News of Monday, 14th October 2024
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ મોરબીમાં 1671 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 41 યાર્ડમાં શું રહ્યો ભાવ? : જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 41 માર્કેટ યાર્ડમાં કુલ 4,347.49 ટન કપાસની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક ?

અમદાવાદ : નવા કપાસની આવક સાથે આજે ગુજરાતમાં વવિધ માર્કેટ યાર્ડમાં સારી એવી કપાસની આવક થઇ હતી. આજે ગુજરાતની 41 માર્કેટ યાર્ડમાં કુલ 4,347.49 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ મોરબી માર્કેટ યાર્ડમા 1671 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1660 રૂ. જ્યારે નીચો ભાવ 1350 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ઉનાવામાં 1668 રૂ., સિદ્ધપુરમાં 1655 રૂ., અમરેલીમાં 1645 રૂ., હળવદમાં 1634 રૂ., ગોંડલમાં 1611 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,347.49 ટન કપાસની આવક થઇ છે

(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
