<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

વડોદરામાં રાજમહેલ રોડ સ્થિત ગરબા મહોત્સવમાં એક યુવક વિદેશી દારૂની બોટલની વેશભૂષા કરી ગરબે ઘૂમતો જોવા મળ્યો : વીડિયો વાયરલ થતાં ગરબાના ખેલૈયાઓમાં ચર્ચાનો વિષય

માતાજીના ગરબા રમતી વખતે દારૂની જાહેરાત કરવી કેટલી યોગ્ય ? લોકોએ ભારે સવાલ ઉઠાવ્યા : પગલા ભરવા માંગ

વડોદરા તા.૧૭ :શરદપૂર્ણિમા નિમિત્તે બુધવારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજમહેલ રોડ સ્થિત ગરબા મહોત્સવમાં એક યુવક વિદેશી દારૂની બોટલની વેશભૂષા કરી ગરબે ઘૂમતો જોવા હતો.  જેનો વીડિયો આજે વાયરલ થતાં ગરબાના ખેલૈયાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

શરદ પૂર્ણિમાની ઉજવણી નિમિત્તે વડોદરાના રાજમહેલ રોડ જૂની કાછિયા પોળ કોઠી ફળિયા યુવક મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક યુવાન વ્હિસ્કીની બોટલ બનીને ગરબે ઘૂમતો જોવા મળ્યો હતો. માતાજીના ગરબાની રમઝટ વચ્ચે દારૂની જાહેરાત કરવામાં આવી હોય તે પ્રમાણેની વેશભૂષા કરવામાં આવતા ગરબાના ખેલૈયાઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો કે માતાજીના ગરબાના નામે દારૂની જાહેરાત કરવી કેટલી યોગ્ય છે. 

શરદ પૂર્ણિમા નિમિત્તે યોજાયેલા માતાજીના ગરબામાં આબાલવૃદ્ધ સૌ કોઈ અલગ-અલગ વેશભૂષા કરી ગરબે ઘૂમ્યા હતા, પરંતુ આ એક યુવક દારૂની બોટલ સાથેની વેશભૂષા કરી ગરબે ઘૂમતા શંકર ભગવાન કે પછી માતાજીની વેશભૂષા જેવા અન્ય ગરબાના ખેલૈયાઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

 

(3:47 PM IST)