૫ લાખ કરોડનું ધોવાણ... ટ્રમ્પના રાજ્યાભિષેકને કારણે શેરબજારમાં કડાકો : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ કેનેડા અને મેક્સિકો પર ૨૫% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે આ કારણે આજે સ્થાનિક શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે : ઝોમેટોના શેર ૧૧% ઘટયા : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટ્સ, NTPC અને SBIના શેર લગભગ ૨% ઘટયા3:25 PM IST
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત : 16 ફેબ્રુઆરીએ ચૂંટણી : 18 ફેબ્રુઆરીએ મતગણતરી : રાજ્ય ચૂંટણી આયોગ કમિશનર એસ.મુરલીકૃષ્ણે પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખો જાહેર કરી: રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ડૉ. એસ. મુરલીક્રિષ્ણને જણાવ્યું છે કે, રાજ્યમાં જૂનાગઢ મહાનગર પાલિકા, 66 નગર પાલિકા, 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે. અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગર પાલિકાની 3 ખાલી પડેલ બેઠકની ચૂંટણી યોજાશે8:29 PM IST
ઉપવાસી દલ્લેવાલને શિફ્ટ કરાયા :હવે તેઓ સ્ટેજ પાસેના રૂમમાં જશે: ખેડૂત આગેવાનોએ માહિતી આપી : યુનાઇટેડ કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મઝદૂર મોરચાએ એક-એક નિવેદન જારી કરી કહ્યું કે ઉપવાસ પર રહેલા દલ્લેવાલને કુદરતી હવા અને પ્રકાશની જરૂર છે. ટ્રોલી મારફત બહાર લાવી તેમને સ્ટેજની નજીક બનાવવામાં આવી રહેલા રૂમમાં શિફ્ટ કરવામાં આવશે.12:26 AM IST
ગ્વાલિયરમાં ભાડુઆતની છોકરીને થાંભલા સાથે બાંધીને માર માર્યો :માતા પર પણ અત્યાચાર ગુજાર્યો : મધ્યપ્રદેશના ગ્વાલિયરના ડાબરા તાલુકામાં ઘર ખાલી કરવાના વિવાદમાં બુલિયન ટ્રેડર્સના કર્મચારીઓએ ભાડુઆતની છોકરીને થાંભલા સાથે બાંધીને માર માર્યો: તેની માતાને પણ માર માર્યો :બુલિયન વેપારીની પત્ની અને માતા-પુત્રી વચ્ચે ઝઘડો થયો હતો.12:15 AM IST
યુએસ સિટિઝનશિપ મેળવવું હવે આસાન નહીં: ટ્રમ્પ હવે જન્મસિદ્ધ નાગરિકતા કાયદો ખતમ કરશે : ભારતીયો પર શું અસર પડશે? : અમેરિકન ઈમિગ્રેશન પોલિસીમાં મોટો ફેરફાર થશે: અમેરિકામાં 48 લાખથી વધુ ભારતીયો રહે છે :અમેરિકામાં એવા લાખો બાળકોની નાગરિકતા પર અસર થશે જેમનો જન્મ ભલે અમેરિકામાં થયો હોય પરંતુ તેમના માતા-પિતા વર્ક વિઝા પર ત્યાં છે12:06 AM IST
દિલ્હીમાં ટ્રાફિક એડવાઈઝરી જારી: ફુલ ડ્રેસ રિહર્સલને કારણે આ રસ્તાઓ પર 'નો એન્ટ્રી' રહેશે નહીં : જાણો વૈકલ્પિક માર્ગ : પ્રજાસત્તાક દિવસની ઉજવણી પહેલા 23 જાન્યુઆરીએ યોજાનાર ફુલ ડ્રેસ રિહર્સલને કારણે દિલ્હીમાં ઘણા માર્ગો પર ટ્રાફિક પ્રતિબંધ રહેશે. સવારે 10.30 વાગ્યાથી વિજય ચોકથી લાલ કિલ્લા સુધીના રસ્તા પર વાહનવ્યવહાર બંધ રહેશે. 11:34 PM IST
બુલંદશહેરમાં બેટરી રિસાયક્લિંગ ફેક્ટરીમાં ગેસ લીક: બે કામદારોના મોત:પરિવારજનોએ હોબાળો મચાવ્યો :એક કરોડના વળતરની માંગ : બુલંદશહેરના ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત લિથિયમ બેટરી રિસાયક્લિંગ ફેક્ટરીમાં દુર્ઘટના :રસાયણોના મિશ્રણ દરમિયાન ગેસ છોડવાને કારણે બે કામદારોના મોત:પીડિતાના પરિવારજનો અને ગ્રામજનોએ ફેક્ટરીના ગેટ પર વિરોધ પ્રદર્શન કર્યું 9:20 PM IST
આગામી પાંચ વર્ષમાં 17 કરોડ નોકરીનો વધારો થશે :9.2 કરોડ નોકરીઓ સમાપ્ત થશે :ક્યાં સેક્ટરને થશે અસર? : WEF રિપોર્ટ : આગામી વર્ષોમાં નોકરીઓ પર ટેક્નોલોજીની નોંધપાત્ર અસર પડશે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, ગ્રીન ટ્રાન્ઝિશન અને ડેમોગ્રાફિક ચેન્જ પણ નોકરીઓ પર અસર કરશે: ડિજિટલ ક્રાંતિની દખલગીરીની અસર નોકરીઓ પર પડશે. 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે 22 ટકા નોકરીઓ પ્રભાવિત થશે.9:19 PM IST
આર.પી. રામાઃ અમેરિકી હોટેલ ઉદ્યોગના મહારથી : વિશ્વસ્તરે હોસ્પિટાલિટી ક્ષેત્રે ગુજરાતી પરિવારે ગૌરવ સ્થાપ્યું: JHM ગ્રુપ પાસે અમેરિકા-ભારતમાં ૩૬ હોટેલ્સ : આર.પી. રામા તથા તેના ચાર ભાઇઓએ સામ્રાજય સર્જયું: આર.પી.નો આફ્રિકામાં જન્મ, માતૃભૂમિ ગુજરાતમાં શિક્ષણ લીધું અને અમેરિકા કર્મભૂમિઃ ખેતી કરી, ટીચર બન્યા, બેંકમાં નોકરી કરી...અમેરિકામાં સામ્રાજય જમાવ્યું: સંઘર્ષથી સિધ્ધિની પ્રેરક અને રિયલ સ્ટોરી એટલે રમણ પ્રભુ (આર.પી.)3:12 PM IST
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પોતાના પત્ની સાથે મહાકુંભમાં ભાગ લેવા પ્રયાગરાજ પહોંચ્યા : મહાકુંભમાં આવેલા ભક્તો માટે પોતાના હાથે મહાપ્રસાદ બનાવ્યો : "કુંભ એ સેવાનું પવિત્ર સ્થળ , જ્યાં દરેક ભક્ત ભગવાનની સેવાના નામે ભાગ લે છે, મારું સદ્ભાગ્ય છે કે અમે ઇસ્કોનના સહયોગથી મહાકુંભમાં ભક્તો માટે 'મહાપ્રસાદ સેવા' શરૂ કરી રહ્યા છીએ." : જુઓ વિડિઓ : ગૌતમ અદાણી ગ્રુપે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન)ના સહયોગથી મહાપ્રસાદ સેવા શરૂ કરી છે, આ મહાપ્રસાદ સેવા મહાકુંભ સ્થળે 9 જાન્યુઆરીથી શરૂ થઈ છે અને 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે : ઇસ્કોન ગવર્નિંગ બોડી કમિશનના અધ્યક્ષ ગુરુ પ્રસાદ સ્વામીએ પણ મહાપ્રસાદમાં ગૌતમ અદાણી જૂથના સહકારની પ્રશંસા કરી3:28 PM IST
ભારતીય શેરબજારમાં રોકાણકારોને આશરે રૂ.7.5 લાખ કરોડનું નુકસાન : સેન્સેક્સ 1235 પોઇન્ટ ઘટ્યો, રોકાણકારોનું લોહી વહી ગયું : ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી અનિશ્ચિતતા વધી : BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ મૂડી આજે 21 જાન્યુઆરીએ ઘટીને રૂ. 424.11 લાખ કરોડ થઈ જે તેના અગાઉના ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવાર, જાન્યુઆરી 20ના રોજ રૂ. 431.59 લાખ કરોડ હતી4:53 PM IST
સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી સાત મહિના પહેલા ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યો હતો, તેણે પશ્ચિમ બંગાળના રહેવાસીના આધાર કાર્ડનો ઉપયોગ કરીને સિમ કાર્ડ મેળવ્યું હતું અને મુંબઈ પહોંચ્યો હતો : આરોપી સાત મહિના પહેલા ડોકી નદી પાર કરીને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યો હતો આ પછી તેણે પોતાનું નામ બદલીને બિજોય દાસ રાખ્યુ હતું4:51 PM IST
બેરોજગારો માટે મહાકુંભમાં મોટો અવસર : ૧૨ લાખ લોકોને રોજગાર મળશે : પરંપરાગત અને આધુનિક બંને પ્રકારના વ્યવસાયોમાં માળખાગત વિકાસ, ઇવેન્ટ મેનેજમેન્ટ, સુરક્ષા સેવાઓ, સ્થાનિક વ્યવસાયો, પર્યટન, મનોરંજન અને બાગાયત જેવા ક્ષેત્રો વળદ્ધિને વેગ આપી રહયા છે : ફક્ત પ્રવાસન અને આતિથ્ય ઉદ્યોગમાં જ લગભગ ૪.૫ લાખ કામચલાઉ નોકરીઓનું સર્જન થવાની ધારણા છે : આમાં હોટેલ સ્ટાફ, ટૂર ગાઇડ, કુલી, ટ્રાવેલ કન્સલ્ટન્ટ અને ઇવેન્ટ કોઓર્ડિનેટર જેવી ભૂમિકાઓનો સમાવેશ થાય છે9:45 AM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિની આગામી મુલાકાત માટે પ્રયાગરાજ મહાકુંભમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી : ગૃહમંત્રી અમિતભાઈ શાહ 27 જાન્યુઆરીએ મહાકુંભમાં ભાગ લેશે : સંગમ સ્નાન, ગંગા પૂજન અને અધિકારીઓ સાથે બેઠકનો સમાવેશ,ગૃહમંત્રીના આગમનને જોઈને પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ 4:24 PM IST
મારી દીકરીના લગ્ન માટે બોસ મને રજા નથી આપતા.. રેલવે કર્મચારીએ ઓફિસમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી : જયપુરમાં એક રેલ્વે કર્મચારીએ પોતાની ઓફિસમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધીઃ તેમણે એક સુસાઇડ નોટ પણ છોડી દીધી જેમાં તેમણે લખ્યું હતું કે તેઓ કામ પર થતી હેરાનગતિ અને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તેમની પુત્રીના લગ્ન માટે રજા ન આપવાને કારણે નાખુશ હતા3:50 PM IST
પ્રયાગરાજ મહાકુંભમા ધૂમ મચાવનાર મોનાલિસાને ફિલ્મ નિર્માતા સનોજ મિશ્રાએ આગામી ફિલ્મ "મણીપુરની ડાયરી"મા મુખ્ય ભૂમિકાની ઓફર કરી : મોનાલિસાની સુંદર આંખો અને હ્રદયસ્પર્શી સ્મિતએ લાખો લોકોનું ધ્યાન ખેંચ્યું હતું, જ્યારે તે ભીડ વચ્ચે માળા વેચતી કેમેરામાં કેદ થઈ ગઈ, ત્યારે તેની તસવીરો સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ ગઈ4:03 PM IST
કુંભમેળામાંથી જતી રહી ઇન્ટરનેટ સેન્સેશન મોનાલિસા : આંખો અને સુંદરતાને કારણે તે રાતોરાત સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગઇ હતી : જ્યાં જુઓ ત્યાં બસ એની સુંદરતાની જ ચર્ચા થઇ રહી હતી : મોનાલિસા જેવી ઘરેથી બહાર નીકળતી કે લોકોની ભીડથી ઘેરાઇ જતી હતી : આ જ કારણે તેને ડર લાગવા લાગ્યો અને કેટલાકોએ તો મોનાલિસાને મહાકુંભમાંથી ઉઠાવી જવાની ધમકી પણ આપી હતી10:17 AM IST
બાઇડન શાસનથી અમેરિકાને ખૂબ નુકસાનઃ રામા : મોદીજીએ વિશ્વમાં ભારતની આગવી ઇમેજ બનીઃ બાઇડેન નીતિથી અમેરિકામાં ઘુસણખોરો ઘુસ્યા... ગરીબી-ગુન્હાખોરીના દ્રશ્યોઃ ઇકોનોમી ખલાશઃ ટ્રમ્પ શાસન આશાસ્પદ ગુજરાતીઓ લીગલી અમેરિકા આવેઃ અમેરિકી જીવન કઠીન, કામ કરો તો જ ભોજન મળેઃ ભારત સોથી સલામત દેશઃ આમ પી. રામાએ પોતાના પુત્રોને ભારતમાં અભ્યાસ કરાવ્યો 10:32 AM IST
ભારતની મુલાકાત લઈને પાકિસ્તાન પરત ફરેલા અભિનેતાએ કહ્યું - ત્યાં ખુશી છે.. ત્યાં રંગ છે, કટ્ટરપંથીઓ ગુસ્સે થયા : પ્રખ્યાત પાકિસ્તાની ફેશન ડિઝાઇનર અને અભિનેતા દીપક પરવાનીએ ભારતના ભરપેટ વખાણ કર્યા: સોશિયલ મીડિયા પર તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ કેટલાક લોકો તેમના નિવેદન સાથે સહમત પણ છે.10:00 PM IST
ચાર વર્ષ પહેલા થયો હતો હુમલો : એ જ કેપિટલ બિલ્ડિંગમાં શપથ લેશે ડોનાલ્ડ ટ્રમ્પ : ચાર વર્ષ પહેલાં તેમના પોતાના સમર્થકોએ કેપિટોલ બિલ્ડિંગમાં હંગામો મચાવ્યો હતો જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે:ચૂંટણીમાં હાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ કેપિટોલ બિલ્ડિંગ પર હુમલો કર્યો: આજે બિડેને હુમલાની તપાસ કરનારાઓને રાષ્ટ્રપતિની માફી આપી દીધી10:35 PM IST
દુનિયામાં ફરી ડોનાલ્ડ ટ્રમ્પનો યુગ શરૂ :શું શેરબજાર તોડશે રોનાલ્ડ રીગનનો 40 વર્ષ જૂનો રેકોર્ડ? : ટ્રમ્પે નવા રાષ્ટ્રપતિ તરીકે પદના શપથ લીધા : એવું અનુમાન છે કે શેરબજાર માત્ર તે રેકોર્ડનું પુનરાવર્તન નહીં કરે પરંતુ તે રેકોર્ડને પણ તોડી શકે : અમેરિકન શેરબજાર બંધ રહેવાને કારણે તેની અસર જોવા મળી નથી,કાલે ચોક્કસ જાણી શકાશે.10:52 PM IST
પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શુભેચ્છા પાઠવી: કહ્યું-સાથે મળીને કામ કરશું, વિશ્વને સારું ભવિષ્ય આપશું : પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે ઐતિહાસિક શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન!12:15 AM IST

ખેડૂત આંદોલન......

કાર લોન્ચિંગ....

બચ કે રહેના.....

ખીચડી પાકી રહી.....

બરફની ચાદર.....

જાયે તો જાયે કહા.....
અકિલા સોશ્યિલ મીડિયાબિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સીટીની સ્ટાફ ભરતીમાં ST. SC. OBCને થયેલ અન્યાય મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાની રજૂઆત : અનુસુચિત જન જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના પુનઃ ચાલુ કરવા બાબતે પણ રજૂઆત: યુનિવર્સિટીની ભરતી માટે જે જાહેરાત પડી છે તેમાં એક પણ એસસી, એસટી અને ઓબીસી માટે જગ્યાની ફાળવણી કરવામાં આવી નથી: ચૈતર વસાવા10:06 PM IST
જીવનમાં સુખનો સૌથી મોટો આધાર શાંતિ છે અને શાંતિનો આધાર છે એકતા : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : તમામ લોકો એકતાના તાંતણે બંધાઈને, પરસ્પર ભાઈચારાથી રહીએ અને સમર્પણભાવથી એકબીજાના થઈએ તો ખૂબ સુંદર સમાજનું નિર્માણ કરી શકીએ:રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી6:42 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે બોપલ ખાતે AMC દ્વારા નવનિર્મિત ઑક્સિજન પાર્કનું લોકાર્પણ કરાયું : અમદાવાદ શહેરમાં ૩૧૯ ઓકસીજન પાર્ક અને ૩૦૩ ગાર્ડન તથા અર્બન ફોરેસ્ટ નિર્માણ થયા : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં મિશન મીલીયન ટ્રીઝ અભિયાન અંતર્ગત કુલ 75 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું 1:18 PM IST
માહિમ અને બાંદ્રા વચ્ચેના પુલ નંબર 20 પર કામને લઈને રેલવે વ્યવહાર પ્રભાવિત થશે : એબટમેન્ટના પુનર્નિર્માણ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે : 24/25/26 જાન્યુઆરીની મધ્યરાત્રિએ મુખ્ય બ્લોક લેવામાં આવશે : રેલવે વિભાગે મુસાફરોને આ ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા અપીલ કરી : મુંબઇ-હાપા ટ્રેન રદ કરાઈ જ્યારે અમદાવાદ દાદર અને પોરબંદર દાદર શોર્ટ ટર્મિનેટ કરાઈ 4:06 PM IST
હિમોફિલિયાના દર્દીઓને ગુજરાત સરકાર આપી રહી છે નિઃશુલ્ક સારવાર : રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં હિમોફિલિયાના દર્દીઓને ₹30,000ની કિંમતના 11,000થી વધુ ઇન્જેક્શન વિના મૂલ્યે આપવામાં આવ્યા :2012માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ હિમોફિલિયાના દર્દીઓને નિ:શુલ્ક ઇન્જેક્શન આપવાની શરૂઆત કર્યા બાદ વિકલાંગતાના કેસમાં થયો નોંધપાત્ર ઘટાડો : હાલ ગુજરાતમાં હિમોફિલિયાના 3000 દર્દીઓ, રાજ્યનું એકમાત્ર હિમોફિલિયા કેર સેન્ટર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર વિનામૂલ્યે ઇન્જેક્શન પ્રદાન કરી રહી છે3:03 PM IST
દેશભરની વિવિધ કોલેજોના વનસ્પતિ શાસ્ત્રના વિદ્યાર્થીઓનો સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના જંગલમાં ટ્રેકિંગ સાથે વન સંપદાને નજીકથી જાણવાનો અનેરો પ્રયાસ : બોટનીના વિદ્યાર્થીઓએ જંગલમાં ખાના-ખજાના સ્પર્ધા અને છોડ-વૃક્ષોની ઓળખ સાથે વિદ્યાર્થીઓએ વૃક્ષોના આબેહૂબ ચિત્રો પેપરમાં કંડાર્યા: બોટની ફેસ્ટમાં સહભાગી બનેલા વિદ્યાર્થીઓએ એકતાનગરના વેલી ઓફ ફ્લાવર્સ, મેઝ ગાર્ડન, જંગલ સફારીની મુલાકાત લઈ વિવિધ વનસ્પતિનો અભ્યાસ કર્યો10:07 PM IST
રાજ્ય સરકારની “મોબાઇલ મેડિકલ વાન યોજના” બની આશીર્વાદરૂપ : અત્યાર સુધીમાં ૩૧ લાખથી વધુ શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોએ યોજનાનો લાભ લીધો: બલવંતસિંહ રાજપુત : હાલમાં ૨૪ મોબાઇલ મેડિકલ વાન કાર્યરત જ્યારે વધુ નવી ૬ વાન શરૂ કરાશે : શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોને વિનામૂલ્યે મળી રહી છે પ્રાથમિક તબીબી તપાસ-સારવાર : શ્રમ અને રોજગાર મંત્રીનુ નિવેદન1:11 PM IST
સુરતમાં સાથે આપઘાત કરવાનું કહીને ત્રીજા માળે લઈ ગયો:પ્રેમિકા કૂદી ગઈ અને પ્રેમી હાથ છોડી ભાગી ગયો : અમરોલી વિસ્તારમાં રહેતી તરુણીને યુવાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો બાદમાં તેણે અન્ય યુવતી સાથે સગાઈ કરી:તરુણીને મળવા તેના ઘરે ગયો ત્યારે તરુણીને વાતોમાં ભોળવી સાથે આપઘાત કરવા ઉપર ગયો : તરુણી ત્રીજા માળેથી કૂદી તે સાથે યુવાન ત્યાંથી ભાગી ગયો1:21 PM IST
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના નવનિર્મિત ટર્મિનલનું ૯ ફેબ્રુઆરીએ લોકાર્પણ: ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેશનને હેન્ડલ કરવા માટે તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર : અદ્યતન ટર્મિનલમાં ૨૦ ચેક-ઇન કાઉન્ટર, ૭ બોર્ડિંગ ગેટ, ૫ કન્વેયર બેલ્ટની સુવિધા: એ-૩૨૧ પ્રકારના એરક્રાફ્ટને હેન્ડલ કરવા સક્ષમ, ૪ પાર્કિંગ બેઝને જોડતા એરોબ્રિજ: પીક અવર્સમાં ૨૮૦૦ પ્રવાસીઓને હેન્ડલ કરવાની ક્ષમતા: ઈમીગ્રેશન અને કસ્ટમ્સ કાઉન્ટર તૈયાર6:49 PM IST
સવા મહિના પહેલા લૂંટારાઓના હુમલામાં ઘાયલ ભગવતીપરાના હાર્દિક ઉર્ફ હિતેષ ચોહાણનું મોતઃ બનાવ ખૂનમાં પરિણમ્યો : ૧ ડીસેમ્બરની રાતે માતા પાસેથી ૨૦ રૂપિયા લઇ ઘર પાસે ફાકી ખાવા ગયો હતોઃ યાર્ડ વિસ્તારમાં લૂંટ કરીને આવેલા શખ્સોએ ફાકી માંગતા હાર્દિકે ન આપતાં છરી ભોંકી આંતરડા કાઢી નાંખ્યા હતાં: પોલીસે રાતોરાત સગીર સહિત ૪ને દબોચી લીધા હતાં11:12 AM IST
વોકહાર્ટ હોસ્પિટલમાં અત્યાધુનિક રેડીયેશન થેરાપી સેન્ટરનો પ્રારંભ : કેન્સર સામે લડતા દર્દીઓ માટે અસરકારક સારવાર ઉપલબ્ધઃ કેન્સર સામેની લડાઇ માટે વોકહાર્ટ પ્રતિબધ્ધઃ એમ.ડી.શ્રીમતી ઝહાબીયા ખોરાકીવાલા, સીઇઓ ડો.પરાગ રીંડાણી, ડો.રાહુલ મિશ્રા, ડો. હિમાંશુ કોયાણી સહિતનાની ઉપસ્થિતીમાં અદ્યતન રેડીયેશન થેરાપી સેન્ટરનો પ્રારંભ4:00 PM IST
રાજકોટમાં કાલ રઘુવંશીઓનો મહાકુંભ : મહાપ્રસાદનું મહાઆયોજન : લોહાણા સમાજના કુળદેવતા શહીદ વીરદાદા જશરાજજીના શૌર્ય દિન નિમિત્તે રેસકોર્સ મેદાનમાં તૈયારીઓનો ધમધમમાટ : આખરી ઓપ :રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાત જમણમાં આશીર્વાદ આપવા અને સહ પરિવાર પધારવા આમંત્રણ : વયોવૃદ્ધ, અશ્કત તેમજ દિવ્યાંગો માટે ખુરશી ટેબલની વ્યવસ્થા :રક્તદાન કેમ્પનું પણ આયોજન3:18 PM IST
વિશ્વસનીય એવી શ્રી પંચનાથ હોસ્પિટલનો પાંચમાં વર્ષમાં પ્રવેશ : છેલ્લા ચાર વર્ષ દરમયાન કુલ ૧૯૨૧૪૫૩ જેટલા દર્દીઓએ મુલાકાત લઇને હોસ્પિટલમાં નિદાન/ સારવાર કરવામાં આવેલ : ડાયગ્નોસ્ટિક વિભાગમાં માત્ર રૂા.૧૦માં એમ.બી.બી.એસ ડોકટર દ્વારા નિદાન તેમજ માત્ર રૂપિયા ૫૦માં ફિઝિશિયન, ગાયનેક, નાક ,કાન, ગળા,જનરલ સર્જન , બાળકોના ડોકટર, ચામડીના કેન્સર, આંખના ડોકટર, ઓર્થોપેડિક ડોકટર, કિડનીના ડોકટર દ્વારા નિદાન કરવામાં આવે છે : છેલ્લાં ચાર વર્ષમાં કુલ ૯૬૮૩ દર્દીઓ દાખલ થઇ અતી રાહત દરે સારવારનો લાભ લીધોઃ છેલ્લાં ચાર વર્ષમાં કુલ ૬૨૭૦ દર્દીઓ એ ઇમરજેંસી વિભાગમાં અને કુલ ૬૭૪૮ આંખના, ઓર્થોપેડીક, ગાયનેક, ન્યુરો, યુરોલોજીસ્ટ, જનરલ કાન નાક ગળાના ઓપરેશન થયેલ છે4:00 PM IST
સ્વરક્ષણ તાલીમ બ્લેક બેલ્ટ કોચીઝ દ્વારા જ અપાય છે : કોચ રણજીત ચૌહાણ : શ્રી નિર્ભયા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા ૧૯ જેટલા કોચ દ્વારા તેમની સામે થયેલા આક્ષેપોને પુરાવા સાથે નકારાયા : જામકંડોરણા અને જેતપુર તાલુકાની ૧૦૦ થી વધુ શાળાનો કોન્ટ્રેકટ આશરે ૯૦ લાખમાં અમને ટેન્ડર પ્રક્રિયા મુજબ અપાયો છે : કોઇ ગેરરીતી નથી : પાયા વિહોણા આક્ષેપો કરનાર જીતેન્દ્ર મારૂ, રોબીન કાસુન્દ્રાએ કોઇ ટેન્ડર પ્રક્રિયા કરી નથીઃ માત્રને માત્ર કરાટે સર્કલમાં મને નીચા દેખાડવાનું કારસ્તાન : કાયદાકીય પગલા લઇશ : રણજીત ચૌહાણ4:02 PM IST
મનપાની ફુડ શાખાનો સપાટોઃ મન્ચ્યુરીયન-પાસ્તા-ભાજી સહિત ર૧ કિલો અખાદ્ય ખોરાકનો નાશ : નગરજનો હજારો કિલો ચીકી આરોગી ગયા બાદ તંત્ર દ્વારા નમુના લેવાયા! : કેકેવી ચોક પાસેના પોમોસ પીઝા તથા વાગડ ચોકડીના રજની ઢોસામાં વાસી જથ્થો મળ્યોઃ કોટેચા ચોકના મીત રેસ્ટોરન્ટને હાઇજેનિક કન્ડીશન જાળવવા નોટીસ2:58 PM IST
સ્કૂલવેનના ચાલક સૈફ પઠાણે ૧૬ વર્ષની વિદ્યાર્થીની પર વારંવાર દૂષ્કર્મ આચર્યુઃ વિડીયો વાયરલ કરવાની ધમકી : જુઓ વિડિઓ : જગમાલભાઇ ખટાણા અને પ્રતાપસિંહ મોયાની બાતમી પરથી ઝડપાયો :બાળાના ફોનમાં વિડીયો મોકલ્યા તે પરિવારજનોએ જોતાં ઘટનાની જાણ થઇઃ બે હોટેલમાં લઇ જઇ દૂષ્કર્મ આચર્યુ હતું: મોટે ભાગે રવિવારે લઇ જતોઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી ઇસ્કોન મંદિર પાછળ રહેતાં આરોપીને સકંજામાં લીધોઃ જરૂર પડયે હોટેલ માલિકો સામે કાર્યવાહીઃ ડીસીપી જગદીશ બાંગરવા : શાળાએ મુકવા તેડવા જતો હોઇ બાળાને ફસાવી લીધી હતીઃ રવિવારે ફોનમાંથી વિડીયો, ફોટા મળ્યા અને ગઇકાલે બાળા ગૂમ થતાં પીઆઇ એચ. એન. પટેલ, પીએઅસાઇ મસાકપુત્રા અને ટીમની તુરંત કાર્યવાહી3:04 PM IST
રાજકોટ જેલમાં કેદી યુવરાજ મકવાણા કાચ ખાઇ ગયો3:19 PM IST
વિરાણી સ્કુલની જમીન અંગે પ્રોપર્ટી કાર્ડમાં કરેલ ખાનગી નોંધ રદ કરવાનો પ્રાંત અધિકારી ડો.ચાંદનીબેન પરમારનો હુકમ : વિરાણીને ફાળવેલ જમીન ‘નિયંત્રીત સત્તાપ્રકાર'ની હોવાનું વિદ્યાર્થીએ કલેકટરને ધ્યાન દોરતા સરકાર પણ પક્ષકાર બની હતી : વિરાણી સ્કુલનુ મેદાન વિદ્યાર્થીઓને રમવા માટે ખુલ્લુ કરે તેવી રજૂઆત કલેકટરશ્રી સમક્ષ કરવાનું ઠરાવવામાં આવ્યુઃ પ્રાંત અધિકારીના સરકાર તરફી ચુકાદાથી વિદ્યાર્થી સંગઠને રાજીપો વ્યકત કરી માનદ્ એડવોકેટ રવી ગોગીયાને બિરદાવેલ 3:13 PM IST
ચાલુ ટ્રેનમાં લપસી દરવાજા પાસે લટકી રહેલા મુંબઇના આધેડનો રેલ્વે એલસીબીના જવાને જીવ બચાવી લીધો :જુઓ વિડિઓ : જકશન રેલ્વે સ્ટેશને શ્વાસ થંભાવી દેતાં દ્રશ્યો સર્જાયાઃ પોલીસમેનને લોકોએ અધિકારીઓએ અભિનંદન પાઠવ્યા :મુંબઇના નરેન્દ્રભાઇ ભાનુશાળી જામનગર જતાં હતાઃ ટ્રેનમાંથી પટકાય એ પહેલા ખેંચીને પ્લેટફોર્મ તરફ ખેંચી લીધા, જો કે આધેડનો પગ ફસાઇ જતાં ગંભીર ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં3:59 PM IST
ભાવનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક : દેશી ગાયના ગૌમૂત્ર-ગોબર આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવે તો જમીનની ગુણવત્તામાં સુધારો થવાની સાથે મનુષ્યનું સ્વાસ્થ્ય પણ સુધરશે:રાસાયણિક ખેતી આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે નુકશાનકારક છે: ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે 'રાષ્ટ્રીય મિશન' બની ગયું છે :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : ભાવનગરમાં ૪૧,૨૫૭ એકરમાં ૫૦,૬૩૬ લોકોએ પ્રાકૃતિક ખેતી અપનાવી7:29 PM IST
જોડીયાના કેશીયા પાસે ટ્રેકટર-કાર વચ્ચે ટક્કરઃ ર ના મોત. : ટ્રેક્ટર પલટી મારી જતાં વ્હીલના પતરા પર બેઠેલા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું પાણીની ટાંકી નીચે દબાઈ જતાં ઘટના સ્થળેજ કરુણ મળત્યુઃ ટ્રેકટર સાથે અથડાઈ પડેલી કારના ચાલક કેશીયા ગામની હાઈસ્કૂલના સરકારી કર્મચારીનો પણ ભોગ લેવાયોઃ ર માસની પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવી3:51 PM IST
કાલે ભુપેન્દ્રભાઇ પટેલ પાટડીમાં 11:56 AM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
ઈરાને અમેરિકા સમક્ષ અત્યંત શક્તિશાળી શરતો મૂકીને મોટો ધડાકો કર્યો છે કે જો વોશિંગ્ટન તેમની માંગણીઓ સ્વીકારી લે તો આગામી ૪૮ જ કલાકની અંદર વ્યુહાત્મક રીતે અતિ-મહત્વની હોર્મુઝની સમુદ્રધુની ને ખુલ્લી મૂકવા ઈરાન તૈયાર છે:જેને પગલે વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભયાનક સનસનાટી : વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના ભયાનક વાદળો વચ્ચે ઈરાનની આ ધમાકેદાર શરતી ઓફરથી અમેરિકી પ્રશાસન અને પશ્ચિમી દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ઔષધીય ગુણોથી ભરપૂર છે લીલીછમ કોબી6:08 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST














































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

































































































































































































































