<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

નર્મદા જિલ્લામાં બેવડી ઋતુના કારણે વાયરલ ઇન્ફેક્શનના વધતા કેસોથી દવાખાનામાં દર્દીઓ ઉભરાયા

ચોમાસાનો વરસાદ અને ઉનાળા જેવી ગરમીની આ બેવડી ઋતું ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોને બિમાર કરે છે: દવાખાના અને સરકારી ખાનગી હોસ્પિટલોમાં બિમાર દર્દીઓની સંખ્યામાં વધારો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં હાલમાં ચાલી રહેલી બેવડી ઋતુંના કારણે વાયરલ ઇન્ફેશનના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે અને ખાનગી સરકારી હોસ્પિટલો કે દવાખાના દર્દીઓથી ચિક્કાર જોવા મળી રહ્યાં છે.

  હાલ ચોમાસું વિદાય થાય એમ છે છતાં છૂટોછવાયો વરસાદ પડે છે સાથે સાથે વરસાદ બંધ રહે ત્યારે ઉનાળા જેવી આકરી ગરમી પણ પડતી હોવાથી લોકો બીમાર પડી રહ્યા છે, આમ તો હવે શિયાળાની સીઝન આવનાર છે છતાં ચોમાસુ અને ઉનાળાનો અહેસાસ થાય એ બદલાતી ઋતું લોકોના સ્વાસ્થય માટે જોખમી કહી શકાય, રાજપીપળા માં આવેલા ખાનગી દવાખાના અને હોસ્પિટલોમાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓ વધુ જોવા મળ્યા છે.
    હાલમાં પૂર્ણ થયેલ નવરાત્રીમાં ગરબે ઘૂમવા ઉજાગરા કરતા ખેલૈયાઓ અને બેવડી ઋતુંના કારણે યુવા વર્ગ પણ બીમારીની લપેટ માં આવ્યું છે. ત્યારે  આરોગ્ય વિભાગ દ્વારા રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટર ખાતે બાળકો માટે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦ થી વધુ બાળકો નું નિદાન અને સારવાર કરવામાં આવી.


 

(1:54 PM IST)