તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 18th October 2024
આજથી સોમવાર સુધી કોઇ દિવસ છુટા છવાયા તો ક્યારેક આઇસોલેટેડ વિસ્તારોમાં ઝાપટાથી માંડી મધ્યમ - ભારે વરસાદ પડી શકે
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલની તા. ૧૮ થી ૨૧ ઓકટોબર સુધીની આગાહી

રાજકોટ તા. ૧૮ : ફરી સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં માવઠાની સંભાવના છે. તા. ૧૮ થી ૨૧ દરમિયાન કોઇ દિવસ છુટા છવાયા તો કોઇ દિવસ આઇસોલેટેડ વિસ્તારમાં ઝાપટા, હળવો, મધ્યમ તો ભારે વરસાદની શક્યતા હોવાનું વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે.
સ્થિતિ અને ઉપસ્થિત પરિબળો આ મુજબ છે. ઉત્તર લક્ષદ્વીપ વિસ્તાર અને પડોશ પર ગઈકાલનું અપર એર સાયક્લોનિક સકર્યુલેશન આજે ૦૮૩૦ કલાકે મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આવેલું છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિમી સુધી લંબાય છે. તેના પ્રભાવ હેઠળ, આગામી ૧૨ કલાક દરમિયાન તે જ પ્રદેશમાં લો પ્રેસર ક્ષેત્ર રચાય તેવી શકયતા છે. તે પછીના ૩ દિવસ દરમિયાન ભારતીય દરિયાકાંઠાથી વધુ દૂર પヘમિ ઉત્તરપヘમિ તરફ જવાની શકયતા છે.
મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં ઉપરોક્ત યુએસી થી લઈને કર્ણાટક અને રાયલસીમાના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે સુધી ટ્રફ લંબાય છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી ૩.૧ કિમી સુધી વિસ્તરે છે.
૨૦મી ઓક્ટોબરની આસપાસ ઉત્તર આંદામાન સમુદ્ર પર નવા અપર એર સાયક્લોનિક સકર્યુલેશનની સંભાવના છે. તેના પ્રભાવ હેઠળ, ૨૨મી ઓક્ટોબરની આસપાસ મધ્ય બંગાળની ખાડી પર લો પ્રેસર ક્ષેત્ર રચાય તેવી શકયતા છે, ત્યારબાદ તે ઉત્તરપヘમિ તરફ આગળ વધે અને ૨૪મી ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશનમાં વધુ તીવ્ર બને.
અરબી સમુદ્રની વેલમાર્કડ લો પ્રેસર - સિસ્ટમ્સને કારણે, આગાહીના સમયગાળા દરમિયાન અમુક દિવસોમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના આઇસોલેટેડ વિસ્તારો (૧% થી ૨૫% વિસ્તાર ) અને અમુક દિવસ છુટા છવાયા વિસ્તારોમાં (૨૬% થી ૫૦% વિસ્તાર) વધ ઘટ માત્રામાં ઝાપટા, હળવો, મધ્યમ, સામાન્ય ભારે વરસાદ પડવાની શકયતા છે.
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં તા. ૧૮ થી ૨૧ ઓક્ટોબર ૨૦૨૪ સુધીની આગાહી કરતાં જણાવેલ કે, મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર ગાઢ વાદળો છવાયા છે. ૧૮મી થી ૨૧મી ઓક્ટોબર ૨૦૨૪ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં કોઈ દિવસ છૂટા છવાયા તો કોઈ દિવસ આઇસોલેટેડ વિસ્તારમાં ઝાપટા, હળવા, મધ્યમ પ્રમાણમાં ભારે વરસાદની શકયતા છે
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
