News of Thursday, 17th October 2024
મહેસાણાના ઊંઝામાંથી 74 લાખની કિંમતનું શંકાસ્પદ બનાવટી જીરું-વરિયાળીનો જથ્થો જપ્ત
એલસીબી પોલીસે દાસજ રોડ ગંગાપૂરા પાસે ફેકટરી અને ગોડાઉન ઉપર દરોડા પાડીને 74 લાખની કિંમતનું શંકાસ્પદ બનાવટી જીરું-વરિયાળીનો જથ્થો જપ્ત કર્યું

મહેસાણાના ઊંઝામાંથી 74 લાખની કિંમતનું શંકાસ્પદ બનાવટી જીરું-વરિયાળીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મહેસાણા એલસીબી પોલીસે દાસજ રોડ ગંગાપૂરા પાસે ફેકટરી અને ગોડાઉન ઉપર દરોડા પાડીને 74 લાખની કિંમતનું શંકાસ્પદ બનાવટી જીરું-વરિયાળીનો જથ્થો જપ્ત કર્યું છે.
સૂકી વરિયાળી પર ચડાવવામાં આવતો હતો કલર. ભૂખરી વરિયાળીને લીલીછમ બનાવી કરાતું હતું સરસ મજાનું પેકિંગ. ખરાબ ક્વોલિટી વાળા જીરું પર ગોળની રસી અને પાવડર ચડાવીને નવા જેવુ કરવામાં આવતુ હતું.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને FSL વિભાગે ફેકટરીમાંથી જીરુ અને વરિયાળીના સેમ્પલ લીધા છે. જેની ચકાસણી બાદ સામે આવશે બધી વિગતો. પોલીસે સ્થળ પરથી 85 બોરી શંકાસ્પદ બનાવટી જીરું, 1615 બોરી શંકાસ્પદ બનાવટી વરિયાળી, 809 બોરી વરિયાળી નું ભૂસુ, 7 બોરી ભૂખરો પાવડર અને ગોળની રસી ભરેલ 1 બેરલ સહીત કુલ 74,08,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
