News of Friday, 18th October 2024
ભદામ ટેકરા પાસે ખેડા ડેપોની એસટી બસ રોડની સાઈડમાં ઉતરી જતાં મુસાફરોનો આબાદ બચાવ
ખેડાથી રાજપીપળા થઈ અમદાવાદ જતાં એક બાઈક ચાલકને બચાવવા જતાં આ ઘટનામાં મુસાફરોના જીવ અધ્ધર થયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં ભદામ ગામના ટેકરા પાસે ખેડા ડેપોની એક બસ રોડની સાઈડમાં ઉતરી જતા અંદર બેઠેલા મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો જોકે કોઈને કઈ નુકશાન કે ઇજા થઈ ન હતી
મળતી વિગતો અનુસાર ખેડાથી વાયા રાજપીપળા થઈ અમદાવાદ તરફ જતી ખેડા ડેપોની એક બસ રાજપીપળાથી ઉપડ્યા બાદ ભદામ ગામના ટેકરા પાસે પહોંચતા સામેથી પૂરપાટ આવતા એક બાઈક ચાલક ને બસ ચાલક બચાવવા જતા બસ રોડ ની સાઇડ માં આવેલા તળાવ પાસે ઉતરી પડી હતી સદનસીબે બસ તળાવ માં ખાબકી ન હતી પરંતુ અચાનક આવી ઘટના બનતા અંદર બેઠેલા મુસાફરો ના જીવ અધ્ધર થઈ ગયા હતા. આ ઘટના માં કોઈને કંઈ થયું નથી.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
