<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

ભાજપે વાવ બેઠક માટે 3 નિરીક્ષકની કરી નિમણુક: કાલે સવારે સેન્સ પ્રક્રિયા કરશે

પ્રદેશ ઉપાધ્યક્ષ જનક પટેલ ( બગદાણા ), અસારવા ધારાસભ્ય દર્શના વાઘેલા અને પ્રદેશ પ્રવકતા યમલ વ્યાસને પણ જવાબદારી

અમદાવાદ : બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારી આરંભી છે, તેવામાં ભાજપે વાવ બેઠક માટે 3 નિરીક્ષકની નિમણુક કરી છે. પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જનક પટેલ ( બગદાણા ), અસારવા ધારાસભ્ય દર્શના વાઘેલા અને પ્રદેશ પ્રવકતા યમલ વ્યાસને પણ જવાબદારી સોંપવામાં આવી છે. આવતીકાલે સવારે 11 વાગે સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. ઉમેદવાર પસંદગી માટે  નિરીક્ષક સેન્સ પ્રક્રિયા કરશે.

(1:41 PM IST)