<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

રાજ્‍યના ૩૫ તાલુકાઓમાં વરસાદ... કપરાડામાં ગાજવીજ સાથે વરસાદ : બે કલાકમાં ૩.૫ ઇંચ ખાબકતા ભારે નુકસાન

કપરાડામાં સીઝનનો કુલ ૧૪૭ ઇંચ, તો વાપીમાં ૧૨૮ ઇંચ વરસાદ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપી તા. ૧૬ : નવરાત્રી, દશેરાની વિદાય અને આસો માસનું પ્રથમ પખવાડિયું પૂર્ણ થઈ રહ્યું છે પણ મેઘરાજા જાણે હજુ વિદાય લેવાના મૂડમાં જણાતા નથી, ૧૬ જીલ્લાના ૩૫ તાલુકામાં હળવાથી ભારે માત્રામાં વરસાદ નોંધાયો છે.

વલસાડ જીલ્લાના કપરાડા અને વાપી પંથકમાં ગઈકાલે સાંજે અચાનક બદલાયેલ વાતાવરણ વચ્‍ચે ભારે પવન અને વાદળોનાં ગડગડાટ વચ્‍ચે વરસાદ તુટી પડતા ભારે નુકસાની થવા પામી છે.

અનેક જગ્‍યાએ વૃક્ષો તો ક્‍યાંક કાચા મકાનનાં છાપરા તુટી પડયા હતા એટલુ જ નહિ આ વરસાદને પગલે ડાંગરનાં પાકને પણ ભારે નુક્‍સાન થવા પામેલ છે, કપરાડામાં તો માત્ર ૨ કલાકમાં ૩.૫ ઈંચ જેટલો વરસાદ ખાબક્‍યો હતો જેને પગલે સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું, વાપીમાં પણ અડધા કલાકમાંમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

આ સીઝનમાં મેઘરાજા મન મૂકીને વરસતા ગુજરાતનાં ચેરાપુંજી સમાન કપરાડામાં સીઝનનો કુલ ૧૪૭ ઈંચ અને વાપીમાં ૧૨૮ ઈંચ સીઝનનો કુલ વરસાદ નોંધાયો છે.

 ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાક માં નોંધાયેલ વરસાદના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો... કપરાડા ૮૯ મિમી, આહવા ૨૪ મિમી, રાપર ૨૦ મિમી, વાપી ૧૯ મિમી, સુઈગામ ૧૭ મિમી, વલસાડ અને થરાદ ૧૩...૧૩... મિમી, તો દેગામ ૧૧ મિમી વરસાદ નોંધાયો છે. જયારે અન્‍ય ૨૪ તાલુકાઓમાં ૧ થી ૯ મિમી હળવો વરસાદ નોંધાયેલ છે

(12:32 PM IST)