તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Friday, 18th October 2024
વિજયભાઇ રૃપાણીના અંગત મદદનીશ શૈલેષ માંડલિયાનો આજે જન્મદિન

રાજકોટઃ મૂળ રાજકોટના વતની, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક, રાજકોટ મહાનગરના ભાજપ યુવા મોરચાના પૂર્વ મંત્રી, રાજકોટ ભાજપના પૂર્વ મીડિયા કન્વીનર તરીકે કામગીરી બાદ ૧૯૯૯માં સંકલ્પપત્ર અમલીકરણ સમિતિ (રાજ્યકક્ષા)ના અધ્યક્ષ શ્રી વિજયભાઈ રૃપાણી નિમાયા ત્યારે તેઓ સાથે ૧૯૯૯થી ૨૦૦૩ સુધી કાર્યરત રહ્યા. ત્યારબાદ ભારતીય જનતા પક્ષના પૂર્વ કેન્દ્રિય અધ્યક્ષ તથા રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને હાલના કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથે ૨૦૦૩ થી ૨૦૦૯, ત્યાર બાદ કાયદા મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા સાથે, પંચાયત મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયા સાથે અને ત્યારબાદ શ્રી નરેન્દ્રભાઈ મોદી (મુખ્યમંત્રી ગુજરાત)ના કાર્યાલયમાં કાર્યભાર સંભાળેલ.
શ્રી વિજયભાઈ રૃપાણી જ્યારે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ અને સરકારમાં મંત્રી તરીકે જોડાયા ત્યારે તેમના અંગત મદદનીશ તરીકે રહ્યા. ત્યારબાદ શ્રી વિજયભાઈ રૃપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારે મુખ્યમંત્રીના અંગત મદદનીશ તરીકે તેમની નિમણૂંક થયેલ છે. હાલમાં પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી ના અંગત મદદનીશ તરીકે કાર્યરત છે .મો. ૯૮૨૪૦૭૨૦૨૨, ૯૯૭૮૪૦૭૧૮૮ ઉપર જન્મ દિવસની શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
