News of Thursday, 17th October 2024
દિવાળીના આડે થોડા દિવસ છતા ચોમાસુ પુરૂ થતુ નથી : દરરોજ વરસતો વરસાદ
છેલ્લા ૨૪ કલાકમાં ૪૧ તાલુકામાં વરસ્યો : સૌથી વધુ કોટડાસાંગાણીમાં ૨ ઇંચ

અમદાવાદ, તા.૧૭: ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૧ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ત્યારે સૌથી વધુ વરસાદ રાજકોટના કોટડા સાંગાણીમાં ૨ ઈંચ જેટલો ખાબકયો છે. ત્યારે જાણો કયાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૪૧ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ત્યારે સૌથી વધુ વરસાદ રાજકોટના કોટડા સાંગાણીમાં ૨ ઈંચ જેટલો ખાબકયો છે. ૧૧ તાલુકામાં ૧ ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.
આજની હવામાન વિભાગની આગાહી પ્રમાણે, કચ્છ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.(૨૩.૧૮)
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
