News of Saturday, 12th October 2024
રાજપીપળાથી ફતેપુરા જતી એસટી બસ કેમ બંધ કરાઈ?: વેપારીઓ અને નોકરિયાતોથી ચિક્કાર થતી આ એસટીને સારી આવક મળવા છતાં બંધ કરવનો તઘલઘી નિર્ણય કેમ ?
દરરોજ સવારે લગભગ પાચ વાગે જતી આ બસ વાયા વડોદરા થઈ જતી હોવાથી વેપારી અને નોકરિયાત વર્ગ માટે ફાયદાકારક હતી છતાં બંધ કરી દેતા રોષ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લા ના એકમાત્ર વડા રાજપીપળા એસટી ડેપો માં સત્તાધીશો દ્વારા યોગ્ય સંચાલન નહિ થતું હોય એમ અવાર નવાર કોઈ ને કોઈ બૂમ સંભળાય છે અને વારંવાર શાળાના વિદ્યાર્થીઓ પણ ફરિયાદો કરવા છતાં નિકાલ નહિ આવતા આંદોલન કરતા હોય છે તેવામાં હાલમાં રાજપીપળાથી ફતેપુરા વાયા વડોદરા જતી એક્સપ્રેસ બસ ઘણા વર્ષોથી નિયમિત અને રેગ્યુલર ચાલતી હતી પરંતુ હાલમાં આ બસ અચાનક બંધ કરી દેતા આ બસમાં જતા વેપારીઓ અને નોકરિયાત વર્ગના મુસાફરો તકલીફ માં મુકાયા છે, આ બસ સવારે પાંચેક વાગે રાજપીપળાથી ઉપડતી હતી અને ત્યારબાદ જતી થરાદની બીજી બસ ડાયરેક્ટના મુસાફરોના બુકિંગના કારણે આખી બસ ફૂલ હોય અને બાકીના મુસાફરો ઊભા ઊભા પણ જતા હોવાથી આ બસ માં જવું મુશ્કેલ છે જેથી ફતેપુરા બસ પણ મુસાફરોથી ભરાઈ જતી અને એસટીને સારી આવક આપતી બસ હતી છતાં આ બસ બંધ કરવાનો તઘલખી નિર્ણય લઈ અધિકારીઓએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોવાની વાત મુસાફરોમાં ચર્ચાઈ છે.
જાણવા મળ્યા મુજબ બસની ઘટ હોવાથી ફતેપુરા રૂટ ની બસ બંધ કરી હોવાનું સંભળાઈ છે પરંતુ આ બાબત ખોટું બહાનું હોવાનું જણાય છે, વર્ષોથી ચાલતી આ રૂટની બસ અને તાજેતરમાં સરકારે આપેલી નવી ઘણી બસો હોવા છતાં બસની અછત ક્યાંથી આવી એ પણ સવાલ ઉઠ્યો છે. ડેપો મેનેજર ફતેપુરા રૂટ ની બસ તાત્કાલિક શરૂ કરે તેવી મુસાફરો ની માંગ છે.
બોક્ષ : આ મુદ્દે રાજપીપળા એસટી ડેપો ના મેનેજર કે.એચ. નાય એ જણાવ્યું કે હાલમાં થોડા સમય માટે શાળા, કોલેજ ની લોકલ ટ્રીપ એડજેસ્ટ કરવા માટે આ બસ બંધ કરવામાં આવી છે.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
