News of Sunday, 13th October 2024
અમદાવાદ મનપામાં ચોંકાવનારો કિસ્સો:કોર્પોરેટરના ત્રાસથી મધ્યઝોન આસિસ્ટન્ટ TDOએ આપ્યું રાજીનામું !
અધિકારીએ પત્રમાં ખાડિયા વોર્ડના કોર્પોરેટર ઉમંગ નાયક, પંકજ ભટ્ટ અને પૂર્વ કોર્પોરેટર મયુર દવે ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા

અમદાવાદ મનપામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નેતાઓના ત્રાસથી મધ્ય ઝોન આસિસ્ટન્ટ TDO તરીકે ફરજ બજવતા પુરુષોત્તમ સોલંકીએ રાજીનામું ધરી દીધું છે. આસિસ્ટન્ટ TDOએ ડેપ્યુટી મનપા કેમિશનરને પત્ર લખીને રાજીનામું સ્વિકારવા અનુરોધ કર્યો છે.
આ અધિકારીએ પત્રમાં ખાડિયા વોર્ડના કોર્પોરેટર ઉમંગ નાયક, પંકજ ભટ્ટ અને પૂર્વ કોર્પોરેટર મયુર દવે ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. દબાણ હટાવાવાની ઝૂંબેશ દરમિયાન જપ્ત કરાયેલો સામાન ચાર્જ લીધા વગર પરત આપવા માટે દબાણ કરાતું હોવાનો અધિકારીનો આરોપ છે.
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
