
પ્રસૂતિની પીડાથી મહિલા કણસતી રહી :અધિકારીએ રજા આપવાની ના પાડી: બાળકનું ગર્ભમાં જ મૃત્યુ થયું : પ્રિયદર્શિનીએ આરોપ લગાવ્યો છે કે સીડીપીઓ સ્નેહલતા સાહુએ તેની સાથે અમાનવીય વર્તન કર્યું જેના કારણે તેણીએ સાત મહિનાની ગર્ભાવસ્થા ગુમાવી દીધી: પીડિત પ્રિયદર્શિનીએ પોતાની સાથે બનેલી ઘટના અંગે જિલ્લાના ડીએમ અને એસપીને લેખિત ફરિયાદ આપી1:19 AM IST
દારૂના નશામાં ધૂત પુત્રએ વૃદ્ધ અંધ માતા પર પેટ્રોલ રેડીને જીવતી સળગાવી: સંભાળ બાબતે ઘરમાં ઝઘડા થતા હતા. : બાલાગાંવ, હરદામાં, એક નશામાં ધૂત પુત્રએ તેની અંધ માતા પર પેટ્રોલ રેડ્યું અને તેને આગ લગાવી દીધી. વૃદ્ધ મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી અને ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામી 11:54 PM IST
એક જ પરિવારના ત્રણ હાથીઓના કરંટ લાગવાથી મોત : શ્રદ્ધાંજલિ આપવા હાથીઓના ટોળા ઉમટયા : મરનારા ત્રણેય હાથીઓ પર 11KVનો વીજળીનો તાર તૂટી પડ્યો જેના કારણે ઘટનાસ્થળ પર જ ત્રણેય હાથીઓના તડપીને મોત થયા : ડ્રોનથી પેટ્રોલિંગ કરતી વખતે વન વિભાગને જાણ થઈ: અધિકારીઓએ મરનારા હાથીઓની જગ્યા પાસે ખાડો ખોદીને ત્યાં જ દાટ્યા11:22 PM IST
અખનૂર એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા: કાશ્મીરમાં મોટા હુમલાની યોજના બનાવતા હતા : આતંકવાદીઓ પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) જૂથના સભ્યો હતા: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માંથી ઘૂસણખોરી કરી:જપ્ત કરાયેલા વાયરલેસ સેટે જૈશ-એ-મોહમ્મદ સાથે તેના જોડાણની પુષ્ટિ કરી 10:05 PM IST
સીએમ યોગીએ પ્રથમ દીપોત્સવને યાદ કર્યો: અયોધ્યામાં મળેલ પરાજયની વેદના તેમના ભાષણમાં છલકાઈ ઉઠી : સીએમ યોગીએ અયોધ્યાથી ભાજપના ઉમેદવારની હારનું દર્દ વ્યક્ત કર્યું અને કહ્યું કે ભાજપની ડબલ એન્જિન સરકારે અયોધ્યા માટે કરેલા વચનો પૂરા કર્યા છે. સીએમ યોગીએ વધુમાં કહ્યું કે માતા સીતાની અગ્નિપરીક્ષાનું વારંવાર પુનરાવર્તન ન થવું જોઈએ.9:19 PM IST
ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ નિવૃત્ત થતા પહેલા મદરેસા સહિતના પાંચ મહત્ત્વના કેસમાં ચુકાદો આપશે. : CJI ચંદ્રચૂડની ખંડપીઠે 4 થી 8 નવેમ્બર દરમિયાન ઘણા મોટા કેસમાં પોતાનો ચુકાદો આપશે : શનિવાર અને રવિવારના કારણે 9 અને 10 નવેમ્બરે સુપ્રીમ કોર્ટ બંધ રહેશે:ડી. વાય. ચંદ્રચૂડ માટે 8 નવેમ્બર CJI તરીકે છેલ્લો દિવસ હશે9:07 PM IST
શાકભાજી અને ફળ બજારમા ખેડૂતોને છૂટક ભાવની તુલનાએ હોલસેલર્સ અને રિટેઈલર્સ મળીને 70 ટકા રકમ સેરવી લે છે : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના સર્વેમાં ખુલાસો : શાકભાજીના ભાવ સતત ઊંચા રહેતા હોવાથી ફુગાવાનો દર પણ ઊંચો : આ સીઝનમાં કમોસમી વરસાદ અને પાકના ઓછા ઉતારાને નામે બૂમરાણ મચાવીને શાકભાજીના ભાવમાં ભડકો કરી દેવામાં આવ્યો 3:54 PM IST
ભારતમાથી ટીબીને આવતા વર્ષ સુધી ખતમ કરવાનું લક્ષ્ય બનાવવામાં આવ્યું હતું જોકે તેના દર્દી દર વર્ષે વધી રહ્યા છે તે ચિંતાજનક બાબત : 2023માં ભારતમાં 25.37 લાખ ટીબીના કેસ નોંધવામાં આવ્યા છે. તેના પહેલા 2022માં લગભગ 24.22 લાખ લોકોમાં આ બીમારીની જાણકારી મળી : મોટાભાગના કેસમાં સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો દ્વારા રિપોર્ટ કરાયા4:55 PM IST
કમલા હેરિસની નેટવર્થ તેના રિપબ્લિકન હરીફ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કેવી રીતે સરખાવે છે? એક ઉમેદવાર અબજોપતિ હોવાનો જ્યારે બીજો મધ્યમ વર્ગમાંથી હોવાનો દાવો : 5 નવેમ્બરના રોજ અમેરિકન મતદારોએ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ વચ્ચે વ્હાઇટ હાઉસમાં કોણ પહોંચશે તે પસંદ કરવાનું છે : અલગ-અલગ નીતિઓ અને વિઝન રજૂ કર્યા4:54 PM IST
મહારાષ્ટ્ર ચૂંટણી 2024: તે 4 બેઠકો, જ્યાં MVA ઘટકો વચ્ચે રાજકીય સંઘર્ષ, ઉમેદવારો એકબીજા સામે મેદાનમાં ઉતર્યા : મહા વિકાસ આઘાડી પક્ષોએ 286 બેઠકો પર અને મહાયુતિ પક્ષોએ 284 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા : એવી ઘણી બેઠકો છે જ્યાં મહાવિકાસ આઘાડીના ખાટલ દળ પક્ષના ઉમેદવારો વચ્ચે સંઘર્ષ છે મહાવિકાસ અઘાડીના ઘટક પક્ષો વચ્ચે અથડામણથી રાજકીય ગરમાગરમી4:49 PM IST
યુઝર્સને મોકલવામાં આવેલા તમામ કોમર્શિયલ મેસેજને ટ્રેસ કરવાના હતા જેથી યુઝર્સને મેસેજમાં કોઈપણ પ્રકારની ફિશિંગ લિંક ન મળે : ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ ટેલિકોમ ઓપરેટરોને એક મહિનાનો સમય આપીને રાહત આપી : બેંકો તેમજ ટેલીમાર્કેટિંગ કંપનીઓ અને વ્યવસાયો હાલમાં આ માટે તૈયાર નથી તેણે આ માટે ટ્રાઈ (TRAI)પાસે વધુ સમય માંગ્યો હોવાથી મુદત લંબાવાઈ4:42 PM IST
જો મુસાફરોનો સામાન તેમના સંબંધિત મુસાફરી વર્ગ માટે અનુમતિપાત્ર મર્યાદા કરતાં વધી જશે તો તેમને દંડ કરવામાં આવશે : બાંદ્રા ટર્મિનસમાં બનેલી ઘટના બાદ રેલવેએ સામાનને લઈને કડક સૂચના : દર વર્ષે દિવાળી અને છઠ પૂજા દરમિયાન દેશના કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે તેને ધ્યાનમાં રાખીને રેલ્વેએ ઘણા યોગ્ય પગલાં લીધા4:07 PM IST
બેલ્જીયમનાં એન્ટવર્પમાં સૌરાષ્ટ્રના હીરાના વેપારીની કંપની ૧૪૨ કરોડમાં ઊઠી ગઈ : મંદીના કારણે કંપની પોતાનું દેવું ચૂકતે કરવા માટે અસમર્થ હતી : આ હીરાની કંપનીની માલિકી સૌરાષ્ટ્રના એક હીરાના વેપારી અને તેમની પત્નિની હતી :ભારતમાં સુરત ડાયમંડ હબ કહેવામાં આવે છે તેવી જ રીતે બેલ્જિયમનું એન્ટવર્પ પણ ડાયમંડનું મોટું હબ છે4:00 PM IST
દિલ્હી-NCRમાં આજે ગરમી યથાવત રહેશે : પ્રયાગરાજ અને વારાણસી જેવા યુપીના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અને ઠંડીમાં વધારો થવાની સંભાવના : કાશ્મીરના ઉચ્ચ વિસ્તારોમાં ઘણી જગ્યાએ હળવી હિમવર્ષા જોવા મળી : આગામી બે દિવસ સુધી ખીણના ઉપરના વિસ્તારોમાં વાદળછાયું અને હળવો વરસાદ અથવા હિમવર્ષા થવાની ધારણા 3:34 PM IST
ઉત્તરાખંડમાં દિવાળી પહેલાં મોટી ઘટનાના કાવતરાંનો પર્દાફાશ : દેહરાદૂનમાં હરિદ્વારથી દેહરાદૂન જતા રેલવે ટ્રેક પર ડેટોનેટર મળ્યું : એક આરોપી ઝડપાયો : ડેટોનેટર એક વિસ્ફોટક હોય છે. તે ફટાકડાની જેમ મોટો અવાજ કરે છે : જ્યારે પણ ટ્રેન તેના ઉપરથી પસાર થાય તો વિસ્ફોટ થાય છે તોફાની તત્વો રેલવેને નિશાનો બનાવવા માટે ઉપયોગ કરે છે3:38 PM IST
ધનતેરસના દિવસે આરબીઆઈ ઈંગ્લેન્ડથી 102 ટન સોનું ભારતમાં પાછું લાવી હતી, દેશનું ઘણું સોનું હજુ પણ દેશની બહાર સાચવવામાં આવ્યું છે : આ વર્ષે આરબીઆઈ ગુપ્ત મિશન દ્વારા બ્રિટનની બેંક ઓફ ઈંગ્લેન્ડમાંથી 102 ટન સોનું ભારતમાં લાવી છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં, આરબીઆઈ પાસે કુલ 855 ટન સોનું હતું, જેમાંથી 510.5 ટન ભારતમાં સુરક્ષિત રાખવામાં આવ્યું 3:45 PM IST
અમેરિકામાં ઇતિહાસમાં પહેલીવાર ન્યૂયોર્કની સ્કૂલોમાં 11 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે તમામ શાળાઓમાં રજા જાહેર : વ્હાઈટ હાઉસમાં પણ જશ્ન : અમે મેયર એડમ્સના આભારી છીએ કે તેમણે દિવાળી પર રજા જેવી જાહેર કરવાનો મોટો નિર્ણૅય લીધો : ન્યૂયોર્ક સિટીના મેયર કાર્યાલયમાં ડેપ્યુટી કમિશ્નર તરીકે કામ કરનાર દિલીપ ચૌહાણ3:26 PM IST
હરિયાણા સરકાર દ્વારા પરાળી બાળનારાઓ પર કડક કાર્યવાહી : કરાઈ ખેડૂતો પાસેથી વસૂલવામાં આવ્યો 10 લાખનો દંડ વસૂલાયો : દોષ અધિકારીઓ પર પણ પડ્યો હરિયાણા સરકારે પરાળ સળગાવનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે. 100થી વધુ ખેડૂતો સામે FIR :360 ખેડૂતોને ચલણ જારી:જ 25 અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા 2:08 PM IST
મુઝફ્ફરનગર :ભડકાઉ ભાષણ કેસમાં ભાજપના નેતાઓની કોર્ટમાં શરણાગતિ:એક કે લાખ રૂપિયાના બોન્ડ પર મુક્ત : પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. સંજીવ બાલ્યાન, શેરડી મંત્રી સુરેશ રાણા, પૂર્વ પરિવહન મંત્રી અને MLC અશોક કટારિયા, પૂર્વ સાંસદ કુંવર ભરતેન્દુ, રાજ્ય મંત્રી કપિલ દેવ અગ્રવાલ, પૂર્વ ધારાસભ્ય અશોક કંસલ સહિત ઘણા નેતાઓ ત્રણ કલાક સુધી ન્યાયિક કસ્ટડીમાં રહ્યા :કોર્ટે દરેકને 1 લાખ રૂપિયાના બોન્ડ પર મુક્ત કર્યા 1:28 PM IST
સાઇબર સેલના નામે નકલી મેઇલ એકાઉન્ટ બનાવી બેંક ખાતા અનફ્રીઝ કરવાના રેકેટનો કરાયો પર્દાફાશ : CID સાયબર સેલની ટીમે તમિલનાડુના તિરુવલ્લુરમાંથી 22 વર્ષના આરોપી પ્રેમરાજ રાજાપંડીની ધરપકડ કરી:4 મોબાઇલ ફોન, મેકબુક એર લેપટોપ, ક્રિપ્ટો વોલેટ, ફાઈબર રાઉટર, 13 ATM કાર્ડ, 10 ચેકબુક, 2 પાસબુક, એટીએમ વેલકમ કીટ લેટર-4, બે 8 GBની રેમ, એક કિંગસ્ટન કંપનીની SSD અને એક મેમરી કાર્ડ જપ્ત1:15 PM IST
આતંકવાદીઓ M4 કાર્બાઇન, સોયના દોરા માટે કિસમિસ લાવ્યા હતા અખનૂરમાં મોટા યુદ્ધની તૈયારીઓ કરી હતી : જાણો હથિયારોની યાદી : અખનૂર વિસ્તારમાં માર્યા ગયેલા ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ પાસેથી હથિયારોના આટલા મોટા જથ્થાના જથ્થાની શોધથી સ્પષ્ટ થાય છે કે આ આતંકવાદીઓ લાંબા ગાળાનું યુદ્ધ કરવાના ઈરાદાથી કોઈ મોટા ષડયંત્ર હેઠળ આવ્યા હતા.1:15 PM IST
બકરી પર પ્રતિબંધ કેમ નથી લગાવતા?: દિવાળીમાં ફટાકડા પર પ્રતિબંધથી બાબા બાગેશ્વર નારાજ: હિન્દુઓ વિરુદ્ધ ષડ્યંત્ર ગણાવ્યું : બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ દિવાળી દરમિયાન ફટાકડા પર પ્રતિબંધ સામે સખત વિરોધ વ્યક્ત કર્યો:તેમણે કહ્યું કે સરકાર કોઈની પણ હોય, તેમનો દરેક ધર્મ પ્રત્યે સમાન અભિગમ હોવો જોઈએ.10:19 PM IST
દિવાળી પહેલા દિલ્હીમાં જબરો ધસારો : સદર બજારમાં સૌથી વધુ ભીડ જામી : અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફિકજામ : ધનતેરસની ખરીદીને કારણે દિલ્હીમાં ભારે ટ્રાફિક જામ થયો:વાહનચાલકો અને રાહદારીઓના ધસારાને કારણે શહેરના લગભગ તમામ વિસ્તારોમાં ટ્રાફિકને અસર:કનોટ પ્લેસ, ગુરુગ્રામ અને દિલ્હીના સરહદી વિસ્તારોમાં પણ લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો11:26 PM IST
મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપનીએ ઇંગ્લેન્ડની ફેરાડિયન લિમિટેડ કંપની ખરીદી લીધી : -રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડ જામનગરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ પ્રોજેક્ટના ભાગ રૂપે સૂચિત એનર્જી સ્ટોરેજ ગીગાફેક્ટરીમાં ફેરાડિયનની અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે12:42 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાવડોદરાના વાઘોડિયાની પારૂલ યુનિર્વસીટીમાં અભ્યાસ કરતા ચાર મિત્રો પૈકી 2 મિત્રો ઝરવાણી ધોધમાં ડૂબી જતાં બંનેના મૃતદેહો મળી આવ્યા, પરિવારમાં શોક ફેલાયો : એક યુવાનનો મૃતદેહ ગઇકાલે મળ્યો હતો જ્યારે બીજાનો આજે મેળવવામાં બચાવ ટુકડીને સફળતા મળી:આજે મળેલ બીજા યુવાનનો મૃતદેહ પાણીમાં બે પથ્થર વચ્ચે ફસાયેલો હતો માટે શોધખોળમાં સમય નિકળ્યો10:25 PM IST
દિવાળીની પૂર્વ સંધ્યાએ એકતાનગરને વડાપ્રધાન મોદીની મોટી ભેટઃરૂ.૨૮૪ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું : વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સ્થળે નવા પ્રોજેક્ટ્સનો પ્રારંભ: પ્રવાસન અને આકર્ષણ કેન્દ્રોની સાથે સાથે પ્રવાસન કાર્યના વિકાસને પ્રોત્સાહન આપતાં પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું9:12 PM IST
એકતા દિવસની ઉજવણી નિમિત્તે ડભોઈથી SOU માર્ગ પર ફટાકડા ફોડવા અને એકત્રિત થવા પર પ્રતિબંધ: જાહેરનામું : ડભોઈ સરિતા ફાટક અને શિનોર ચોકડી વચ્ચે તારીખ 29 થી 2 તારીખ સુધી ફટાકડા ફોડવા તેમજ ભેગા થવા પર પ્રતિબંધ મૂકી દેવાયો :SOU ખાતે એકતા પરેડ માટે પીએમ મોદી તેમજ અનેક VIP મહેમાનોના આગમનને પગલે ડભોઈ નગરપાલિકા દ્વારા લેવાયો નિર્ણય.11:50 AM IST
ગુજરાતમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી લાભ પાંચમ બાદ તા. ૧૧ નવેમ્બરથી જ શરુ કરાશે : મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી તા. ૧૧ નવેમ્બર સુધી લંબાવાઈ : ગુજરાતના ખેડૂતો પાસેથી કુલ રૂ. ૮,૪૭૪ કરોડના મુલ્યની આશરે ૧૨.૭૮ લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરાશે : સૌથી વધુ કુલ રૂ. ૭,૬૪૫ કરોડના મૂલ્યની ૧૧.૨૭ લાખ મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાશે4:17 PM IST
મહાનુભાવોના મેળા જેવો ઐતિહાસિક માહોલ... વડોદરા પોલીસ ફુલ્લી પાસ : અનેક પડકારો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના વડા પ્રધાનના રોડ શો માટે ધીરજ, અનુભવ, સૂઝબુઝ અને સંકલનનો સંગમ સફળતા સુધી દોરી ગયો : સીબીઆઇ બેકગ્રાઉન્ડ ધરાવતા સીપી નરસિંહમાં કોમારે મહાનુભાવ બંદોબસ્ત વચ્ચે સામાન્ય પ્રજાની દિવાળી બગાડે તેવી ગેંગ પકડવા સાથે ક્રાઇમ બ્રાન્ચ સાથે દીપોત્સવી બંદોબસ્ત માટે સ્થાનિક પોલીસને એકિટવ મોડમાં રાખેલ... કસોટી આ રીતે પાર પડી... અદ્ભૂત કથા : સ્પેનના વડાપ્રધાન સાથે ૩૮ મહાનુભાવો, રક્ષા મંત્રી કાફલો, વિદેશ મંત્રી કાફલો, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ટીમ, જળ શકિત મંત્રી, મુખ્યમંત્રી, ગૃહ મંત્રી સહિત કેન્દ્રના ટોચના અધિકારીઓની સુરક્ષા વ્યવસ્થા પણ પ્રયોરિટી, કલેકટર, મ્યુનિસિપલ કમિશનરનો સહયોગ પણ કાબીલેદાદ11:48 AM IST
વડતાલમાં વિક્રમ સ્થપાશે : શનિવારે નૂતન વર્ષે ૫૧૦૦ વાનગીઓનો મહાઅન્નકુટ : નૂતનવર્ષે દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અમુલો અવસર : લક્ષ્મીનારાયણના શરણે દેશ વિદેશના કયુઝાઇનનો અન્નકુટ ધરાવી વર્લ્ડ બુકમાં નામ નોંધાવાશે : હૈદરાબાદના સંતોના માર્ગદર્શન હેઠળ જુદા જુદા રાજયો અને દેશોની વાનગીઓ બનાવવાનું કાર્ય પૂરજોશમાં ચાલુ4:31 PM IST
રાજ્યના માર્ગ અને મકાન વિભાગના 105 જેટલા નાયબ કાર્યપાલક ઇજનેરની બદલીથી નિમણુંક : -ઉપેલેટાનાં નીરવ પટેલ અને ધ્રોલના સુહાગ પટેલની ગાંધીનગર ,રાજકોટના વી.એસ. કાલરીયા અને મલ્હાર ડાભીની અરસપરસ બદલી :કાલાવડના હરકિશન પરમારને રાજકોટ અને રાજકોટના નિખિલકુમાર ખાંટને કાલાવડ મુકાયા : જુઓ બદલીની સંપૂર્ણ યાદી7:16 PM IST
દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યભરમાં ટ્રાફિક અવેરનેસ માટે નવતર અભિગમ : આજે તા.૩૦મી ઓક્ટોબરથી તા.૬ઠ્ઠી નવેમ્બર દરમિયાન તહેવારોમાં પોલીસ ‘પાવતી બુક’ લઇને નહિ, પરંતુ ફુલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ લઇને ઉભેલી જોવા મળશે : ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકને ગુજરાત પોલીસ ફુલ આપીને પરિવાર માટે તેમના જીવનના મુલ્ય અંગેની સમજ આપશે : વાહન ચાલકે જે નિયમ ભંગ કર્યો છે તેનું અવેરનેસ પેમ્ફલેટ આપવામાં આવશે4:05 PM IST
કુવાડવા રોડ પર કારખાનેદાર-હોટેલ સંચાલક એસપીજીના રાજકોટ શહેર પ્રમુખ પર ચાલુ બાઇકે ધોકાથી હુમલો : વ્યાજખોરીની ફરિયાદ કરી હોઇ તેનો ખાર રાખી વિશાલ રાબડીયા પર હીચકારો હુમલોઃ કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો : આર્યનગરના ધીરૂ ટોળીયા અને અજાણ્યાએ પીછો કરી જલાલશા પીરની દરગાહ પાસે ધોકાવાળી કરતાં અર્ધબેભાન થઇ ગયાઃ છ લાખ સામે ૧૧.૭૮ લાખ ચુકવ્યા છતાં વ્યાજ મુળીની ઉઘરાણી થતી હોઇ અગાઉ ધીરૂ વિરૂધ્ધ બી-ડિવીઝનમાં ફરિયાદ કરી હતી3:03 PM IST
‘સુવર્ણ ભૂમિ' પરિસર જલારામમય બનશેઃ અદ્ભુત આયોજન : સાતેય વિંગના તમામ સભ્યો દ્વારા પ.પૂ. જલારામ બાપાની રરપ મી જન્મ જયંતિની ધામધૂમથી ભાવપૂર્વક ઉજવણી : ‘સુવર્ણ ભુમિ' સોસાયટીના પ્રમુખ મનિષભાઇ ઠક્કર સહિતના હોદેદારો-સભ્યો અકિલાના આંગણેઃ અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રાને ભાવભીનું આમંત્રણ પાઠવાયું : તા. ૮ નવેમ્બર, શુક્રવાર સાંજે પ.૩૦ વાગ્યે અન્નકુટ દર્શન અને ૭.૧પ વાગ્યે મહાઆરતી થશેઃ સાંજે ૭.૩૦ વાગ્યાથી : મહાપ્રસાદઃ વડીલ-મુરબ્બીશ્રીઓ માટે અલાયદી વ્યવસ્થા 3:49 PM IST
સિવિલ હોસ્પિટલમાં દિવાળી, નવા વર્ષમાં દર્દીઓની સારવાર માટે તબિબો, નર્સિંગ સ્ટાફ રહેશે ખડેપગેઃ વધારાના બેડની સુવિધા : દિવાળીની રજાઓમાં મોટા ભાગની ખાનગી હોસ્પિટલોમાં રજા રહેશે ત્યારે... : સાડા ચારસો ડોક્ટર ફરજ બજાવશેઃ ત્રણ દિવસ ઓપીડી પણ ચાલુ રાખશેઃ ભાઇબીજે રજાઃ ઇમર્જન્સી વિભાગમાં પણ તબિબો સહિતના સ્ટાફ સતત રહેશે ફરજ પરઃ ઇન્ચાર્જ સિવિલ સર્જન ડો. હેતલ કયાડાએ જણાવી વિગતો3:54 PM IST
વિક્રમ સંવત ર૦૮૧નું વાર્ષિક રાશિ ભવિષ્ય6:02 PM IST
માયાણીનગરના ફર્નિચરના કોન્ટ્રાક્ટર-કારીગર રાકેશભાઇ લાઠીયાનો નદીમાં કૂદી આપઘાતઃ ઉઘરાણીથી કંટાળ્યા'તા : સવારે કામે જવાનું કહીને એક્ટીવા લઇને નીકળ્યા'તાઃ બપોરે પુત્રએ ફોન કરતાં કહ્યું-હું જમવા નહિ આવું મોડુ થશે...સાંજે લાશ મળી : કણકોટ રામનગર નદીના પૂલ પર એક્ટીવા, ચપ્પલ પડયા હોઇ ડેકીમાં મોબાઇલની રીંગ વાગતી હોઇ રાહદારીએ પોલીસને જાણ કરતાં તપાસ બાદ લાશ મળીઃ બે પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ તહેવારની ખુશી શોકમાં પલ્ટાઇ2:10 PM IST
બોકસ ક્રિકેટનું બાળમરણઃ મનપાએ વિચાર જ છોડયો સ્ટેન્ડીંગમાં ૧૩.૮૦ કરોડના વિકાસ કામોને લીલીઝંડીે : રેસકોર્ષમાં પણ રમતગમત પ્રેમીઓને મળી નિરાશાઃ દરખાસ્ત ફગાવાઇઃ ત્રણેય ઝોનમાં વિવિધ વિસ્તારમાં સ્પીડ બ્રેકરો પર પટ્ટા કરવા રી-ટેન્ડરનો આદેશઃ કેવડાવાડીમાં બ્રીજ, ડે.કમિશનરને ૧૫ લાખની સતા સહિતના ૪૯ પ્રસ્તાવનો નિર્ણય લેવાયા3:55 PM IST
દેશની વર્તમાન પરિસ્થિતિમાં સરદાર સાહેબ આપની ખૂબ યાદ આવે છે : જન જાગૃતિ અભિયાન મંચ :અખંડ ભારતના શિલ્પી, લોહપુરૂષ ‘સરદાર'ની દિર્ઘદ્રષ્ટી અને શકિતશાળી નિર્ણાયકતાના સ્વામી શ્રી સરદાર પટેલની ૧૪૯મી જન્મ જયંતિએ સરદાર સાહેબને દેશની પ્રજાની કોટી કોટી ભાવભિની વંદનાઃ તખુભા રાઠોડ : બારડોલીના ગૌરવવંતા સત્યાગ્રહ અને આંદોલનને કારણે બારડોલી અને આજુબાજુના ગામડાની પ્રજાએ ‘સરદાર'નું બિરૂદ આપેલ. જાહેર જીવનને આઝાદીના જંગમાં અનેક જન આંદોલન, સત્યાગ્રહો કરેલ અને લાઠીમાર અને જન્મટીપ સુધીની સજાઓ સહન કરેલી. : સને ૧૯૪૯ માં સરદાર પટેલ ગુજરાતમાં નર્મદા કિનારે વિશાળ ડેમ બાંધવા બાહોશ એન્જીનિયર શ્રી વાચ્છા અને નવાબ અલી નવાજ જંગને ખાસ કામગીરી સોંપેલ, જેથી નર્મદા ડેમના જનક પણ શ્રી પટેલ જ છે. ; દેશનુ પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ મંદિરનુ ભવ્ય નિર્માણ સરદાર સાહેબની સનાતન ધર્મને અમૂલ્ય ભેટ છે. દેશનો સમગ્ર હિન્દુ સમાજ સરદાર સાહેબનો ઋણી છે. : દેશને પ્રજાતંત્ર-લોકશાહી માળખામાં મઢવા પ૬ર દેશી રજવાડાઓનું એકીકરણ કરી સમગ્ર વિશ્વ અને દેશને ખૂબ જ પ્રભાવિત કરેલ સરદાર સાહેબની મજબુત ઇચ્છા શકિતનું અતિ ઉત્તમ ઉદાહરણ છે : પૂ.ગાંધીજીને સુરક્ષા આપવા અંગે બાપુની સહમતી ન મેળવી શકવાની પીડા-વેદના સરદાર સાહેબને આજીવન રહેલ :' સાદગીના સ્વામી મહત્વની બાબતો ઉપર ત્વરીત દીર્ધદ્રષ્ટિ વાળા નિર્ણય લેવાની સરદાર સાહેબ પાસે આગવી શકિત અને કોઠાસુઝ હતી :શ્રી સરદાર સાહેબનું મુળ ગામ ગુજરાતનું ગામડું કરમસદ હતું. જન્મ મોસાળ નડિયાદમાં થયેલ : પિતાશ્રી ઝવેરભાઇને માતા લાડબા અને ચાર ભાઇઓ અને એક બ્હેન ડાહીબા હતા : સરદાર સાહેબ સામાજીક મુદે ખૂબ જ સ્પષ્ટ અને સિંહ જેવુ કાળજુ ધરાવતા હતા : પિતાશ્રીના અવસાન બાદ સામાજીક કુરીવાજોનો સખ્ત વિરોધ કરી સમગ્ર કુટુંબથી અલગ વલણ અપનાવેલ : મોટાભાઇ વિઠ્ઠલભાઇના અવસાન સમયે સરદાર સાહેબ જેલમાં હતાઃ જેલમાંથી પેરોલ ઉપર મુકત કરવા અંગે્રજ સરકારે સખત શરતો મુકતા સરદાર સાહેબે આ શરતોનું પાલન કરવા સ્પષ્ટ ઇન્કાર કરેલ અને વિઠ્ઠલભાઇની અંતીમ યાત્રામાં હાજર રહેલ નહી : આવા સખત નિર્ણયથી પ્રજાને સિંહ જેવા કાળજાના દર્શન કરાવેલ2:35 PM IST
રવિવારે મહિલાઓને બીઆરટીએસ સીટી બસમાં નિઃશુલ્ક મુસાફરીઃ ભાઇબીજની ભેટ આપતુ મનપા : મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઇ રાડીયાની જાહેરાતઃ લાભ લેવા અપીલ 3:02 PM IST
વોર્ડ નં. ૧૮ ના રસ્તા ટનાટન બનશે 4:00 PM IST
ધનતેરસના પાવન પર્વે બરડા પંથકને જંગલ સફારીની ભેટ આપતા મુળુભાઇ બેરા : બરડા પંથકમાં સંભળાશે એશિયાઇ સિંહોની ડણકઃ એશિયાઇ સિંહોનું બીજુ નવું રહેઠાણ એટલે કે ‘બરડા વન્યજીવ અભયારણ્ય': ૧૪૩ વર્ષ બાદ કુદરતી રીતે વિચરતા સિંહો બરડામાં પરત આવતા જતા બરડો એશીયાઇ સિંહોનું બીજું રહેઠાણ બન્યું- મુળુભાઇ બેરાઃ બરડા પંથક પ્રવાસન ક્ષેત્રે અગ્રહરોળમાં સ્થાન મેળવશે : બરડો પંથક પ્રવાસન ક્ષેત્રે અગ્રહરોળમાં સ્થાન મેળવશેઃજંગલ સફારી તો માત્ર શરૂઆત છે રાજ્ય સરકાર દ્વારા આવનારા સમયમાં બરડા વિસ્તારમાં અનેકવિધ વિકાસના કામો થનારા છે : જો આપણે જંગલોનું રક્ષણ કરીશુ તો જ વન્યજીવ સૃષ્ટિનું રક્ષણ થશેઃ ગીર વન્યજીવ અભ્યારણ્ય બાદ હવે બરડામાં પણ સિંહો હાજરીથી પ્રવાસીઓને નવું નજરાણુ પ્રાપ્ત થયું: અર્જુનભાઇ મોઢવાડિયા10:14 AM IST
માટેલમાં યુવકને હડકવા ઉપડતા બે ને બચકા ભરી લીધા12:05 PM IST
નવાગઢમાં વૃધ્ધ ઇકબાલભાઇ પર ધોકાથી હુમલો3:33 PM IST
મોરબી ૧૩૫ નિર્દોષ લોકોનો ભોગ લેનાર ઝૂલતા પુલ દુર્ઘટનાના આજે બે વર્ષ પૂર્ણ : બચાવમાં ઉતારી દીધી હતી અને મુખ્યમંત્રી તેમજ ગળહમંત્રીએ મોરબીમાં જ પડાવ બચાવ કામગીરી કરાવી હતી. સાથે જ દેશના વડાપ્રધાન પણ આ ગોઝારી દુર્ઘટના બાદ પરિસ્થિતિનો કયાસ મેળવવા અને પીડિત પરિવારોના આંસુ લુછવા મોરબી આવ્યા હતા12:19 PM IST
જુનાગઢમાં ‘રન ફોર યુનિટી' કાર્યક્રમ યોજાયો 1:57 PM IST
સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને 10થી વધુ દેશોની ચલણી નોટોમાંથી બનેલા વાઘા અર્પણ : 500 ગ્રામ સોનાનો હાર અને દાદા સમક્ષ પાંચ કિલો સોનું ધરવામાં આવ્યું : અમેરિકા, કેન્યા, કેનેડા, તાન્ઝાનિયા, યુગાન્ડા અને હોંગકોંગ સહિત અલગ-અલગ દસ દેશોની ચલણી નોટોમાંથી બનાવેલા વિશેષ વાઘાનો શૃંગાર : ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી 2:48 PM IST
સગીરા તથા આરોપીને શોધી કાઢતી ધ્રોલ પોલીસ1:44 PM IST
જામનગરમાં પૂ. જલારામબાપાની ૨૨૫મી જન્મ જયંતિ ઉજવવા રઘુવંશી સમાજ દ્વારા આયોજન : લોહાણા જ્ઞાતિ સમુહ ભોજન (નાત) સાથે વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી રઘુવંશી સ્વયંસેવકોનું સંમેલન : ગૌ માતાને ઘાસ વિતરણ : થેલેસેમિયા પરીક્ષણ કેમ્પ, જલારામ રથ દ્વારા પ્રસાદ વિતરણ, સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ સમૂહ ભોજન : જલારામ મંદિર હાપા તથા સાધના કોલોની ખાતે મહાઆરતી તથા પ્રસાદ1:54 PM IST
જામનગર : ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલાયા:પોલીસે બે આરોપીની કરી ધરપકડ : જામનગર જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષમાં ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરીની અનેક વિસ્તારમાં ફરિયાદો બાદ LCBની ટીમે ઘેલુભા જેઠવા અને અરશી કંડોરીયાની ધરપકડ કરી:13 ટ્રોલી, 1 મીની ટ્રેક્ટર સહિત મળી કુલ 14 લાખ 69 હજારનો મુદ્દામાલ જપ્ત11:32 AM IST
ઉત્તર કોરિયાના વિદેશ મંત્રી રશિયામાં જોવા મળ્યા 4:52 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિઃ ૧૪ વર્ષની શાનદાર કારકિર્દીનો અંત : ૩૮ વર્ષીય મેક્સવેલને ઘરઆંગણે વિદાય મેચ રમવાની તક ન મળીઃ યુવા ખેલાડીઓને પ્રાધાન્ય આપવાનો ઓસ્ટ્રેલિયન પસંદગીકારોનો નિર્ણયઃ શરીરને વધુ આરામ આપવા અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં રમવા નિવૃત્તિ લીધી10:24 AM IST
લોધીકા તાલુકા ભાજપ ઉપપ્રમુખ સુધીર તારપરાનો જન્મદિવસ 11:35 AM IST

































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી












































































































































































































