<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

મધ્યાહન ભોજનના સુપરવાઈઝરની દિવાળી સુધરી ગઈ;માસિક વેતનમાં વધારો: સત્તાવાર પરિપત્ર જાહેર

કરાર આધારીત મધ્યાહન ભોજન સુપરવાઇઝરના માસીક વેતન રૂપિયા ૨૫ હજાર કરાયું, અગાઉ રૂપિયા 15 હજાર માસિક વેતન અપાતું હતું.

અમદાવાદ :મધ્યાહન ભોજનના સુપરવાઈઝરના માસિક વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. એમડીએમ સુપરવાઇઝરના વેતનમાં વધારો કરવામાં માટે અગાઉ દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યારે આ બાબતે સરકાર દ્વારા વધારો આપવામાં આવતા સુપરવાઇઝરોની દિવાળી સુધરી ગઇ હતી.

   શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં મધ્યાહન ભોજનના સુપરવાઈઝર ના માસિક વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં કરાર આધારીત મધ્યાહન ભોજન સુપરવાઇઝરના માસીક વેતન રૂપિયા ૨૫ હજાર કરવામાં આવ્યું છે. સુપરવાઇઝરને અગાઉ રૂપિયા 15 હજાર માસિક વેતન અપાતું હતું.

   શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં વધુ જણાવવામાં આવ્યુ છે કે મધ્યાહન ભોજન યોજનામાં તાલુકા કક્ષાએ ફરજ બજાવતા 11 માસના કરાર આધારિત એમડીએમ સુપરવાઇઝરનું માસિક વેતન રૂ.25000 કરવામાં આવ્યું છે. આ વધારાનો અમલ ઓક્ટોબર 2024થી કરવામાં આવશે

   આ પરિપત્ર જાહેર થતા રાજ્યના તમામ મધ્યાહન ભોજનના સુપરવાઇઝરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તમામ સુપરવાઇઝરોને 15 હજાર વેતન આપવામાં આવતુ હતું. ત્યારે હવે 10 હજારનો વધારો આવતા તમામ સુપરવાઇઝરોની દિવાળી સુધરી ગઇ હતી

(4:08 PM IST)