<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

નવસારીના ચિખલી પંથકમાં ડ્રગ્સ વિભાગના દરોડા :મોટી માત્રામાં આયુર્વેદિક તેમજ એલોપેથી દવાનો જથ્થો જપ્ત

ગાંધીનગર, સુરત અને નવસારી ડ્ર્ગ વિભાગ દ્વારા કાંગવાઇ ગામના ઈસ્માઈલ મોલધારીયા અને ઇમરાન મોલધરિયાના ઘરે દરોડા

ગાંધીનગર, સુરત અને નવસારી ડ્રગ વિભાગની ટીમ દ્વારા નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કાંગવાઇ ગામ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન આયુર્વેદિક તેમજ એલોપેથી દવાનો જથ્થો મળી આવતા તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યો છે. શંકાસ્પદ આયુર્વેદિક દવાઓ બનાવવામાં આવતી હોવાની બાતમીના આધારે, ગાંધીનગર, સુરત અને નવસારી ડ્ર્ગ વિભાગ દ્વારા  કાંગવાઇ ગામના ઈસ્માઈલ મોલધારીયા અને ઇમરાન મોલધરિયાના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. બંને ઘરેથી મોટી સંખ્યામાં આયુર્વેદિક તેમજ એલોપેથી દવાનો જથ્થો મળી આવતા જપ્ત કરવામાં આવ્યો છે.

(8:24 PM IST)