<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદા શાખાને આઉટસ્ટેન્ડિંગ બ્લડ ડોનેશન એકટીવિટીસ ઈન ડીસ્ટ્રીકટ બ્રાન્ચના વિજેતા તરીકે ઘોષિત કરાયા

આગામી વર્ષ 2025ને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદા જિલ્લા શાખા રક્તદાન વર્ષ -2025 તરીકે ઉજવશે:ચેરપર્સન અને ધારાસભ્ય નાંદોદ ડો.દર્શનાબેન દેશમુખ.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાની એક માત્ર રેડક્રોસની બ્લડ બેન્ક કે જે એક લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરમાં કાર્યરત બ્લડ બેંક છે.તેને આઉટસ્ટેન્ડિંગ બ્લડ ડોનેશન એકટીવિટીસ ઈન ડીસ્ટ્રીકટ બ્રાન્ચના વિજેતા તરીકે ઘોષિત કરવામાં આવ્યા, જેનો એવોર્ડ જિલ્લા હોદ્દેદારો વતી રેડક્રોસ રાજપીપલાના મંત્રી જયેશ દોશીએ સ્વીકાર્યો હતો. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજય પટેલે આ એવોર્ડ આપી સત્કાર્યા હતા.

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાની વાર્ષિક સાધારણ સભા રાજભવનમાં યોજાઈ હતી.આ પ્રસંગે ઉપસ્થિત રેડક્રોસ ગુજરાત રાજ્યના પ્રમુખ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે રેડક્રોસના  આગેવાનો માનવીય કર્તવ્યનું પાલન કરીને આ લોક અને પરલોક બંનેને ઉન્નત કરી રહ્યા છે.  
  નર્મદા જિલ્લા શાખાને મળેલ એક લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરમાં કાર્યરત બ્લડ બેંકને આઉટસ્ટેન્ડિંગ બ્લડ ડોનેશન એકટીવિટીસ ઈન ડીસ્ટ્રીકટ બ્રાન્ચના એવોર્ડ બદલ શાખાના ચેરપર્સન અને ધારાસભ્ય નાંદોદ ડો.દર્શનાબેન દેશમુખે રેડક્રોસ ભવન રાજપીપલા ખાતે રેડક્રોસમાં કાર્યરત કર્મચારીઓ અને ટ્રસ્ટી ગણને આ સિદ્ધિ માટે અભિનંદન આપ્યા હતા.આગામી વર્ષ 2025 ને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદા જિલ્લા શાખા રક્તદાન વર્ષ -2025 તરીકે ઉજવશે. હવે આ બ્લડ બેન્કમાં રક્તના ઘટકો પણ મળે તે માટેના પ્રયત્નો છે.સાથે જ બ્લડ બેંકના પટાંગણમાંજ એક જેનરિક મેડિકલ સ્ટોર પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે

(12:47 AM IST)