News of Wednesday, 16th October 2024
તા. ૨૭ ફેબ્રુઆરીથી ધો. ૧૦-૧૨ની પરીક્ષાનો પ્રારંભ
ગુજરાતના ૧૫ લાખથી વધુ પરીક્ષાર્થીઓ નોંધાશે : તા. ૧૩ માર્ચે પરીક્ષા પૂર્ણ

રાજકોટ તા. ૧૬ : છેલ્લા કેટલાક દિવસની ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સાથે સંકળાયેલા લાખો છાત્રો - શિક્ષકો જેની રાહ જોતા હતા તે ધો. ૧૦-૧૨ની પરીક્ષાનો કાર્યક્રમ ગઇકાલે સાંજે શિક્ષણ બોર્ડે જાહેર કર્યા છે.
સામાન્ય રીતે ધો. ૧૦-૧૨ની પરીક્ષા માર્ચ માસમાં લેવાતી હોય છે પરંતુ આ વર્ષ ૨૦૨૫માં શિક્ષણ બોર્ડની ધો. ૧૦-૧૨ની પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવાશે. ધો. ૧૦-૧૨ની પરીક્ષાનું પરિણામ વહેલુ જાહેર કરવા શિક્ષણ બોર્ડ ફેબ્રુઆરી માસમાં પરીક્ષા યોજી છે.
ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષા ૧૩ માર્ચે પૂર્ણ થશે. જ્યારે ઇજનેરી - ફાર્મસી અભ્યાસક્રમ માટે ગુજકેટની પરીક્ષા તા. ૨૩ માર્ચે લેવાશે.

(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
