તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Friday, 18th October 2024
રાજપીપળામા ખોટા લગ્ન કરાવવાની લાલચ આપી છેતરપીંડી કરી નાસતી ફરતી ટોળકીને પકડી પાડતી રાજપીપલા પોલીસ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓ દ્વારા જીલ્લામાં નોંધાયેલ ગુનામાં પકડવાના બાકી આરોપીઓની શોધી કાઢી અસરકારક કામગીરી કરવા કડક સૂચના આપેલ જે સંદર્ભે વી.કે.ગઢવી પોલીસ ઇન્સપેકટર,રાજપીપળાનાઓએ રાજપીપલા વિસ્તારમાં ગુનાહીત કાવતરૂ રચી પહેલાથી લગ્ન કરવાનો વિશ્વાસ આપી લગ્ન પેટે કુલ રૂપીયા ૧,૭૦,૦૦૦ ની ઠગાઈ કરી ગીતાબેન ઈશ્વરભાઈ તડવી નામના ખોટા ડોક્યુમેન્ટના સાચા તરીકે ઉપયોગ કરી નોટરી રૂબરૂ રૂ.૫૦ ના સ્ટેમ્પ ઉપર લગ્નનું ખોટુ એફીડેવીટ કરી ગુનો કરતા આ બાબતે રાજપીપળા પો.સ્ટે ખાતે ગુન્હો રજી થતા ગુન્હામા સંડોવાયેલ આરોપીઓ છેલ્લા બે માસથી પોલીસ પકડથી નાસતા ફરતા હોય જેઓને ટેકનિકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સીસના અધારે (૧) મહેશભાઇ શાંતિલાલભાઇ ભીલ (રહે.નવાપરા કેલનીયા તા.નસવાડી જી.છોટાઉદ્દેપુર) (૨) કિરીટભાઈ વિઠ્ઠલભાઈ કાછીયા (રહે.વડોદરી ભાગોળ દયારામ રોડ કાછીયાવાડ તા.ડભોઈ જી.વડોદરા) (૩) વિલાશબેન તે કેસુરભાઈ ચીમનભાઈ ભીલની દિકરી (રહે.કેસરપુરા કોલોની તા.નસવાડી જી.છોટાઉદેપુર) (૪) મનોજ મજીટર જાતે પ્રસાદ( ઉ.વ.૨૫) ધંધો. મજુરી( હાલ રહે.કિમ ફાટક પાસે ગણેશનગર જલારામ અપાર્ટમેન્ટ રૂમ.નં.૧૫૪ કીમ તા.માંગરોલ જી.સુરત મૂળ.રહે.બલરા તા.બરોલી જી.ગોપાલગંજ (બિહાર) નાઓને પકડી પાડી રાજપીપળા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી રોકડા રૂપીયા ૨૦,૦૦૦- રીકવર કરી તમામની અટક કરી આગળની તપાસ હાથ ધરવામા આવું છે.
આ ગુનામાં વોન્ટેડ આરોપી:- (૧) અનિલભાઈ શાંતિલાલ સરાણીયા (રહે.ગોધરા) (૨) પીળી ટી-શર્ટ પહેરેલ શખ્શ ગુમાન ઉર્ફે નિતીનભાઈ (રહે.રાજપીપળા તા.નાંદોદ જી.નર્મદા) ની પોલીસ શોધખોળ કરી રહી છે.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
