<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

રાજપીપળા દરબાર રોડ પર ગરબા દરમિયાન થયેલી બબાલમાં પાચ વિરૂદ્ધ ગુનો દાખલ

-ફરિયાદ કરનાર યુવાનને ગરબામાંથી બહાર બોલાવી માર મારી ઇજા કરનાર પાચ શખ્સો સામે ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં નવરાત્રીના ગરબા શાંતિપૂર્ણ રીતે પુરા થયા છે જેમાં પોલીસનો સિંહફાળો છે એમ કહી શકાય

રાજપીપળા દરબાર રોડ પર ચાલતા ગરબામાં કોઈક કારણોસર એક યુવાનને ચાલુ ગરબા માંથી કેટલાક શખ્શોએ  બહાર બોલાવી માર મારવાની ઘટના બનતા પાચ વિરૂદ્ધ ફરિયાદ થઈ છે
મળતી માહિતી અનુસાર હરનિશભાઈ વિક્રમભાઇ સોલંકી (અનુસુચિત જાતિ) ઉ.વ.૧૭ ધંધો.અભ્યાસ( રહે રાજપીપલા, સોલંકીવાસ, આરબ ટેકરા પાસે )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ પાર્થભાઇ કાછીયા (રહે. કાછીયાવાડ, રાજપીપલા) તથા તેની સાથે ગુફુભાઇ વસાવા તથા ભાવીકભાઇ વસાવા બન્ને રહે.જુનાકોટ, રાજપીપલા આ તમામ ગઈ તા.૦૯/૧૦/૨૦૨૪ ના રોજ રાત્રીના આશરે એકાદ વાગ્યાના અરસામા દરબાર રોડ ખાતે, જુની પોસ્ટ ઓફીસ પાસે તેમને બોલાવી જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી, ગાળાગાળી કરી સાથેના ગુરુભાઇ વસાવાએ તેના હાથમાના કડાથી તેમને માથાના પાછળના ભાગે તથા કપાળના ભાગે તથા ગળાની ડાબી બાજુ મારી નીચે પાડી સાથેના પાર્થભાઇ કાછીયા તથા ભાવીકભાઇ વસાવાએ ઢીકાપાટુનો માર મારી પાછળથી બીજા બે માણસો જેનુ નામ ખબર નથી તેઓ પણ દોડી આવી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી આપતા રાજપીપળા પોલીસે પાચ વિરૂદ્ધ એટ્રોસિટી સહિતની કલમો સાથે ગુનો દાખલ કર્યો છે

(10:23 PM IST)