News of Wednesday, 16th October 2024
વરસાદ વિરામ લેશે : આગામી 4 દિવસ 11 જિલ્લામાં હળવા વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના જિલ્લાઓમાં આગામી અઠવાડિયામાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી

અમદાવાદ :અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમની અસરથી ગુજરાતના વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસથી પલટો જોવા મળી રહ્યો છે. જોકે હજી વરસાદ પડવાનો બાકી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ 11 જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના જિલ્લાઓમાં આગામી અઠવાડિયામાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તથા સૌરાષ્ટ્ર અને કચ્છ રીજનમાં બે દિવસ છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડશે. તે બાદ પાંચ દિવસ વાતાવરણ સુકું રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં હળવા વરસાદ વરસી શકે છે. જેમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો આ વિસ્તારના 6 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદ વરસી શકે છે. જ્યારે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી.
હવામાન વિભાગના નિષ્ણાંત એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે ડીપ ડિપ્રેશનની સિસ્ટમ હવે ઓમાન બાજુ જતી રહી છે. જેથી હાલ ગુજરાતમાં આ સિસ્ટમની અસર નહીં પડે. તેમણે વધુમાં જણાવ્યું છે કે આજે અમદાવાદમાં 34.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જે સામાન્ય કરતાં નીચું નોંધાયું છે. આગામી ચારથી પાંચ દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે.
રાજ્યના 207 પૈકી 139 જળાશયો ઓવરફ્લો થયા છે કચ્છ-સૌરાષ્ટ્રના 106 ડેમ, તો મધ્ય ગુજરાતના 15 ડેમ છલોછલ ભરાઇ ચૂક્યા છે જ્યારે દક્ષિણ ગુજરાતના 12 અને ઉત્તર ગુજરાતના છ ડેમ સંપૂર્ણ ભરાય ગયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કપરાડામાં 3.8 ઇંચ વરસાદ નોંધાયો હતો. લોધીકામાં 1.5 ઇંચ, ડાંગમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે થાનગઢમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. ઉપરાંત અન્ય 31 તાલુકાઓમાં 1 MM થી લઇ 20 MM સુધી વરસાદ નોંધાયો છે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
