લોકો શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકે છેઃ બેંકો બરબાદ થશે : આરબીઆઈ ગવર્નર બેંકોમાં ઘટતી ડિપોઝીટ પર ચિંતા વ્યક્ત કરી : બેંકોની લોન ગ્રોથ વધી રહી છે અને થાપણો ઘટી રહી છે.લોકો બેંકોમાં પૈસા જમા કરાવવાને બદલે અન્ય જગ્યાએ રોકાણ કરી રહ્યા છે મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. ૨૧,૦૦૦ કરોડથી વધુનું રોકાણ3:18 PM IST
ન્યૂજર્સીમાં સંતરામ ભક્ત સમાજ અમેરિકા દ્વારા ગુરુપૂર્ણિમા 31મોં વાર્ષિકોત્સવ ઉજવાયો : ભજન સંગીતનો કાર્યક્રમ -સત્સંગમાં 1100 જેટલા ભક્તોની ઉપસ્થિતિ : નડિયાદથી ટેલિફોન દ્વારા પ્રાતઃ સ્મરણીય પ,પૂ,શ્રી રામદાસજી મહારાજશ્રીના શુભાશિષ પ્રાપ્ત થયા ધન્યતા અનુભવી : ભક્તો માટે મહાપ્રસાદ અને બપોરના અલ્પાહારની વ્યવસ્થા12:39 AM IST
જો મહિલાઓને પ્રોપર્ટી પર અધિકાર અપાય તો સમસ્યા શા માટે થાય છે ?: સ્મૃતિ ઈરાની : સ્મૃતિ ઈરાનીએ વકફ બિલ પર વિપક્ષના વિરોધ પર આકરા પ્રહારો કર્યા:સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે એ કહેવું ખોટું છે કે આ બધું ચૂંટણી માટે કરવામાં આવી રહ્યું છે. જ્યાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યાં જ આ લાગુ થશે. આ સમગ્ર દેશમાં લાગુ થશે12:02 AM IST
દેશના લાખો લોકોને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીથી બચાવો : સુ્પ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજી દાખલ : અરજીમાં સુપ્રીમને પેકેજ્ડ ફૂડ પર ફ્રન્ટ-ઓફ-પેકેજ ચેતવણી લેબલ્સ (એફઓપીએલ) ફરજિયાતપણે લાગુ કરવા જણાવ્યું : કંપનીઓ તેમના ફૂડ પેકેજ્ડ પર સુગર અને ફેટની માહિતી આપે તેમને તેનો આદેશ આપવામાં આવે તેવી માંગ11:31 PM IST
પત્ની પાસે પાણી માંગતા તેનું માથું ઈંટથી ફાડી નાખ્યું : પોલીસ સામે મૃતદેહ પર બેસીને તેનું ભેજું બહાર કાઢ્યું : રોજાના હથૌડા ગામમાં પતિ સત્યપાલે પત્ની સાવિત્રી પાસે પાણી માંગતા બંને વચ્ચે ઝઘડો થયો :ગુસ્સામાં સાવિત્રીએ સત્યપાલના માથા પર ઈંટ વડે હુમલો કરી મારી નાખ્યો :હત્યા બાદ સાવિત્રીએ સત્યપાલની ખોપરી કાઢીને પોલીસની સામે ફેંકી દીધી 8:42 PM IST
વક્ફ બોર્ડ શું છે, તેની રચના ક્યારે થઈ હતી ?:હવે આ બાબતે આટલો હોબાળો કેમ ?: જાણો 10 મહત્વના પ્રશ્નો અને જવાબો : વકફ સુધારા બિલને લઈને દેશભરમાં રાજકીય ગરમાવો:સરકાર અને વિપક્ષ આમને-સામને :જાણો આ વિવાદ શા માટે ઉભો થયો, વકફ શું છે, વકફ બોર્ડ શું છે અને તેમાં સભ્યો કોણ છે. દેશમાં કેટલા વક્ફ બોર્ડ છે? તેઓ કયા કાયદા હેઠળ રચાય છે? બોર્ડ પાસે કેટલી મિલકત છે?7:03 PM IST
ભારત સરકાર દ્વારા ફ્રી સિલાઈ મશીન સ્કીમ અંતર્ગત દરેક રાજ્યમાં 50,000 મહિલાઓને વિનામૂલ્ય સિલાઈ મશીન આપવાની જોગવાઈ : યોજનાનો મુખ્ય ધ્યેય મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવનો : પ્રધાનમંત્રી સિલાઈ મશીન યોજના ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસમાં કાર્યરત : આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓ ફ્રી સિલાઈ મશીન યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે4:32 PM IST
વકફ સુધારા બિલને લઈને સંસદમાં અખિલેશ અને અમિતભાઇ શાહ વચ્ચે જોરદાર ચર્ચા : સપા પ્રમુખના સવાલ પર ગૃહમંત્રીએ પલટવાર કર્યો SPએ વકફ એમેન્ડમેન્ટ બિલનો વિરોધ કર્યો : અખિલેશ યાદવે વકફ બોર્ડની મિલકત ન વેચવાની ગેરંટી માંગી : અમિતભાઈ શાહે સપા પ્રમુખના સવાલનો જવાબ આપ્યો : કેન્દ્રીય લઘુમતી અને કાયદા પ્રધાન કિરેન રિજિજુએ ગુરુવારે લોકસભામાં વક્ફ સુધારા બિલની રજૂઆત દરમિયાન વિપક્ષે હોબાળો મચાવ્યો : કોંગ્રેસે કહ્યું કે આ બિલ અધિકારો પર હુમલો છે4:10 PM IST
જો તમારી આવકવેરા રિફંડ પ્રક્રિયા લાંબા સમયથી અટવાયેલી હોય, તો તમારે રિફંડ-રી-ઇશ્યૂ ફાઇલ કરવો જોઈએ આ પછી પણ જો ટેક્સ રિફંડની રકમ ન મળે તો તમે વિભાગને ફરિયાદ કરી શકો છો : આવકવેરા વિભાગ તમને ITR રિફંડ આપે છે જ્યારે તમે પહેલાથી જ ટેક્સની રકમ જમા કરાવી હોય અને તે રકમ કર જવાબદારી કરતાં વધુ હોય આવકવેરા વિભાગ દ્વારા આકારણી સમયે મંજૂર તમામ કપાત અને મુક્તિને ધ્યાનમાં લીધા પછી કર જવાબદારીની ગણતરી કરવામાં આવે છે4:12 PM IST
રાહુલ ગાંધી સહિત ૭ સાંસદોને કેરીઓ મોકલી : પાકિસ્તાનની ‘મેંગો ડિપ્લોમસી' : ભાજપે દાવો કર્યો છે કે વિપક્ષી નેતા રાહુલ ગાંધી ઉપરાંત પાકિસ્તાન હાઈ કમિશનમાંથી કેરીઓ મેળવનારાઓમાં શશિ થરૂર અને સમાજવાદી પાર્ટીના સાંસદો મોહિબુલ્લા નદવી, ઝિયા ઉર રહેમાન બર્ક, અફઝલ અંસારી, ઈકરા ચૌધરી અને કપિલ સિબ્બલનો સમાવેશ થાય છે9:57 AM IST
KISS આપો, હાજરી પૂર્વની ચિંતા ખતમ :કોલેજ મેનેજર અને મહિલા શિક્ષકનો અશ્લીલ હરકતનો વિડિઓ વાયરલ : જૌનપુરમાં કોલેજના મેનેજર અને મહિલા પ્રિન્સિપાલનો ઓફિસમાં મસ્તી કરતા વીડિયો વાયરલ થયા બાદ હવે ઉન્નાવની કોલેજમાં મહિલા શિક્ષક સાથે મેનેજરનું અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ થયો :મેનેજર રજાના બદલામાં મહિલા શિક્ષક પાસેથી KISS માંગી રહ્યો છે.1:10 PM IST
હું બહુ દુઃખી છું', જગદીપ ધનખર ખુરશી છોડીને ચાલ્યા ગયા :વિનેશ ફોગાટ મુદ્દે રાજ્યસભામાં હંગામો : રાજ્યસભામાં મહિલા રેસલર વિનેશ ફોગટનો મુદ્દો ઉઠાવતા જ સંસદમાં હોબાળો થયો:વિપક્ષે ઘણા પ્રશ્નો ઉઠાવ્યા જેના કારણે અધ્યક્ષ જગદીપ ધનખર ખૂબ નારાજ થઈ ગયા:ખડગેએ કહ્યું કે સરકારે વિનેશના મામલામાં કંઈ કર્યું નથી.1:16 PM IST
‘‘પ્રેમ ના ફુલો''૧૪૨ 10:57 AM IST
રાતોરાત વજન ઘટાડવાની કોશિશ કરી: વાળ પણ કાપ્યા : વિનેશ કેમ ફેલ થઈ: જાણો ડોકટરે શું કહ્યું ?રાતોરાત વજન ઘટાડવાની કોશિશ કરી: વાળ પણ કાપ્યા : વિનેશ કેમ ફેલ થઈ: જાણો ડોકટરે શું કહ્યું ? : ચીફ મેડિકલ ઓફિસર ડૉ. દિનશા પૌડીવાલાએ સમજાવ્યું છે કે શા માટે વિનેશ ફોગાટ 50kg મહિલા ફ્રી સ્ટાઇલ કુસ્તીની ફાઇનલમાં ક્વોલિફાય ન થઈ શકી10:29 PM IST
.jpg)
દેશી કલા
.jpg)
આક્રોશ....
.jpg)
પૂર્વતૈયારી......
.jpg)
વિરોધ પ્રદર્શન
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાત સાયન્સ સિટી અને રીજીયોનલ સાયન્સ સેંટર્સ (RSC)ની એક્સપોઝીટરી વિઝિટની ઔપચારિક રીતે શરુઆત : ગુજકોસ્ટની અનોખી પહેલ દ્વારા 1,17,000 થી વધુ વિદ્યાર્થીઓને ગુજરાત સાયન્સ સિટી અને રીજીયોનલ સાયન્સ સેંટર્સ (RSCs)ની મુલાકાત લેવાની તક મળશે:ગ્રામ્ય અને અંતરિયાળ તાલુકાના વિદ્યાર્થીઓને પાટણ , ભુજ , ભાવનગર અને રાજકોટ ખાતે RSC અને ગુજરાત સાયન્સ સિટીની વૈજ્ઞાનિક ગેલેરીઓ જોવાની તક મળશે.9:20 PM IST
ભૂપેન્દ્રભાઈ પટેલે ધરની અગાસીમાં તિરંગો લહેરાવીને રાજ્યમાં "હર ઘર તિરંગા" અભિયાનનો પ્રારંભ કરાવ્યો : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ૮મી થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાશે : મુખ્યમંત્રીની ઉપસ્થિતિમા રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન10:51 AM IST
અમદાવાદથી ૪૦ વર્ષના પરણેલા પ્રેમી સાથે ભાગી રાજકોટમાં રહેતી ૨૧ વર્ષની પ્રગતિ દાતણીયાનું ભેદી સંજોગોમાં મોત : મનોજ ડાભી સાથે સાધુ વાસવાણી રોડ પર ભાડાના મકાનમાં રહેતી હતીઃ પ્રેમી મનોજે કહ્યું-વધુ પડતું બ્લીડીંગ થઇ ગયું હતું: મોતનું કારણ જાણવા યુનિવર્સિટી પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું12:08 PM IST
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની કોઇ ચેતવણી નહીં, છૂટોછવાયો ઝરમર વરસાદ વરસશે : હવામાન વિભાગની આગાહી : 9 અને 10 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર,જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં હળવો વરસાદ પડશે5:00 PM IST
૧૨ મકાન, ૪ પ્લોટ, ૩ કાર અને ૪ બાઇક સહિત કરોડોની મિલકત વ્યાજખોરો પાસેથી પરત અપાવ્યા બાદ પાસામાં સદી નોંધાવનાર અનુપમસિંહ ગેહલોતનો વધુ એક સપાટો : સામાન્ય પ્રજાને પીડનાર વ્યાજખોરો સાવધાનઃ એક દિવસમાં ૫ાંચને પાસામાં પૂરી, લોકોને જાહેરમાં આપેલ વચન નિભાવતા સુરત સીપી અહી ફૂલ સ્ટોપ નહિ, માત્ર અલ્પવિરામ છે, રાત-દિવસ જે બ્રાન્ચ ધણધમી રહી છે તેના સુકાની PCB પીઆઇ આર.એસ.સુવેરા અકિલા સમક્ષ આખા ગુજરાતમાં વાયરલ ઝુંબેશ અંગે રસપ્રદ વિગતો વર્ણવે છે.3:24 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગરીબ કલ્યાણનું અવિરત લક્ષ્ય સાકાર થશે : રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની 14મી કડી આગામી સપ્ટેમ્બર-2024માં યોજાશે : પ્રત્યેક જિલ્લામાં એક એમ 33 ગરીબ કલ્યાણ મેળાઓના આયોજનથી 125 કરોડ રૂપિયાની ગુણવત્તાયુક્ત કીટ્સનું લાભાર્થીઓને પ્રત્યક્ષ વિતરણ થશે :4:26 PM IST
અમદાવાદથી ૪૦ વર્ષના પરણેલા પ્રેમી સાથે ભાગી રાજકોટમાં રહેતી ૨૧ વર્ષની પ્રગતિ દાતણીયાનું બ્લીડીંગ થયા બાદ મોત : મનોજ ડાભી સાથે સાધુ વાસવાણી રોડ પર ભાડાના મકાનમાં રહેતી હતીઃ પ્રેમી મનોજે કહ્યું-વધુ પડતું બ્લીડીંગ થઇ ગયું હતું: મોતનું કારણ જાણવા યુનિવર્સિટી પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાતાં બિમારીથી મૃત્યુ થયાનું ખુલ્યું3:21 PM IST
ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સ્પોની ૧૭મી આવૃત્તિ : નવીનતા, ટેકનોલોજી અને નોલેજ-શેરિંગને સમર્પિત : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતે ત્રિદિવસીય ૧૭માં ફાર્માટેક અને લેબ ટેક એક્ષ્પો-૨૦૨૪નો શુભારંભ : ભારતના ‘‘ફાર્મા હબ’’ ગુજરાતમાં નવીન શોધ અને રોકાણની વધુ તકો ઉપલબ્ધ કરાવશે : આંખના કોન્ટેક્ટ લેન્સ અને હ્રદયના સ્ટેન્ટ બનાવવામાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત અગ્રેસર :- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ :તા. ૮ થી ૧૦ ઓગસ્ટ ૨૦૨૪ સુધી યોજાનાર એક્ષ્પોમાં ૪૦૦ થી વધુ પ્રદર્શકો પોતાના ઉત્પાદનો- મશીનરી રજૂ કરશે : એક્ષ્પોમાં વિવિધ આફ્રિકન દેશના ઉદ્યોગ સાહસિકો ભાગ લેશે : ૨૫૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં આયોજિત એક્ષ્પોની અંદાજે ૨૦,૦૦૦થી વધુ ફાર્મા ક્ષેત્રના સાહસિકો-વિદ્યાર્થીઓ મુલાકાત લેશે3:09 PM IST
અમદાવાદના 7 મુખ્ય એન્ટ્રી પોઈન્ટ પર અલગ-અલગ થીમવાળા ગેટ બનાવવામાં આવશે: રેસ્ટોરાં, ગાર્ડન અને કેફે પણ બનાવાશે : ડિઝાઈન ફાઈનલ થયા પછી આ ગેટનું કામ શરૂ કરાશે :AMC દ્વારા એક-એક ગેટ માટે અંદાજે 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે:સનાથલ પાસે સૌરાષ્ટ્રની થીમ, તપોવન સર્કલ પર ઉત્તર ગુજરાતની થીમવાળા ગેટ બને એવી શક્યતા11:14 AM IST
નેત્રંગના ફુલવાડી ગામે વીજ કંપનીનું સબસ્ટેશન બનાવાનો વિવાદ ચરમસીમાએ : ગ્રામ.પંચાયતમાં ખોટા ઠરાવો કરીને જમીનને ફાળવણી કરાઇ છે : ધારાસભ્ય ચૈતર વસાવા:ચૈતર વસાવા ડેડીયાપાડાના મતદારોની ચિંતા કરે,ઝઘડીયાની ચિંતા કરવા માટે હું બેઠો છું : ધારાસભ્ય રિતેશભાઇ વસાવા:ફુલવાડી ગ્રામજનોએ નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો12:49 AM IST
જમીનના સ્વાસ્થ્ય અને પર્યાવરણના રક્ષણ માટે પરંપરાગત યુરીયાના સ્થાને નેનો યુરીયા શ્રેષ્ઠ વિકલ્પ : દાણાદાર યુરિયાની સાપેક્ષે નેનો યુરિયાની કાર્યક્ષમતા ૯૦ ટકાથી વધુ; નેનો યુરિયાની એક બોટલ (500 ML) દાણાદાર યુરિયાની એક થેલી (45 KG)ની ગરજ સારે છે : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ : નેનો યુરીયાના ઉપયોગને પ્રોત્સાહિત કરવા રૂ. ૪૫ કરોડની જોગવાઈ સાથે આ વર્ષે નવી યોજના અમલમાં મૂકાઈ : નેનો યુરિયાની ખરીદી પર ખેડૂતોને પ્રતિ હેકટર વધુમાં વધુ રૂ. ૭૫૦ની મર્યાદામાં સીધી ખરીદ કિંમત પર મળશે સહાય : આ વર્ષે નેનો યુરિયાની ૪૫ લાખ બોટલ પર ખેડૂતોને મળશે સહાય4:33 PM IST
ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં ખૂટતી જરૂરિયાતો પૂર્ણ કરી રહ્યું છે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) : પીએમ જનમન હેઠળ આદિમજૂથના 7 હજારથી વધુ લાભાર્થીઓને આવાસ સહાય મંજૂર કરવામાં આવી, 12 હજારથી વધુ લાભાર્થીઓને પીએમ જન-ધન યોજનાનો લાભ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં વસતા પરિવારોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરવા મટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) હેઠળ રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા વિવિધ પ્રકારની કામગીરી : રાજ્યમાં આદિમજૂથના ફળિયા અને ગામોમાં 39 મલ્ટીપર્પઝ સેન્ટરો સ્થાપિત કરવા માટે ₹23.40 કરોડની સહાય ભારત સરકાર દ્વારા મંજૂર3:07 PM IST
કાલે ૯ ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ” – બાળકો અને માતાઓની આરોગ્ય સુખાકારી : વર્ષ ૨૦૨૩-૨૪ માં રાજ્યના ૧૪ આદિજાતી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં ૪.૩૩ લાખ સગર્ભાઓનું એન્ટીનેટલ કેર(ANC) માટે રજીસ્ટ્રેશન કરાયું : જે પૈકી ૩.૯૪ સગર્ભાઓની સફળ પ્રસુતિ થઇ : જનની સુરક્ષા યોજના અંતર્ગત કુલ ૧.૨૩ લાખ લાભાર્થીઓને DBT મારફતે સહાય ચૂકવાઇ : વર્ષ ૨૦૨૩-૨૪ માં કુલ ૫.૦૬ લાખ બાળકોનું સફળ રસીકરણ કરાયું : શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં ૦ થી ૧૮ વર્ષના ૬૨.૯૦ લાખ બાળકોનું નિ:શુલ્ક હેલ્થ સ્ક્રીનીંગ કરાયું4:07 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC)ના 'સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર MSME'નું લોન્ચિંગ કર્યુ : ગુજરાતમાં ૧૯.૮૦ લાખ રજિસ્ટર્ડ MSME કાર્યરત છે, MSME અર્થતંત્રની કરોડરજ્જુ સમાન : વડાપ્રધાન નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં રાજ્યમાં ઉદ્યોગો માટેની વિવિધ સેવાઓની ગુણવત્તા સુધરી છે : ગુજરાત ઉદ્યોગની સ્થાપના માટે પ્રથમ પસંદગી બન્યું છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : IACCનું 'સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર MSME' ભારત અને અમેરિકાના ઔદ્યોગિક સંબંધોને વધુ મજબૂત બનાવશે : ગુજરાતમાં ઉદ્યોગોના વિકાસ માટે સરકાર જવાબદારીપૂર્વક પ્રયત્નશીલ છે3:10 PM IST
રાજયપાલને મળતા શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીંડોર10:56 AM IST
આગામી ર૦ ઓગષ્ટથી રાજકોટ શહેર-જીલ્લામાં મતદાર યાદી સુધારણા સંદર્ભે ડોર ટુ ડોર સર્વેઃ ૧૮ ઓકટોબર સુધી ચાલશે : ૧૯ ઓકટોબરથી ફોર્મ ચકાસણીઃ ર૯ ઓકટોબરથી દાવા-વાંધાઓનો નિકાલઃ ૬ જાન્યુ.-ર૦રપના રોજ ફાઇનલ યાદી પ્રસિધ્ધ થશે... : ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશના પ રાજયોને બાદ કરતા તમામ રાજયો માટે કાર્યક્રમ જાહેર કર્યો...3:23 PM IST
રાજકોટનાં રાજવી લાખાજીરાજ પ્રજા સાથે જોડાયેલા હતા : બ્રિટીશ સલ્તનત સાથે તેઓ જોડાયા ન્હોતા : આઝાદી પૂર્વે સ્વાતંત્ર્ય સૈનિકોની લડતનો ઇતિહાસ : શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયનું ‘પથેર દાબી' પુસ્તક લોકોમાં ખૂબ જ લોકપ્રિય બનીઃ સરોજિની નાયડુ કવયિત્રી હતા અને લડતમાં સક્રિય હતા અને જેલમાં પણ જવું પડ્યું.રાજકોટનાં રાજવી લાખાજીરાજ પ્રજાનાં પ્રશ્નો માટે સતત જાગળત રહ્યા હતા3:58 PM IST
લોકમેળામાં નિયમોમાં કોઇ ફેરફાર નહિં થાયઃ જાહેર હિતમાં રાઇડ સંચાલકો હરરાજીમાં ભાગ લ્યે તેવી કલેકટરની અપીલ : રાઇડ માલીકોનો બહિષ્કાર યથાવતઃ બપોરે બાદ રેસકોર્સમાં ભેગા થશે પણ હરરાજીમાં સંભવતઃ નહિં જાય... રાઇડ માલીકો કહે છે...તંત્ર નિયમો હળવા કરેઃ રાઇડ વગર ગરીબ-મધ્યમ વર્ગ પણ ભારે નારાજ થશે આકરા નિયમોને કારણે આજે બપોરે સુરેન્દ્રનગરમાં પણ હરરાજી અટકી પડીઃ ગામે ગામ વિરોધ4:36 PM IST
મેંગો માર્કેટ પાછળ આવેલી કરોડોની કિંમતની જમીનના ચાલતા વિવાદ વચ્ચે સીસીટીવી કેમેરા ચોરાયાની ફરિયાદ : સોના ચાંદીના વેપારી અને જમીનના ભાગીદાર મખસુખભાઇ તલસાણીયાએ મયુર રૂપારેલીયા સહિત ત્રણ વિરૂધ્ધ બી-ડિવીઝનમાં ફરિયાદ નોંધાવીઃ જમીન ખાતે હાજર વ્યક્તિને પુરી દઇ ધમકાવ્યાનો આરોપ : અગાઉ મનસુખભાઇ તલસાણીયા સહિત સાત ભાગીદારો વિરૂધ્ધ મુળ જમીન માલિક દિલીપભાઇ મકવાણાએ ફ્રોડની બબ્બે લેખિત ફરિયાદો કરી હતી3:19 PM IST
શહેર ભાજપ દ્વારા શનિવારે તિરંગા યાત્રા4:01 PM IST
માનવ કદના અપૂજીત ‘નારાનાગ' શિવલીંગની પૂજા કરવાથી બાર જ્યોતિર્લિંગની પૂજા કરવા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે : કાશ્મીરના દુર્ગમ, અજાણ સ્થળ ‘‘નારાનાગ''ના મહત્વને સૌપ્રથમ અકિલા દૈનિકે ઉજાગર કરેલ :બરફાચ્છાદિત પર્વતો, હરીયાળી વનરાઇ અને ધસમસતા પ્રવાહ સાથે વહેતી ગંગાબલ (સિંધુ) નદીના કિનારે ‘નારાનાગ' શિવ મંદિરનું મહત્વ અમરનાથ યાત્રા જેટલુ અને જેવું જ મનાય :‘નારાનાગ' મંદિર કાશ્મીરના પુરાતત્વ વિભાગ દ્વારા સુરક્ષિત કરવામાં આવેલ છે2:48 PM IST
પેડક રોડ અલ્કા પાર્કમાં બી-ડિવીઝન પોલીસનો દરોડોઃ ‘સ્કોચ'ની ૧૦૬ બોટલો સાથે મુંબઇનો શખ્સ પકડાયો : પીઆઇ એસ. એમ. જાડેજા અને ટીમે અનિલ ગુર્જરને પકડયોઃ સપ્લાયરનું નામ ખોલાવવા પુછતાછ ડાકવડલાથી કનકનગરના બુટલેગર સંજયને કારમાં દારૂ ભરી આપવા આવેલા સુરેશ મેરને ક્રાઇમ બ્રાંચે પકડયો પીઆઇ એમ. આર. ગોંડલીયાની ટીમની કાર્યવાહીઃ વિજયરાજસિંહ, વિજય મેતા અને કુલદિપસિંહની બાતમી3:18 PM IST
ટેન્કરે બાઇકને ઉલાળતાં માધાપર ચોકડીએ રહેતાં ભાસ્કરભાઇ મુંગરાનું માથું છુંદાઇ જતાં મોતઃ હેલ્મેટનો બૂકડો બોલી ગયો : ગોંડલ રોડ ચોકડી નુરાનીપરા નજીક સવારના પ્હોરમાં જીવલેણ અકસ્માત : શાપર કંપનીમાં નોકરીએ જતી વખતે બનાવઃ ટેન્કર મુકી ચાલક ભાગી ગયોઃ આધારસ્તંભ દિકરાના મોતથી મુંગરા પરિવારમાં શોકની કાલીમા3:23 PM IST
પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની માનહાનીના કેસમાં કોંગ્રેસના ત્રણ આગેવાનો સામે વોરંટ કાઢવા આદેશ : કોંગ્રેસના ચાર આગેવાનો સામે થયેલ ફરિયાદની કાર્યવાહી દરમિયાન પ્લી નોંધવા આરોપીઓ હાજર નહિ થતાં ગાંધીનગર કોર્ટ દ્વારા વોરંટ કાઢવાનો હુકમ : સહારાની જમીનના હેતુફેર મામલે રૂપાણી સામે કોંગી આગેવાનોએ જાહેરમાં બદનક્ષી કરતા રૂપાણી દ્વારા કોર્ટમાં ફરિયાદ થયેલ હતી12:11 PM IST
અમિતાભ બચ્ચનની અદાકારી સાથેની ગુજરાતી ફિલ્મ ‘ફકત પુરૂષો માટે' ૨૩ મીએ થશે રીલીઝ : અમદાવાદની પોળના માહોલને જીવંત બનાવતી ફિલ્મ : યશ સોની, મિત્ર ગઢવી, એશા કંસારા મુખ્ય ભુમિકામાં : પિતૃલોકની વાતો સાથે પારિવારિક ઘટનાઓ ફિલ્મને ચોટદાર બનાવે છે : ‘જાદુ.. જાદુ' સહીત ચાર ગીતો : ટ્રેલરને જોરદાર પ્રતિસાદ2:48 PM IST
દેવભૂમિ દ્વારકા જિલ્લાની પ્રાકૃતિક સંપદામાં ઉમેરાયું વધુ એક મોરપંખ : દેવભૂમિ દ્વારકા જિલ્લાને દ્વિતીય સાંસ્કૃતિક વન "હરસિદ્ધિ વન"ની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : એક પેડ મા કે નામ અભિયાન વેગવંતુ બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ક્રિષ્ન વડ વૃક્ષનું વૃક્ષારોપણ કરી પ્રકૃતિની મહત્તાનો આપ્યો પ્રેરક સંદેશો : શ્રી કૃષ્ણ ઉપવન, આયુષવન, વન કવચ, સેલ્ફી પોન્ટ,ગઝેબો, ગૂગલ વન સહિતની સુવિધાઓ બનશે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર6:42 PM IST
જામનગર જિલ્લામાં નાયબ પશુપાલન નિયામકની કચેરી દ્વારા કર્મચારીઓ માટે તાલીમ સત્રનું આયોજન કરાયું : આગામી સપ્ટેમ્બર માસથી ડિસેમ્બર માસ દરમિયાન જિલ્લામાં પશુધનની ગણતરી કરવામાં આવશે : પાંચ વર્ષ પહેલા થયેલી ગણતરીમાં ગ્રામ્યમાં 1.51 લાખથી વધુ અને શહેરમાં 1.98 લાખ મળીને જિલ્લામાં 3.50 લાખ ઘરોનું સર્વેક્ષણ કરાયુ'તુ : જિલ્લામાં સૌથી વધુ 2.14 લાખથી વધુ ઘેટા, 1.62 લાખથી વધુ ભેંસ, 1.43 લાખથી વધુ મરઘા, 1.39 લાખથી વધુ ગાય, 1.30 લાખથી વધુ બકરા, 25856 નિરાશ્રિત ગાય, 24158 નિરાશ્રિત શ્વાન, 1115 ઊંટ, 681 ઘોડા, 239 સસલા, 57 ગધેડા અને 53 ડુક્કર સહિત 8.42 લાખ પશુઓની નોંધણી કરવામાં આવી હતી3:33 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ તીર્થસ્થળ હર્ષદ ખાતે હરસિદ્ધિ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી : રાજ્યની પ્રજાના લોક કલ્યાણની કામના કરતા મુખ્યમંત્રી : આ તકે મુખ્યમંત્રીનુ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા, પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળીયા , ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, વન વિભાગના અગ્ર સચિવ સંજીવકુમાર, કલેકટર જી.ટી.પંડ્યા સહિતના દ્વારા સ્વાગત6:45 PM IST
ધ્રોલના મોટા ઇટાળામાં સાઇટ પર ચેકીંગમાં ગયેલા આરએનબીના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર પર કોન્ટ્રાક્ટરનો જીવલેણ હુમલો : બ્રિજના કામમાં સિમેન્ટ નિયમ મુજબ વાપરો તેવું કહેતા મામલો ઉગ્ર બન્યો કોન્ટ્રાક્ટરને સમજાવવા જતાં ઉશ્કેરાયેલા કોન્ટ્રાક્ટરે ઇજનેર મારમાર્યોઃ બાંધકામના કોન્ટ્રાક્ટર અને તેના અન્ય છ સાગરીતો સામે હુમલો કરી હત્યા પ્રયાસ અંગે તેમજ ફરજમાં રૂકાવટ અંગે ધ્રોલ પોલીસ મથકમાં ગુનો નોંધાવાયો 10:33 AM IST
૧૨મીએ મોરબી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાઃ જિલ્લાવાસીઓને જોડાવા કલેકટરની અપીલ : મોરબી જિલ્લામાં તા. ૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા' ૧૨ ઓગસ્ટે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા, જિલ્લાવાસીઓને જોડાવા આમંત્રણઃ તિરંગા યાત્રા, રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત તિરંગા માટે બલિદાન આપનાર શૂરવીરોને શ્રધ્ધાંજલી અપાશે10:03 AM IST
જામનગર જિલ્લામાં સ્વાતંત્ર્ય દિન, રક્ષાબંધન, જન્માષ્ટમી, સવંતસરીના તહેવારોને અનુલક્ષીને હથિયારબંધી જાહેર કરવામાં આવી : કોઈપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી, શારીરિક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ પ્રકારના સાધન, કોઇપણ પ્રકારના ક્ષયકારી અને સ્ફોટક દારૂગોળો જેવા પદાર્થો, પથ્થરો અને ફેંકી શકાય તેવી વસ્તુઓ સહિત તમામ પ્રવૃતિઓ કરવા પર જાહેરનામામાં પ્રતિબંધ 3:34 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
ચમકીલા રંગ અને મોટી ચાંચવાળુ પક્ષી ટૂકૈન3:55 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST



















































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી





























































































































































































































































