<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

રાજપીપળા હનુમાન ધર્મેશ્વર મંદિર પાસે આવેલ જુના કુવામાંથી મહિલાનો મૃતદેહ મળતા અનેક તર્ક વિતર્ક

સડી ગયેલો મૃતદેહ મળતા નવરાત્રી દરમિયાન કોઈ અઘટિત ઘટનામાં તેને મારી નાંખી કૂવામાં નાખી હોવાનું અનુમાન:આ અજાણી સ્ત્રી કોણ છે અને તેની સાથે શું ઘટના બની, હત્યા છે કે આત્મહત્યા એ મુદ્દે પોલીસ તપાસ ચાલુ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:રાજપીપળા રેલવે સ્ટેશનની ફાટક આગળ આવેલા હનુમાન ધર્મેશ્વર મંદિર પાસે આવેલ જુના કુવામાંથી એક મહિલાનો મૃતદેહ મળતા અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે
પ્રાપ્ત વિગતો અનુસાર મંજુલાબેન જશવંતભાઈ વસાવા (રહે. હનુમાન ધરમેશ્વર મંદિર પાસે ) સવારના સાત વાગ્યા અરસામા કુદરતી હાજતે જવા ગયેલ તે વખતે હનુમાન ધર્મેશ્વર મંદિર પાસે આવેલ નાળાવાળા જુના કુવામાંથી ખરાબ દુર્ગંધ આવતા કુવામા જોતા એક ૩૫ થી ૪૦ વર્ષની સડી ગયેલી સ્ત્રીની લાશ તરતી હાલતમાં હતી જેના ડાબા હાથના કાડાના ભાગે એક બંગડી પહેરેલ છે,  તથા જમણા હાથ તરફ એક લાલ કલરનું બ્લાઉઝ પહેરેલ હોય આ બાબતે પોલીસ ને જાણ કરતા રાજપીપળા પોલીસે હાલ આ મૃતદેહ ને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક મહિલા કોણ છે એની સાથે શું ઘટના બની છે, હત્યા છે કે આત્મહત્યા એ મુદ્દે હાલ પોલીસ તપાસ કરી રહી છે. જોકે તાજેતરમાં નવરાત્રીનો પર્વ ગયો હોય કદાચ રાત્રી દરમિયાન આ મહિલા સાથે કોઈ અણબનાવ બન્યો હોય અને તેને મારી ને આ સૂમસામ જગ્યા પર આવેલા કૂવામાં નાંખી દીધી હોવાની ચર્ચા પણ સંભળાઈ છે ત્યારે આ તમામ મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે

(10:38 PM IST)