામકાજ ઠપ્પ થતા મુસાફરોની માઠી: હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા TSA પ્રી-ચેક અને ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામ્સ સ્થગિત કરાયા : ફંડિંગના અભાવે સિક્રેટ સર્વિસ અને એરપોર્ટ સુરક્ષા પર માઠી અસર: રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ વચ્ચેના ગતિરોધને કારણે લાખો પ્રવાસીઓની સુવિધા છીનવાઈ, ફેમા (FEMA) ની કામગીરીમાં પણ કાપ8:12 PM IST
દુનિયાભરમાં કુખ્યાત જેફરી એપ્સટીનનું 'લોલિતા એક્સપ્રેસ' વિમાન જ્યોર્જિયાના કબ્રસ્તાનમાં સડી રહ્યું છે: સેક્સ ટ્રાફિકિંગના કાળા કરતૂતોના અનેક રહસ્યો હજુ પણ વિમાનના ભંગારમાં જીવંત : ૧૩૩ ફૂટ લાંબા બોઈંગ ૭૨૭માં હજુ પણ મોજૂદ છે બેબી લોશન, પાવડર અને વૈભવી બેડરૂમ: અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન સહિતના દિગ્ગજોએ જેમાં મુસાફરી કરી હતી તે વિમાન હવે ક્યારેય ઉડી શકશે નહીં8:08 PM IST
ન્યૂજર્સીમાં સંતરામ ભક્ત સમાજ યુએસએ દ્વારા મહાપૂર્ણિમા સત્સંગ સહિત ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન: જૂના વર્ષના સ્મરણો સાથે નવા વર્ષના કાર્યક્રમોની જાહેરાત : ઓલ્ડ બ્રિજ હાઈસ્કૂલ ખાતે ૨૮ માર્ચના રોજ સવારથી સાંજ સુધી ભજન-સત્સંગ, ધ્યાન અને વિષ્ણુસહસ્ત્રનામ પાઠ યોજાશે: પૂર્ણહુતિ બાદ મહાપ્રસાદનું પણ વિશેષ આયોજન7:50 PM IST
મિત્રતાનો ‘ગંગા-જોર્ડન’ સંગમ: પીએમ મોદી માટે ઈઝરાયેલમાં બિછાવાશે લાલ જાજમ : નેતન્યાહૂએ કહ્યું- “સ્વાગત છે મારા મિત્ર!” : મુલાકાત નહીં પણ ‘ફેમિલી રીયુનિયન’ : જેરુસલેમમાં પીએમ મોદીના સ્વાગત માટે નેતન્યાહૂનો ખાસ પ્લાન : નેસેટમાં ઐતિહાસિક સંબોધન અને સંરક્ષણ ક્ષેત્રે ‘બ્રહ્માસ્ત્ર’ જેવા કરારોથી દુનિયામાં મચશે હલચલ7:57 PM IST
"જ્યારે દ્રશ્ય સમાપ્ત થયું, ત્યારે બધા સ્ટાર્સ રડી પડ્યા, તેઓ ભાંગી પડ્યા અને ખૂબ રડી પડ્યા.": પ્રખ્યાત બોલીવુડ અભિનેતા આર. માધવને તાજેતરમાં તેમની ફિલ્મ 'ધુરંધર' ના શૂટિંગનો એક ખાસ અનુભવ શેર કર્યો : "ધુરંધર" એ બોક્સ ઓફિસ પર પ્રથમ અઠવાડિયામાં ₹224.25 કરોડ, બીજા અઠવાડિયામાં ₹70.15 કરોડ, ત્રીજા અઠવાડિયામાં ₹23.35 કરોડ અને ચોથા અઠવાડિયામાં ₹6.6 કરોડની કમાણી કરી છે11:20 AM IST
જમ્મુ કાશ્મીરમાં ૨૬ વર્ષમાં સ્તન કેન્સરનો ખતરો ૩૯ % વધ્યો: રોગનું નિદાન ખૂબ જ મોડું, છેલ્લા સ્ટેજમાં થાય છે તેથી મૃત્યુ આંક ઊંચો: જીવનશૈલીમાં ફેરફાર, શહેરીકરણ અને વધતી ઉંમર આ રોગના મુખ્ય કારણો : સ્તન કેન્સરના એવા પ્રકારો જોવા મળી રહ્યા છે જે ખૂબ જ આક્રમક હોય છે. શારીરિક પીડા ઉપરાંત, પીડિત મહિલાઓ માનસિક તણાવ, ચિંતા અને સામાજિક બહિષ્કારનો પણ સામનો કરી રહી છે5:21 PM IST
મનાઈ ગામમાં માતમ: જે આંગણે જાન આવવાની હતી ત્યાંથી બે બહેનોની અર્થી ઉઠી, લગ્નની રાત્રે જ ખેલાયો 'મોતનો તાંડવ' : રાજસ્થાનના જોધપુરમાં લગ્નના મંડપમાં મંગળ ગીતોની જગ્યાએ મરશિયા ગુંજ્યા: શણગાર સજીને બેઠેલી બે સગી બહેનોના રહસ્યમય સંજોગોમાં કરુણ મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લહેર પ્રસરી ગઈ4:23 PM IST
ક્રિકેટના મેદાનથી જેલના સળિયા સુધી: ઈમરાન ખાન માટે ગાવસ્કર-કપિલની ગુહાર અને ગાંગુલી સાથેનો એ કિસ્સો : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનની બગડતી તબિયતને લઈને વિશ્વભરના ૧૪ દિગ્ગજ કેપ્ટનો એકજૂથ થયા, જેમાં ભારતીય ક્રિકેટના મહારથીઓએ માનવતાના નાતે ઈમરાન ખાનની સુરક્ષા અને યોગ્ય સારવાર માટે આંતરરાષ્ટ્રીય સ્તરે અવાજ ઉઠાવ્યો3:57 PM IST
"જ્યારે હૃદયમાં પ્રેમ ન હોય ત્યારે..." શું ઠાકરે ભાઈઓ વચ્ચે ફરીથી ઝઘડા ? MNS ની સોશિયલ મીડિયા પોસ્ટથી ખળભળાટ : BMC ના નામાંકિત સભ્યોની સોશિયલ મીડિયા પોસ્ટ વિગતો પછી MNS, શિવસેના અને UBT આમને-સામને : મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ પછી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે ગઠબંધન શરૂ થયું છે BMC માં નામાંકિત કાઉન્સિલરોના વિભાજનને લઈને વિવાદ શરૂ થતા ભારે રાજકીય ગરમાગરમી3:52 PM IST
ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ઓપનર શિખર ધવને પ્રથમ પત્ની આયશા મુખર્જી સાથે છૂટાછેડા લીધા બાદ આયર્લેન્ડની સોફી શાઈન સાથે બીજીવાર લગ્ન કર્યા : ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા પત્ની રિતિકા સજદેહ સાથે ઉપસ્થિત : કોહલી લગ્ન પાર્ટીમાં જોવા મળ્યો નહોતો પરંતુ તેણે ઈન્સ્ટાગ્રામ પર શિખર ધવનની લગ્નની પોસ્ટ પર કમેન્ટ કરીને બધાનું ધ્યાન ખેંચ્યું : કોહલીએ ધવનને વધામણી આપતા લખ્યું, 'મુબારકાં જટ જી', જે સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યું છે2:30 PM IST
તાજેતરના નવા ટેરિફ પર ચર્ચા થવાની હતી તે ભારત અને અમેરિકાના મુખ્ય વાટાઘાટકારોની આવતીકાલે વોશિંગ્ટનમાં યોજાનારી બેઠક હવે મુલતવી : ભારત-અમેરિકા વેપાર સોદાને અંતિમ સ્વરૂપ આપવા માટે વોશિંગ્ટનમાં યોજાનારી બેઠક ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે : બંને પક્ષો માને છે કે ભારતીય મુખ્ય વાટાઘાટકાર અને ટીમની અમેરિકાની મુલાકાત બંને પક્ષોને નવીનતમ વિકાસ અને તેના પરિણામો સમજવા માટે સમય મળ્યા પછી થવી જોઈએ1:50 PM IST
મુંબઈ મેટ્રો હોનારત: "શું આ હત્યા નથી?"- બેદરકાર અધિકારીઓની ધરપકડ સામે પોલીસ મક્કમ, 25 ફેબ્રુઆરીએ કોર્ટ સંભળાવશે ફેંસલો : મુલુંડમાં મેટ્રોનો સ્લેબ પડતા માસૂમનું મોત નિપજાવનાર કંપનીના અધિકારીઓની આગોતરા જામીન અરજીનો મુંબઈ પોલીસ દ્વારા ઉગ્ર વિરોધ, સલામતીના નિયમો નેવે મૂકી શોર્ટકટ અપનાવ્યાનો સનસનીખેજ આક્ષેપ1:20 PM IST
સમાચારો ઉડતી નજરે2:33 PM IST
ટ્રમ્પના ‘ટેરિફ યુદ્ધ’ પર સુપ્રીમ કોર્ટની બ્રેક: રાષ્ટ્રપતિના અધિકારો પર ચુકાદો છતાં ઓટો અને ફર્નિચર સહિતના ઉદ્યોગો પર મોંઘવારીનો માર યથાવત : ૬-૩ના બહુમતી ચુકાદામાં ટ્રમ્પ પ્રશાસનને મોટો ફટકો, પરંતુ ‘રાષ્ટ્રીય સુરક્ષા’ના બહાને સ્ટીલ અને એલ્યુમિનિયમ પરના વેરા ચાલુ રહેશે; મર્સિડીઝ અને ફોર્ડ જેવી કંપનીઓને અબજો ડોલરનું નુકસાન10:01 PM IST
પોલીસનો 'ચોકલેટ ડે' માસ્ટરસ્ટ્રોક! સ્નેચરોને પકડવા બ્લિંકિટ બની ગયું હથિયાર : દિલ્હી પોલીસે ગિફ્ટ ઓર્ડર કરી ગેંગને જેલમાં ધકેલી : વેલેન્ટાઇન વીકની મજા સ્નેચરોને પડી ભારે : આઈફોન છીનવીને ભાગતા બદમાશોને પકડવા પોલીસે રચી અનોખી જાળ : બ્લિંકિટના ડિલિવરી બોયનો પીછો કરી વઝીરાબાદના અડ્ડા પર ત્રાટકી ટીમ : ૩ આરોપીઓ સાથે ચોરાયેલું સ્કૂટર અને મોબાઈલ જપ્ત.9:32 PM IST
જ્યારે દેશના સર્વોચ્ચ ન્યાયાધીશ પણ સાયબર ઠગાઈથી ન બચી શક્યા: CJI સૂર્યકાંતે વર્ણવી પોતાની વ્યથા, ‘મારા નામે મારી જ પુત્રી અને બહેનને મોકલ્યા ફેક મેસેજ’ : જયપુરમાં યોજાયેલા સેમિનારમાં જસ્ટિસ સૂર્યકાંતનો ચોંકાવનારો ખુલાસો; નાઇજીરીયાથી સંચાલિત આંતરરાષ્ટ્રીય ગેંગે બનાવી હતી CJIના નામે નકલી વેબસાઇટ, AI અને ડીપફેકના જોખમ સામે દેશને ચેતવ્યો9:00 PM IST
બાબા નીબ કરૌલીનું ‘કૈંચી ધામ’ બનશે ગ્લોબલ સ્પ્રિચ્યુઅલ હબ: શિપ્રા નદી પર ‘ઓમ’ આકારનો ગ્લાસ બ્રિજ અને ભવ્ય ધ્યાન કેન્દ્ર આકર્ષણનું કેન્દ્ર બનશે : કેન્દ્ર સરકારની ₹૧૭.૫૯ કરોડની યોજના હેઠળ કૈંચી ધામનો કાયાકલ્પ; ઝૂંપડી આકારના મેડિટેશન સેન્ટરમાં ૩૦ ભક્તો એકસાથે કરી શકશે ધ્યાન, ટ્રાફિક મુક્તિ માટે ૩૪૦ સ્તંભોનું મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર9:20 PM IST
જ્યારે એક 'પૈસા'માં મળી સ્વચ્છતાની ક્રાંતિ! જાણો કેવી રીતે લંડનની દુર્ગંધ વચ્ચે જન્મ્યું વિશ્વનું પ્રથમ જાહેર ફ્લશિંગ શૌચાલય : લંડનની 'ગ્રેટ સ્ટિંક' થી લઈને આધુનિક ગટર વ્યવસ્થા સુધીની રોમાંચક સફર : પ્લમ્બર જ્યોર્જ જેનિંગ્સનો એ આઈડિયા જેણે દુનિયાની સુરત બદલી નાખી : ૧૮૫૧માં શરૂ થયેલા આ પ્રયોગે ૮ લાખથી વધુ લોકોને 'પ્રીમિયમ' સુવિધા આપી : જેમાં શૌચાલયની સાથે કાંસકો અને શૂ પોલિશ પણ મળતા હતા9:30 PM IST
અમેરિકામાં 'હિન્દુ' વિદ્વતાનો ડંકો! પ્યુ રિસર્ચના રિપોર્ટમાં ખુલાસો: USમાં હિન્દુઓ સૌથી વધુ શિક્ષિત ધાર્મિક સમુદાય : યહૂદીઓને પણ પાછળ છોડી હિન્દુઓએ મેળવ્યું પ્રથમ સ્થાન : ૭૦ ટકા હિન્દુઓ પાસે છે ઉચ્ચ ડિગ્રી : જે અમેરિકાની રાષ્ટ્રીય સરેરાશ કરતા બમણી: ઈમિગ્રેશન પેટર્ન અને શિક્ષણ પ્રત્યેની અતૂટ નિષ્ઠાએ ભારતીય મૂળના લોકોની અમેરિકન સોસાયટીમાં ધાક જમાવી9:41 PM IST
ભારત બનશે વિશ્વની ‘ચિપ ફેક્ટરી’: PM મોદીએ HCL-ફોક્સકોન સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો, ચીન-તાઈવાન પરની નિર્ભરતા ઘટશે : જેવરમાં ₹૩,૭૦૦ કરોડના ખર્ચે આકાર લેશે ‘ઇન્ડિયા ચિપ’ પ્લાન્ટ; સ્માર્ટફોનથી લઈને કાર સુધીની ડિસ્પ્લે ચિપ્સ હવે ભારતમાં બનશે, ૨૦૩૦ સુધીમાં ૧૧૦ બિલિયન ડોલરના માર્કેટ પર ભારતની નજર9:59 PM IST
નવી દિલ્હીમાં ગુંજ્યો ‘સર્વજન સુખાય’નો મંત્ર: 88 દેશોએ AI ઇમ્પેક્ટ સમિટમાં ‘નવી દિલ્હી ઘોષણા’ અપનાવી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર હવે ભારતનો દબદબો : અમેરિકા, ચીન અને યુરોપિયન યુનિયન સહિતના દેશોએ ‘સાત ચક્રો’ પર આધારિત વૈશ્વિક વિઝનને આપ્યું સમર્થન; AIના લોકશાહીકરણ અને સુરક્ષા માટે ભારત બનશે વિશ્વનું માર્ગદર્શક10:00 PM IST
AI ના યુગમાં ભારતનો વિજયધ્વજ: પીએમ મોદીનું ‘MANAV’ વિઝન અને અંબાણીના ૧૦ લાખ કરોડના રોકાણ સાથે ભારત ‘પેક્સ સિલિકા’ ક્લબમાં સામેલ : ભારત હવે અમેરિકા સાથે હાઈ-ટેક જોડાણમાં: ૨૨ ભાષાઓમાં બોલતા ‘મેડ-ઈન-ઈન્ડિયા’ AI મોડેલ્સનું લોન્ચિંગ, રોબોટિક કૂતરાનો વિવાદ અને દિગ્ગજોની ગેરહાજરી વચ્ચે ભારત બન્યું ગ્લોબલ AI હબ10:00 PM IST
શત્રુઘ્ન સિંહાના ‘ખામોશ’ ડાયલોગ પર હવે હાઈકોર્ટનો પહેરો: સંમતિ વિના અવાજ કે અંદાજ ચોર્યો તો ખેર નથી, બોમ્બે હાઈકોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો : વ્યક્તિત્વ અધિકારોનું રક્ષણ: AI ના યુગમાં પીઢ અભિનેતાના નામ, છબી અને યુનિક સ્ટાઇલનો દુરુપયોગ રોકવા આદેશ; કોર્ટે કહ્યું- ‘ખામોશ’ શબ્દ અભિનેતાની ઓળખ છે10:48 PM IST
દેશભરમાં ‘શર્ટલેસ’ વિવાદની આગ: કોંગ્રેસ-ભાજપ વચ્ચે લોહિયાળ જંગ, ઇન્દોરમાં પથ્થરમારો તો યુપીમાં રાહુલ ગાંધીના પુતળા દહનથી ખળભળાટ : AI સમિટમાં હંગામા બાદ વિવાદ વકર્યો: દિલ્હી-ચંદીગઢમાં વોટર કેનનનો મારો, અખિલેશ યાદવ અને માયાવતીએ પણ કોંગ્રેસની રીતને ગણાવી ‘અપમાનજનક’, ૪ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં10:52 PM IST
ભારત બન્યું દુનિયાનું ‘AI હબ’: દિલ્હીમાં AI ઇમ્પેક્ટ એક્સ્પોનું ભવ્ય સમાપન, ૫ લાખથી વધુ મુલાકાતીઓએ ભારતની ડિજિટલ શક્તિ નિહાળી : ૧૦૦થી વધુ દેશોના પ્રતિનિધિઓ અને દિગ્ગજ ટેક લીડર્સ ભારત મંડપમમાં એકઠા થયા; સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સે બતાવી કમાલ, ‘જવાબદાર AI’ માટે ભારતે વિશ્વને ચિંધ્યો નવો રાહ10:53 PM IST
ટ્રમ્પનો ‘એલિયન’ આદેશ અને બાબા વાંગાની ભયાનક ભવિષ્યવાણી: નવેમ્બર ૨૦૨૬માં પૃથ્વી પર ઉતરશે વિશાળ UFO? એલિયન્સ સાથેના પ્રથમ સંપર્કથી દુનિયા હચમચી જશે : “બધું જાહેર કરી દો!”: અમેરિકી પ્રમુખે પેન્ટાગોનને UFO ફાઈલો ખોલવા ફરમાન કર્યું; ‘બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ’ ગણાતા અંધ બાબા વાંગાની આગાહી મુજબ શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે?10:53 PM IST
૧૦૦૦ સ્તંભો પર ટકેલું છે આ રહસ્યમય મંદિર: દીવાલ વગરની અદભૂત રચના, જ્યાં શિવ-વિષ્ણુ અને સૂર્યદેવ એકસાથે આપે છે દર્શન! : ચાલુક્ય શૈલીનું બેનમૂન નજરાણું: તેલંગાણાના હનમકોંડામાં આવેલું ‘રુદ્રેશ્વર સ્વામી મંદિર’ કેમ છે વિશ્વ વિખ્યાત? જાણો તારા આકારના ગર્ભગૃહ અને કાળા પથ્થરના નંદીનું ખાસ રહસ્ય10:55 PM IST
અજિત પવાર વિમાન દુર્ઘટનામાં ‘ષડયંત્ર’ની ગંધ? રોહિત પવારે સીધો PM મોદીને લખ્યો પત્ર: “તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ઉડ્ડયન મંત્રીનું રાજીનામું લો” : VSR કંપનીને કોનું ‘શક્તિશાળી’ પીઠબળ? રોહિત પવારના સનસનીખેજ આક્ષેપથી ખળભળાટ; DGCA ની કામગીરી પર ઉઠાવ્યા સવાલ, અમિત શાહ અને પીએમ પાસે માંગી ન્યાયી તપાસ10:55 PM IST
મધ્યપ્રદેશમાં દારૂના શોખીનોને ઝટકો: રાજ્યમાં હવે એક પણ નવી દુકાન નહીં ખુલે, જૂની દુકાનો માટે પણ કડક નિયમો સાથેની નવી આબકારી નીતિ જાહેર : મુખ્યમંત્રી મોહન યાદવની કેબિનેટનો મોટો નિર્ણય: નર્મદા કિનારે પ્રતિબંધ યથાવત, વિદેશી દારૂ પર બોટલિંગ ફી બમણી કરાઈ અને આદિવાસીઓના 'મહુઆ'ને આંતરરાજ્ય બજારમાં મળી મોટી છૂટછાટ11:00 PM IST
મેનેજમેન્ટની દુનિયામાં અદાણીનો દબદબો: કરણ અદાણી બન્યા ‘બિઝનેસ લીડર ઓફ ધ યર’, પિતા ગૌતમ અદાણીના વારસાને નવી ઊંચાઈએ પહોંચાડતા મળ્યું સર્વોચ્ચ સન્માન : નવી દિલ્હીમાં ‘મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સ’નો ભવ્ય સમારોહ: કરણ અદાણીએ સફળતાનો શ્રેય કર્મચારીઓને આપ્યો, સુનિલ મિત્તલ ‘લીડર ઓફ ધ ડેકેડ’ અને અનન્યા બિરલાને ‘યંગ બિઝનેસ લીડર’નો એવોર્ડ11:31 PM IST
હવે પાણી પર તરશે વીજળી! ભારતના જળાશયો બનશે પાવર હાઉસ: કેન્દ્ર સરકારે રાજ્યોને ૩૦૦ ગીગાવોટની પ્રચંડ ક્ષમતા ધરાવતા ‘ફ્લોટિંગ સોલાર’ પ્રોજેક્ટ્સ માટે આપ્યા આદેશ : જમીનની અછત વચ્ચે સૌર ઉર્જાનો નવો જાદુ: ડેમ અને તળાવો પર લાગશે સોલાર પેનલ્સ; વિશ્વ બેંકના અંદાજ મુજબ ભારતમાં છે અપાર સંભાવનાઓ, સરકાર લાવશે ‘પ્લગ એન્ડ પે’ મોડેલ11:28 PM IST
શ્રીલંકામાં ‘નેતાજી’ના પેન્શન પર વાગી ગઈ કાતર: સંસદસભ્યોના આજીવન પેન્શન રદ કરતો ઐતિહાસિક કાયદો અમલી, રાષ્ટ્રપતિ દિસાનાયકેએ ચૂંટણી વચન પાળીને રચ્યો ઈતિહાસ : હવે જનતાના ટેક્સના પૈસા નેતાઓની સુખ-સાહેબીમાં નહીં વપરાય: ૧૯૭૭નો જૂનો કાયદો રદ, ૧૫૪ મતોની પ્રચંડ બહુમતી સાથે બિલ પાસ; બચેલા નાણાં હવે જાહેર સેવાઓમાં ખર્ચાશે11:28 PM IST
અમેરિકી ટેરિફના ઝટકા વચ્ચે ટાટા સ્ટીલનો ‘વેઇટ એન્ડ વોચ’ અભિગમ: એમડી ટીવી નરેન્દ્રને કહ્યું- “સપ્લાય ચેઇન બદલવી રાતોરાત શક્ય નથી, પણ વેપાર સોદો હજુ ટ્રેક પર” : વ્હાઇટ હાઉસના ૧૦% ટેરિફના નિર્ણયથી નિકાસકારો મૂંઝવણમાં: સ્ટીલ ઉદ્યોગ પર સીધી અસર નહીં, પણ ઓટો કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ માટે વધી શકે છે મુશ્કેલી; અનિશ્ચિતતા છતાં ભારત-યુએસ કરારમાં આશા જીવંત11:29 PM IST
ટ્રમ્પના ‘ટેરિફ ટેન્શન’માં નવો વળાંક: સુપ્રીમ કોર્ટના ઝટકા પછી પણ ટ્રમ્પ સરકાર ઝૂકવા તૈયાર નથી, હવે ‘પ્લાન-B’ દ્વારા વિશ્વ પર ટેરિફ લાદવાની તૈયારી! : IEEPA પર સુપ્રીમની રોક છતાં અમેરિકી ટ્રેઝરી સેક્રેટરીનો હુંકાર- “આવકમાં એક રૂપિયાનો પણ ફેરફાર નહીં થાય”; હવે કલમ ૨૩૨ અને ૩૦૧ ના બ્રહ્માસ્ત્ર દ્વારા નિકાસકારોને ઘેરશે વ્હાઇટ હાઉસ11:30 PM IST
જોધપુરમાં લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ: જાન આવે તે પહેલાં જ બે સગી બહેનોએ કરી આત્મહત્યા, આંગણે મંડપને બદલે અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું! : પરિવારના ‘દબાણ’ અને જબરદસ્તીથી થયેલી સગાઈએ બે શિક્ષિકા બહેનોનો ભોગ લીધો? મામાના ગંભીર આક્ષેપો બાદ પોલીસે તપાસનો ધમધામ શરૂ કર્યો; મણાઈ ગામમાં લગ્ન ગીતોને બદલે મરશિયા ગવાયા11:30 PM IST
અમદાવાદમાં ટ્રાફિકના 'કાળ' જેવી સમસ્યાનો અંત: 2030 સુધીમાં ખાનગી લક્ઝરી અને ST બસોના શહેરમાં પ્રવેશ પર લાગશે બ્રેક : કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે મેગા સિટીનો મેગા પ્લાન: હાઈવે પર જ બસો થંભી જશે, મુસાફરોએ મેટ્રો અને BRTSનો લેવો પડશે સહારો – મંત્રી દર્શનાબેન વાઘેલાએ પબ્લિક ટ્રાન્સપોર્ટ અપનાવવા શહેરીજનોને કરી ખાસ અપીલ11:36 PM IST
દિલ્હીમાં મોતની બિલ્ડિંગમાંથી ૮૦ વર્ષીય વૃદ્ધા અને મૂંગા જીવનો ‘મિરેકલ’ બચાવ: ખાખીની બહાદુરીએ જીત્યા દિલ : મોડેલ ટાઉનની ચાર માળની ઈમારતમાં ભીષણ આગથી મચી નાસભાગ: ત્રીજા માળેથી ઉઠેલી જ્વાળાઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જીવના જોખમે હેડ કોન્સ્ટેબલે મહિલાને બહાર કાઢી અને ૧૦ ફાયર ફાઈટરોએ ૪ કલાકની જહેમત બાદ આગ ઠારી11:58 PM IST
અમેરિકન સુપ્રીમ કોર્ટનો ટ્રમ્પને પાવરફુલ ઝટકો: 'ગેરકાનૂની' ટેરિફ પર ભારતની બાજ નજર, ટ્રેડ વોરના એંધાણ વચ્ચે દિલ્હી એલર્ટ : રાષ્ટ્રપતિ ટ્રમ્પની ૧૦% ગ્લોબલ ટેરિફની જાહેરાત સામે ન્યાયતંત્રનો લાલબત્તી: વાણિજ્ય મંત્રાલયે ભારતીય ઉદ્યોગો પર પડનારી સંભવિત અસરોનો અભ્યાસ શરૂ કર્યો, વૈશ્વિક અર્થતંત્રમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે ભારત ફૂંકી ફૂંકીને ડગલાં ભરશે12:00 AM IST
કાસગંજમાં સામુહિક આત્મહત્યાનો માતમ: એક જ પરિવારના પાંચ સભ્યોના લટકતા મૃતદેહ મળતા હાહાકાર : બીમાર પુત્રની સારવાર માટે નાણાં ન મળતા લાચાર પિતાએ પત્ની અને ત્રણ બાળકો સાથે જિંદગી ટૂંકાવી: બંધ શટર પાછળ ચાર દિવસથી છુપાયેલું હતું મોતનું તાંડવ – આર્થિક તંગી અને કૌટુંબિક વિવાદે હસતા-રમતા પરિવારનો ભોગ લીધો12:28 AM IST
દિલ્હીના લુટિયન્સ ઝોનમાં ૧૨ મહિનાનો 'મેગા બ્લોક': મેટ્રોના બાંધકામને પગલે પંડિત પંત માર્ગ એક વર્ષ માટે બંધ : 'યુગે યુગિન ભારત' મેટ્રો સ્ટેશનના નિર્માણ માટે ઐતિહાસિક રસ્તા પર જાહેર અવરજવર પર પ્રતિબંધ: સોમવાર ૨૩ ફેબ્રુઆરીથી ટ્રાફિક ડાયવર્ઝન લાગુ, એરપોર્ટ અને રેલવે સ્ટેશન જતા મુસાફરોએ હવે વધારાનો સમય લઈને નીકળવું પડશે12:29 AM IST
ટ્રમ્પનો ‘એટેક’ પ્લાન અને ઈરાનનો ‘યુદ્ધ’ હુંકાર: પરમાણુ કરાર પર દુનિયાના બે શક્તિશાળી નેતાઓ વચ્ચે આરપારની જંગ : રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિઆનની ખુલ્લી ચેતવણી- “ગમે તેટલું દબાણ કરો, ઈરાન નહીં નમે”: અમેરિકી દળો તેહરાન પર ત્રાટકવા તૈયાર હોવાના અહેવાલો વચ્ચે ટ્રમ્પે મર્યાદિત હુમલાના આપ્યા સંકેત – શાંતિ કે સંઘર્ષ? હવે માત્ર ગણતરીના દિવસોમાં આવશે ફેંસલો12:31 AM IST
સાઉદી અરેબિયાના ‘વિઝન 2030’ માં મોટો વળાંક: વિદેશી કંપનીઓ માટે સરકારી પ્રોજેક્ટ્સના દ્વાર ફરી ખુલ્યા : વૈશ્વિક દિગ્ગજ કંપનીઓ પરનો પ્રતિબંધ સાઉદીએ પાછો ખેંચ્યો: હવે લોકલ હેડક્વાર્ટર વગર પણ મળશે મલ્ટી-બિલિયન ડૉલરના કોન્ટ્રાક્ટ્સ – ખર્ચ ઘટાડવા અને વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સને ગતિ આપવા કિંગડમનો માસ્ટરસ્ટ્રોક12:32 AM IST
ભારતમાં ફરી ગુંજશે F1 એન્જિનનો ગડગડાટ: અદાણી ગ્રુપ બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ પર રફ્તારનો જાદુ પરત લાવવા સજ્જ : કરણ અદાણીની મોટી જાહેરાત- “હું વ્યક્તિગત રીતે F1 ને ભારત લાવવા માટે કામ કરી રહ્યો છું”: જેપી ગ્રુપના ટેકઓવર બાદ ગ્રેટર નોઈડામાં રેસિંગના નવા યુગની શરૂઆત થશે, ખેલ મંત્રી મનસુખ માંડવિયાએ પણ સર્કિટની મુલાકાત લઈ તૈયારીઓ પર મહોર મારી12:34 AM IST
બાળકોના હાથમાંથી છીનવાઈ જશે સ્માર્ટફોન? ઇન્સ્ટા-ફેસબુક વાપરવા પર દુનિયાના અનેક દેશોએ મૂક્યો પ્રતિબંધ; જાણો ભારત સરકારનો શું છે માસ્ટર પ્લાન! : ઓસ્ટ્રેલિયાથી લઈને ફ્રાન્સ સુધી ‘ડિજિટલ લોકડાઉન’: ૧૬ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના દરવાજા બંધ; ભારતમાં પણ વય મર્યાદા વધારવાની હલચલ તેજ, હવે પેરેન્ટ્સની મંજૂરી વગર નહીં ચાલે આઈડી12:41 AM IST
જિયોની ધમાકેદાર ઓફર: 3 મહિના સુધી રિચાર્જનું ટેન્શન ખતમ! હવે મોબાઈલમાં ચાલશે Netflix, Google Gemini AI અને JioHotstar; જાણો કયો પ્લાન છે તમારા માટે બેસ્ટ : મુકેશ અંબાણીની મોટી જાહેરાત: માત્ર ડેટા જ નહીં, હવે મળશે 18 મહિના માટે Google Gemini Pro અને AI ક્લાઉડ સ્ટોરેજ ફ્રી; ₹859 થી લઈને ₹1799 સુધીના 5 અદ્ભુત પ્લાન્સની વિગતો12:46 AM IST
મુંબઈની ઝૂંપડપટ્ટીમાં જ્ઞાનનો દીવો પ્રગટાવનારી શિક્ષિકાને મળ્યું ₹9 કરોડનું સન્માન: 139 દેશોના 5000 દાવેદારોને પછાડી રૂબલ નેગીએ જીત્યો ‘ગ્લોબલ ટીચર પ્રાઇઝ’ : ઝૂંપડપટ્ટીની દીવાલોને બનાવી ‘વર્ગખંડ’: કળા અને રંગોના માધ્યમથી હજારો વંચિત બાળકોનું ભવિષ્ય સુધારનાર આર્ટિસ્ટ રૂબલ નેગીની અદભૂત સફર; પુરસ્કારની રકમથી કાશ્મીરમાં સ્થાપશે આધુનિક લર્નિંગ સેન્ટર12:49 AM IST
અકિલા સોશ્યિલ મીડિયારહેમરાહે નોકરીની પ્રક્રિયામાં થતી હેરાનગતિ રોકવા અને જવાબદારો સામે પગલાં લેવા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ની રજુઆત : આગામી ૧૫ દિવસમાં કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો તા.9 માર્ચે કોર્પોરેટ કચેરી, સુરતની બહાર ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ પર બેસીશું અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શનની ચીમકી11:10 PM IST
વલસાડના રોલા ગામે ચોકડી પર બે કાર વચ્ચે સર્જાયો પ્રચંડ અકસ્માત: સ્પીડ બ્રેકરના અભાવે વારંવાર થતી દુર્ઘટનાઓને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ : બરવાળા પ્રિન્સીપાલ સીવીલ કોર્ટ ખાતે ૧૪ માર્ચના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન: પરસ્પર સંમતિથી વિવાદોનો ઝડપી અને સુખદ નિકાલ લાવવા પક્ષકારોને કરાઈ અપીલ2:57 PM IST
તાલાલાના જાવંત્રીમાં આદિવાસી પરિવાર પર હિચકારો હુમલો; કોર્ટે સોંપેલ જમીન ખાલી કરાવવા આઠ શખ્સો ત્રાટક્યા, ઘરને આગ ચાંપી : તાલાલા તાલુકાના જાવંત્રી ગીર ગામે એક આદિવાસી પરિવારના ઘર પર શુક્રવારની રાત્રે કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. કોર્ટના હુકમ મુજબ પરિવારને સોંપેલ ખેતીની જમીન પરત લેવા આઠ શખ્સોએ દેશી બંદૂક, પેટ્રોલ ભરેલી કાચની બોટલ લઈ હુમલો કરી ઘરને આગ લગાવી હતી. આ બનાવથી આખા ગામમાં ભયનો માહોલ ઉભો થયો હતો.2:32 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ પૂર્વોત્તર રાજ્યોના સર્વાંગી વિકાસને વેગ : નિમુબેન બાંભણીયા : ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રિય રાજ્યમંત્રી ત્રણ દિવસ નાગાલેન્ડના પ્રવાસે : રાજ્યમંત્રીએ આયોઇમતિ ગામે આંગણવાડી કેન્દ્ર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને જલ જીવન મિશન પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું : કુડા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો : પદમપુખુરી ગામે સ્વસહાય જૂથોની બહેનો સાથે બેઠક યોજીને સંવાદ 4:00 PM IST
નાંદોદ તાલુકાના અણીદ્રા એગ્રીકલ્ચર લાઇનમાંથી અનેક ગામોનું કનેક્શન હોવાથી ખેડૂતોને આર્થિક નુકશાન : સબસ્ટેશન અલગ કરવા વીજ કંપનીની આળસ ખંખેરાતી નથી: 40થી વધુ ગામો વચ્ચે એકજ સબસ્ટેશન હોવાથી ખેડૂતોને વારંવાર તકલીફ: બે વર્ષથી ખેડૂતોએ અલગ સબસ્ટેશન માંગ્યુ હોવા છતાં કોઇજ કામગીરી થઈ નથી:કૂવાના 300થી વધુ ક્નેશન હોય વારંવાર મોટરો અને કેબલ ફૂંકવાની સમસ્યા11:12 PM IST
અમદાવાદ શહેરમાં BRTS, AMTS અને મેટ્રો બાદ હવે વોટર મેટ્રો દોડશે: 2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલા AMC અને રાજ્ય સરકારનું મોટું આયોજન : કોચી વોટર મેટ્રો કંપનીને ફીઝીબીલીટી રિપોર્ટ માટે ઓર્ડર અપાયો: રિપોર્ટ બાદ કન્સલ્ટન્સી માટે કાર્યવાહી હાથ ધરાશે: રિવરફ્રન્ટ પાર્ટ -2 બાદ પાર્ટ -3નું પણ કામ શરૂ થશે8:27 PM IST
મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકની ૧૩૪મી જન્મજયંતી : ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી : ઇન્દુલાલ યાજ્ઞિક સાદગી, નિઃસ્પૃહતા અને સંઘર્ષના પર્યાય હતા. આઝાદીની ચળવળમાં તેમણે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે ખભેખભો મિલાવી સક્રિય ભૂમિકા ભજવી હતી.8:04 PM IST
SMC પીએસઆઈ જે.એચ. સિસોદિયાની ટીમનો કપડવંજમાં સપાટો : ૮.૬૦ લાખના દારૂ સાથે મહેન્દ્રસિંહ રાઠોડ, વિશ્રામ ગઢા અને વોન્ટેડ શંભુસિંહ રાઠોડ ઝડપાયા : જુઓ વિડીયો : માહોર નદીના પુલ પરથી ૧૪૭૦ બોટલ વિદેશી દારૂ ભરેલી કાર પકડાઈ : રાજસ્થાનના રામસિંહ રાજપૂત અને બાપુ સહિત નડિયાદના રિસીવરને એસએમસીએ વોન્ટેડ જાહેર કર્યા7:30 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાતે ઇંગલેન્ડના વેસ્ટ મિડલેન્ડનું ડેલિગેશન : ઇન્ડિયા -યુ.કે. ટ્રેડ ડીલ પછીની પ્રથમ ગુજરાત મુલાકાત : હાયર એજ્યુકેશન-ગ્રીન ઇકોનોમી અને EV- સ્કીલ ડેવલોપમેન્ટ- સ્પોર્ટ્સ ઇન્ફ્રાસટ્રક્ચર-એ.આઈ.-એડવાન્સ મેન્યુફેક્ચરીંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગની તત્પરતા દર્શાવી: સહયોગના ક્ષેત્રોમાં વધુ સંકલન માટે ગુજરાત-વેસ્ટ મિડલેન્ડની જોઇન્ટ વર્કીંગ ગ્રુપની રચના કરાશે:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દુનિયાના દેશો માટે ભારત વિશ્વાસુ મિત્ર તરીક ઉભરી આવ્યું છે :મુખ્યમંત્રી7:07 PM IST
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં હોળીનો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવાશે : 3 માર્ચે ફાગણી પૂર્ણિમાની સાથે સૂર્ય ગ્રહણ હોવાને કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન અને આરતીના સમયમાં ફેરફાર : બપોરે 1:30 વાગ્યા બાદ રાત્રિના 8:30 વાગ્યા સુધી ઠાકોરજી આગળની ઝાળી બંધ રાખવામાં આવશે : જોકે, ભક્તો ઝાળીની બહારથી ભગવાનના દર્શનનો લાભ લઈ શકશે3:55 PM IST
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની આગેવાની હેઠળ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોમ્બિંગ : 74 ગેરકાયદે વીજ જોડાણ ઝડપાયા : પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી કરનારને 68.6 લાખનો દંડ ફટકાર્યો : વિંછીયા તાલુકાના મોટામાત્રા ગામે ચેકિંગ કરતા વીજ ચોરી મામલે ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીઓના રહેણાંક મકાનોમાં પોલીસ અને પીજીવીસીએલની ટીમોએ દરોડા પાડ્યા11:28 AM IST
જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનની તૈયારી :1489 ગેરકાયદે મકાનો તોડી પડાશે : 700 થી વધુ આવાસો ખાલી કરાવી દેવામાં આવ્યા : 15 મીટરના રોડ પરના 497 દબાણો અને સરકારી જમીન પર ખડકાયેલા 992 ગેરકાયદે દબાણોનો કડૂસલો બોલાવાશેઃ 5 DCP, 17 ACP, 35 PI, 140 PSI અને 1,000 પોલીસ જવાનો તૈનાત કરાશે: 21 JCB, 26 ટ્રેક્ટર અને 18 ટ્રેક્ટર બ્રેકરની મદદ લેવાશે 8:24 PM IST
શંકરાચાર્યજીના પંચ દેવને કાગબાપુએ કવિતા રૂપે સમાજને આપ્યા : પૂ.મોરારીબાપુ : કાગધામ મજાદરમા 'કાગને ફળિયે કાગની વાતું' લોકસાહિત્ય સન્માન સાથે કાગ વંદના સમારોહ : ધીરુભાઈ સરવૈયા, અનવર મીર, કમલેશ જામંગ, ભારતીબેન કુંચાલા,ભાનુભાઈ વોરા, તીર્થંકર રોહડિયા, પ્રવીણ મધુડા, દિનેશ માવલ, બલરામ ચાવડા,રામભાઈ બારોટ, અચલદાન બોક્ષા, ચેતન ગઢવી, જીતુ દાદ ગઢવી, ઈન્દુબેન ગઢવી (બાટી),જવાહર ગઢવી, દિવંગત વિદ્વાનો (મરણોત્તર સન્માન) જીવાભાઈ પિંગલશી નરેલા, કવિ શ્રી કાન, જાદવજીબાપા (મોજાડીવાળા), વિજયકરણ મેહડુ તથા દાદુદાન ખુમદાન અને રાજસ્થાનના વિદ્વાનોમાં પદ્મશ્રી સુખદેવસિંહ બારહઠ, માધવ હાડા, ધનંજયાબેન અમરાવત, મહાદાનસિંહ બારહઠ તથા ભવરદાન રત્નુનુ સન્માન12:04 PM IST
જામનગરના પટ્ટણીવાડ,સુમરાચાલી, ટીટોડીવાડી,ખોજાનાકા વિસ્તારમાં જીલ્લા પોલીસ તથા પીજીવીસીએલ ટીમનુ વીજચેકીંગ કોમ્બીંગ ઓપરેશન કામગીરી : વીજ ચોરીના ૮ કેસ : રૂ.૭,૭૬,૬૦૩નો દંડ : જુઓ વિડિયો : પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોક કુમાર (IPS) તથા જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS)ની સુચનાથી જામનગર શહેરના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ કાર્યવાહી1:28 PM IST
કવિ કાગનાં જીવનદર્શન પર આધારિત પુસ્તક 'વાણી તો અમરત વદાં'નું પૂ. મોરારીબાપુના હસ્તે માહિતી ખાતાએ તૈયાર કરેલી નવી આવૃત્તિનું કાગધામ મજાદરમાં પુનઃવિમોચન : પુસ્તકમાં ટેકનોલોજીનો સમન્વય: QR કોડ સ્કેન કરી કવિ કાગના કંઠે ગવાયેલી વિવિધ કૃતિઓ સાંભળી શકાશે : ગુજરાતી લોકસાહિત્યમાં શિરમોર કવિ કાગની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે તેમના વતન મજાદર(કાગધામ) ખાતે કવિ કાગના જીવનદર્શન ઉપરાંત કાગવાણીના ભક્તિ, શૌર્ય તથા બીજા અનેક વૈવિધ્યસભર અમર કાવ્યોને યાદ કરી કવિકાગને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા012:52 PM IST
મંત્રી કૌશિકભાઈ વેકરિયાના માર્ગદર્શન નીચે અમરેલીમાં કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા "સશક્ત યુવા અને ભગવદ્દ ગીતા" વિષય ઉપર નેત્ર ચિકિત્સા આયુર્વેદ કોલેજમાં પરિસંવાદ યોજાયો : મુખ્ય વક્તા તરીકે અર્જુન દવેએ ખુબજ રસપ્રદ શૈલીમાં ગીતાના શ્લોકોનું પઠન કરી કોલેજના વિદ્યાર્થી ભાઈ - બહેનોને સમજણ આપી : પ્રશ્નોતરી દરમ્યાન વિધાર્થી ભાઈ - બહેનોના પ્રશ્નોના વક્તા દ્વારા ઉત્તરો આપવામાં આવ્યા1:04 PM IST
આરોપી મહિલાએ વોટ્સએપ કોલ દ્વારા વેપારી સાથે ઓળખાણ વધારી, મીઠી વાતો કરીને વિશ્વાસ જીત્યો અને પછી તેને સુરેન્દ્રનગર મળવા બોલાવ્યો અને પહેલેથી ગોઠવાયેલ જાળમાં ફસાઈ ગયો : સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર હનીટ્રેપના નામે અપહરણ અને ખંડણીનો ગંભીર ગુનો : પોલીસે આરોપીઓ પાસેથી 72 લાખ રૂપિયા રોકડા, એક રિવોલ્વર, એક જીવતું કારતુસ અને એક અલ્ટો કાર જપ્ત કરી : પોલીસની તાત્કાલિક કાર્યવાહી કરીને 72 લાખ રોકડા સહિત મુદ્દામાલ જપ્ત2:07 PM IST
જામનગર જિલ્લાના સિક્કા ગામની નાઝ સિનેમા પાસેથી વ્હેલ માછલીની ઉલ્ટી (એંબરગ્રીસ) ૨ કિલો ૦૬૯ ગ્રામ કિ.રૂ. આશરે ૨,૦૬,૯૦,૦૦૦/- ના જથ્થા સાથે આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી.જામનગર : જુઓ વિડિયો : પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS) રાજકોટ વિભાગ, રાજકોટ તથા જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીની આગેવાનીમાં પોલીસ દ્વારા કાર્યવાહી4:36 PM IST
દ્વારકાના દરિયામાં કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન: મધદરિયેથી ચાર ઈરાની શખ્સ સાથે શંકાસ્પદ બોટ દબોચી : ૨.૫ કરોડ વિદેશી સિગારેટ જપ્ત : ડ્રગ્સ માફિયાઓએ પોતાની મોડ્સ ઓપરેન્ડી બદલી : સમુદ્રી માર્ગે હવે ડ્રગ્સ ઘુસાડવાના બદલે વિદેશી સિગારેટ ઘુસાડવાનું ષડયંત્ર : દ્વારકા થી ૧૧૫ નોટિકલ માઈલ દૂરથી ઇરાની અલ અખતર નામની બોટ સાથે ૪ વિદેશી નાગરિકો ને ૨૦૦ જેટલા કાર્ટૂનમાંથી લાખો પેકેટ ગુજરાતની સીમામાં ઘુસે તે પહેલા કોસ્ટગાર્ડે ઝડપી લીધા2:53 PM IST
જુનાગઢ શિવરાત્રી મેળામાં વિવાદ બાદ કીર્તિ પટેલની રાજસ્થાનમાંથી ધરપકડ : યુવાનના આપઘાત પ્રયાસ મામલે પોલીસની કાર્યવાહી : જુનાગઢ શિવરાત્રી મેળામાં કીર્તિ પટેલે સાધુ-સંતો સાથે પવિત્ર મૃગી કુંડમાં સ્નાન કર્યું હતું જે ઘટનાએ ભારે વિવાદ જગાવ્યો હતો સાધુ-સંતો અને સનાતન ધર્મના અનુયાયીઓએ આ કૃત્ય સામે કડક વિરોધ નોંધાવ્યો'તો1:19 PM IST
અમરેલી જિલ્લાના સાવરકુંડલા-રંઘોળા સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત : ૨ કાર વચ્ચે ધડાકાભેર ટક્કરમાં આશાસ્પદ યુવાન કુલદીપ ખુમાણનુ મોત : 9 મુસાફરો લોહીલુહાણ : અકસ્માત એટલો ભયાનક હતો કે બંને કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો : લગ્નપ્રસંગ અને ધાર્મિક પ્રસંગમાં જઈ રહેલા પરિવારો પર અચાનક આવી પડેલી આ આફતને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ12:49 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
ઈરાને અમેરિકા સમક્ષ અત્યંત શક્તિશાળી શરતો મૂકીને મોટો ધડાકો કર્યો છે કે જો વોશિંગ્ટન તેમની માંગણીઓ સ્વીકારી લે તો આગામી ૪૮ જ કલાકની અંદર વ્યુહાત્મક રીતે અતિ-મહત્વની હોર્મુઝની સમુદ્રધુની ને ખુલ્લી મૂકવા ઈરાન તૈયાર છે:જેને પગલે વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભયાનક સનસનાટી : વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના ભયાનક વાદળો વચ્ચે ઈરાનની આ ધમાકેદાર શરતી ઓફરથી અમેરિકી પ્રશાસન અને પશ્ચિમી દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ઈરાન અને પશ્ચિમ એશિયાના સળગતા મુદ્દે ડ્રેગન ખુલ્લેઆમ મેદાનમાં કૂદી પડતાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અત્યંત કડક, ધમકીભર્યો અને સણસણાટભરેલો સંદેશો આપીને સ્પષ્ટ શબ્દોમાં ચીડવી દીધું છે કે પશ્ચિમ એશિયાને કોઈપણ ભોગે મહાસત્તાઓનો સત્તા અખાડો કે યુદ્ધનું મેદાન ન બનવા દેવાય, જેના કારણે સમગ્ર વિશ્વમાં ભયાનક સનસનાટી મચી ગઈ છે : અમેરિકા અને ચીન વચ્ચેના આ મહાસંગ્રામી ટકરાવથી ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ વર્તાવા લાગતા વૈશ્વિક નેતાઓ અને સંરક્ષણ વિશ્લેષકોના છાતીના પાટિયા બેસી ગયા5:48 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
IPL 2026 માં ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સ માટે મોટા સમાચાર: એમ.એસ. ધોની રમવા માટે ઉપલબ્ધ રહેશે પરંતુ તમામ મેચોમાં ભાગ લે તેવી શક્યતા ઓછી : સંજુ સેમસનનો ટીમમાં પ્રવેશ થતા ધોનીના કાર્યભારમાં ઘટાડો થશે: ચેપૌક સ્ટેડિયમની હોમ મેચો પર રહેશે વિશેષ ધ્યાન, ઘૂંટણ અને પીઠની સમસ્યાઓને જોતા ફ્રેન્ચાઇઝી દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય10:59 PM IST
અમદાવાદમા ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કાંટાની ટક્કર સમી મેચની સૌથી રસપ્રદ વાત : બે સગા ભાઈઓ મોર્ને મોર્કેલ અને એલ્બી મોર્કેલ સામસામેની ટીમો માટે કરે છે રણનીતિ : મોર્ને મોર્કેલ હાલમાં ભારતીય ટીમના બોલિંગ કોચ તરીકે ગૌતમ ગંભીરના કોચિંગ સ્ટાફની મહત્ત્વની જવાબદારી : મોટા ભાઈ એલ્બી મોર્કેલ સાઉથ આફ્રિકાની ટીમમાં સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત12:07 PM IST
ભારત-દ.આફ્રિકા વચ્ચેની સુપર-8 મેચ અગાઉ અભ્યાસ સત્ર દરમિયાન અભિષેકે ટીમને એક એવી મટિવેશનલ સ્પીચ આપી કે જેને જોઈ કોચ ગૌતમ ગંભીર પણ તેનું હસવું રોકી ન શક્યો : ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં નિષ્ણાતો અભિષેક શર્માને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી માટે દાવેદાર માનતા હતા હાલમાં વિશ્વનો નંબર 1 T20 બેટ્સમેન હોવા છતાં તે આશ્ચર્યજનક છે કે તેણે આ વર્લ્ડ કપમાં એક પણ રન બનાવ્યો નથી11:35 AM IST
બોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર'ની ફીમેલ કાસ્ટ સાથેની કલ્પના: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણનો નવો અંદાજ વાયરલ : જુઓ વિડીયો : રણવીર સિંહના સ્થાને પ્રિયંકા ચોપરા અને અક્ષય ખન્નાના રોલમાં કાજોલ: ૧૩૦૦ કરોડની કમાણી કરનાર ફિલ્મની સ્ટારકાસ્ટમાં AI દ્વારા કરાયેલા ફેરફારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી8:59 PM IST
બોલિવૂડમાં ખળભળાટ: ‘ડોન ૩’ માંથી રણવીર સિંહ આઉટ? હવે ફરહાન અખ્તર પોતે જ બનશે નવો ‘ડોન’! શાહરૂખ ખાનના કમબેકની આશા પર ફેરવાયું પાણી : ફરહાન અને રણવીર વચ્ચેના વિવાદ બાદ પ્રોજેક્ટમાં મોટો વળાંક; એટલીના ડાયરેક્શન અને ઋતિક રોશનની એન્ટ્રીની અટકળો વચ્ચે ફરહાનના મુખ્ય રોલના અહેવાલે ચાહકોને ચોંકાવ્યા10:02 PM IST
અક્ષય કુમાર અને અરશદ વારસી અભિનીત કોમેડી ફિલ્મ જોલી LLB 3 નેટફ્લિક્સ પર ટ્રેન્ડિંગમાં : 2 કલાક, 37 મિનિટની કોમેડી ફિલ્મે OTT પ્લેટફોર્મ પર પ્રભુત્વ જમાવ્યું : પાંચ મહિનાથી ટોપ 10 માં સ્થાન : આ ફિલ્મ ગયા સપ્ટેમ્બરમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી સકારાત્મક સમીક્ષાઓ છતાં, તે નોંધપાત્ર કમાણી કરવામાં નિષ્ફળ ગઈ : કોઈમોઈના મતે, ₹120 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ₹117 કરોડની કમાણી કરી3:14 PM IST
























































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી














































































































































