<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

વડોદરાના હેરિટેજ ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ વચ્ચે ઝપાઝપી : વધુ એક વીડિયો સામે આવ્યો

ગરબા ગ્રાઉન્ડ પર અફરાતફરીનો માહોલ: બાઉન્સરોએ દોડી આવી બન્ને યુવકોનો છૂટા પાડી મામલો થાળે પાડ્યો

વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા આયોજિત લક્ષ્મી વિલાસ હેરિટેજ ગરબા યુવતીઓની સુરક્ષા, ગરબાના પાસ અને બાઉન્સરોની દાદાગીરી જેની ઘટનાઓના કારણે સતત વિવાદોમાં રહ્યો છે. એવામાં ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ વચ્ચે ઝપાઝપીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ગરબા ગ્રાઉન્ડમાં બ્લેક અને વ્હાઈટ ઝભ્ભો પહેરેલા બે ખેલૈયાઓ એકબીજા પર મુક્કાબાજી કરી રહ્યા છે. આ સમયે ગ્રાઉન્ડ ચણિયાચોળી પહેરેલી મહિલાઓ તેમજ અન્ય ખેલૈયાઓ પણ જોવા મળી રહ્યા છે.

આ દરમિયાન સ્ટેજ ઉપરથી ગાયક કલાકાર યુવતી 'દિલ તોડીને દગો કર્યો..જિંદગી મારી કરી નાંખી રમળ-ભમળ' ગીત ગાઈ રહી છે. આ સમયે જ બાઉન્સરો દોડી આવે છે અને બન્ને યુવકોનો છૂટા પાડે છે. આ ઘટનાના પગલે થોડા સમય માટે ગરબા ગ્રાઉન્ડ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, લક્ષ્મી વિલાસ હેરિટેજ ગરબા પ્રથમ દિવસથી મેનેજમેન્ટના ઠાગાઠેયાના કારણે વિવાદોમાં છે. એવામાં ગરબાની રમઝટ વચ્ચે ખેલૈયાઓ વચ્ચે છુટ્ટાહાથની મારમારીનો વીડિયો વાયરલ થતા મેનેજમેન્ટ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે.

(12:09 AM IST)