તા. ૨૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ વદ – ૭ મંગળવાર
News of Wednesday, 16th October 2024
દિવાળીના તહેવારો પહેલા સસ્તા અનાજના કાર્ડ ધારકોને તેલ અને 1 કિલો ચણા તથા મગની દાળનું વિતરણ કરાશે
દિવાળીના તહેવારો પહેલા સસ્તા અનાજના કાર્ડ ધારકો માટે સારા સમાચાર

અમદાવાદ : દિવાળીના તહેવારો પહેલા સસ્તા અનાજના કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે. રાશન કાર્ડ ધારકોને ચણાની સાથે મગની દાળનું પણ વિતરણ કરવામાં આવશે. દિવાળીને ધ્યાને લઈ તેલ તેમજ 1 કિલો ચણા તથા મગની દાળનું વિતરણ કરવામાં આવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે રાજ્ય સરકારે કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને કર્મચારીઓને મળતા માસિક પગાર તેમજ પેન્શનર્સને પેન્શનની રકમની ચુકવણી એડવાન્સમાં કરાશે.
આ અંગે નાણાં વિભાગને આપેલા દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર માસની 23 થી 25 તારીખ દરમિયાન આ મહિનાના પગાર અને પેન્શનનું એડવાન્સ ચુકવણું કરવામાં આવશે. મુખ્યમંત્રી સમક્ષ વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મળેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ઓક્ટોબર-2024ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
