<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

સાગબારાના ઉમરકુઇ ગામ પાસે બે બાઇક ભટકાતાં એક વ્યક્તિના દસ દાત તૂટ્યા, કુલ ત્રણને ઇજા થઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકાના ઉમરકુઇ ગામ પાસે બે બાઇક સામ સામે અથડાતા કુલ ત્રણ શખ્શોને ગંભીર ઇજા થઈ હતી
  મળતી માહિતી અનુસાર માલતીબેન નરેશભાઇ જલમસીંગભાઇ વસાવા(રહે.ખનોરા તા.ઉંમરપાડા, જીલ્લો. સુરત )નાઓએ આપેલ ફરિયાદ મુજબ મોટર સાયકલ નંબર GJ-19-AE-4902 ના ચાલક એ પોતાના કબજાની મોટરસાઇકલ પૂરપાટ રીતે રોંગ સાઇડમા હંકારી લાવી સામેથી આવતી તેમની મોટર સાયકલ નંબર GJ-19-BB-4675 સાથે અથાડી દેતા તેમને છાતીના ભાગે તથા દાઢીના ભાગે ગેબી ઇજા પહોંચાડી તથા મો.સા. ચાલક તેમના પતિ નરેશભાઇ જલમસીંગભાઇ વસાવા( રહે.ખનોરા તા.ઉંમરપાડા,જીલ્લો સુરત )નાઓને જમણા પગે ઘુટણ ના ભાગે ફેકચરની ઇજા કરી તથા નીચેના હોઠ ઉપર ઇજા તથા નીચેના દાંત તથા ઉપરના દાંત મળી આશરે આઠથી દશ જેટલા તોડી નાખી ઇજા પહોચાડી તથા સામાવાળા એ પોતાને માથાના ભાગે તથા શરીરે નાની મોટી ઇજા પહોંચાડી ગુનો કરતા સાગબારા પોલીસે બાઈક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે

(10:39 PM IST)