News of Friday, 18th October 2024
વન વિભાગમાં ૭૨ આરએફઓની બઢતી સાથે બદલી

ગાંધીનગર તા.૧૮: વન અને પર્યાવરણ વિભાગ દ્વારા મદદનીશ વન સંરક્ષક વર્ગ-૨ ત્રણ અધિકારીઓને બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ ૨માં ફરજ બજાવતા ૭૨ અધિકારીઓને મદદનીશ વન સંરક્ષક વર્ગ-૨ની જગ્યા પર બઢતી આપવામાં આવી છે.
આ વિભાગના નિયંત્રણ હેઠળના પરિક્ષેત્ર વન અધિકારી, વર્ગ-૨, પે મેટ્રીક્ષ લેવલ-૭માં ફરજ બજાવતા ૭૨ અધિકારીઓને મદદનીશ વન સંરક્ષક, વર્ગ-૨ને જગ્યા પર બઢતી આપવામાં આવી છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
