News of Thursday, 17th October 2024
ઇકો ઝોનથી ખેડૂતો ગુલામ બનશે :હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ ખુલ્લીને વિરોધમાં સુર પુરાવ્યો
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ ઈકો ઝોનનો ખુલ્લીને વિરોધ કર્યો:તેમના મતે આ ઈકો ઝોનથી ખેડૂતો હેરાન થશે અને ખેડૂતોએ ગુલામી કરવી પડશે. નાની નાની વાતે મંજૂરી લેવી પડશે સાથે મંજૂરીમાં વાર લાગશે તો ભ્રષ્ટાચાર થવાની સંભાવના વ્યક્ત કરી

અમદાવાદ : કેન્દ્ર સરકાર દ્વારા જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 જેટલા ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સામેલ કરવાને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેના અસરગ્રસ્ત ગામના લોકો, ખેડૂતો, ગ્રામ પંચાયતો તેમજ રાજકીય આગેવાનો ખુલીને વિરોધ કરી રહ્યા છે. ઈકો ઝોનને નાબુદ કરવા માટે ગામે-ગામ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ ઈકો ઝોનનો ખુલ્લીને વિરોધ કર્યો છે. તેમના મતે આ ઈકો ઝોનથી ખેડૂતો હેરાન થશે અને ખેડૂતોએ ગુલામી કરવી પડશે. નાની નાની વાતે મંજૂરી લેવી પડશે સાથે મંજૂરીમાં વાર લાગશે તો ભ્રષ્ટાચાર પણ આમાં થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે આ કાયદો હટાવવાની માંગ પણ કરી છે.
ઈકો ઝોન અમલીકરણનો પરેશ ગોસ્વામીએ શા માટે વિરોધ નોંધાવ્યો છે તેના કારણો આ મુજબ છે
આપણા બાપ-દાદાની જમનીના દસ્તાવેજ 7/12 માં ઈકો ઝોનની એન્ટ્રીને ચલાવી ન લેવાય.
ઈકો ઝોનની જમીનને બિન ખેતી કરી શકાશે નહીં જેનાથી જમીનના વર્તમાન ભાવ ઘટનાની સંભાવના છે.
ઈકો ઝોન આવે તો તે જમીનમાં કુવો કે બોર કરવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરમિશન લેવી જોઈએ. સમય પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નક્કી કરશે.
ચોમાસા દરમિયાન વાડીનો રસ્તો ધોવાઈ જાય તો તેને સમારકામ કરવા માટે પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવી પડશે.
આપણી જમીનમાં કોઈ નડતરરૂપ વૃક્ષને કાપવા માટે પણ મંજૂરી લેવી પડશે.
નડતરરૂપ વીજ પોલને ફેરવવા માટે પણ તમારે ફોરેસ્ટની મંજૂરી લેવી પડશે.
વાડીએ જવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નિયમ મુજબ વાહન લઈ જઈ શકાશે.
તમારે વાડી વિસ્તારમાં બાંધકામ કરવા માટે પણ મંજૂરી લેવી પડશે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
