<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સેવા અને સંઘર્ષથી જીવનમાં હર્ષ લાવનાર દંપતી કાંતિલાલભાઇ અને દક્ષાબેન ભૂત : પ્‍લાસ્‍ટીકના ઝબલા બંધ કરવા સ્‍વખર્ચે કપડાની થેલી બનાવી ભેટ આપનાર અનોખા પર્યાવરણ પ્રેમી : અમને માત્ર સમાજ સેવા કરવાનો શોખ છે : કામ કરતા રહીએ તો શરીર સારૂં રહે છે :૭૨ વર્ષની ઉંમરે પણ પ્‍લાસ્‍ટિક સહિતના કચરા સામે મોહીમ છેડનાર કાંતિકાકા રાજકોટની વિવિધ બજારોમાં જાય છે અને ગળામાં લટકાવેલા બોર્ડ અને હાથમાં બેનરથી લોકોમાં પ્‍લાસ્‍ટિકના ઉપયોગ ન કરવા જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે : એક વર્ષમાં આ વડીલ દંપતિએ ૧૨૦૦ થી વધુ થેલીઓ લોકોને ભેટ આપી છે : આ દંપતિએ જીવનભર સંઘર્ષ કર્યો : ઘરના છેડા ભેગા કરવા પાપડ વણ્‍યા, ઘોડિયા ઘર ચલાવ્‍યું, સિલાઈ કામ કર્યું અને મેસ ચલાવી : કાંતિભાઇએ રાજકોટમાં ઉદ્યોગ નગરમાં જિલ્લા સહકારી પ્રિન્‍ટિંગ પ્રેસમાં કમ્‍પોઝ, બાઈન્‍ડીંગ, પગનું ટ્રેડર ચલાવવું વગેરે કામ કરી ૩૩ વર્ષ નોકરી કરી: સમાજે આપણને ખૂબ આપ્‍યું છે એટલે આપણે સમાજને પણ સામે કંઈક આપવું જ જોઈએ4:24 PM IST

એક સેકન્‍ડમાં લોકોનો ભય ગાયબ થઇ ગયોઃ બધું જ ખતમ થઇ ગયું: રાહુલ વર્જીનીયા (યુએસએ) અહિં મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ કહયું હતું કે ચુંટણીના ૩ મહિના પૂર્વે અમારા તમામ બેંકખાતા સીલ કરી દેવાયા હતા. અમે ચર્ચા કરી રહેલ હતા કે હવે શું કરશુ? મેં કહયું કે જોયુ જશે. જોઇએ શું થાય છે. પરંતુ ચુંટણી પછી બધું બદલાય ગયું છે. કેટલાક લોકો કહે છે કે હવે ડર નથી લાગતો- ડર હવે નિકળી ગયો છે. મારા માટે એ રસપ્રદ છે કે ભાજપ અને વડાપ્રધાન મોદીએ એટલો ડર ફેલાવ્‍યો હતો અને નાના- નાના વેપારીઓ ઉપર એજન્‍સીઓનું દબાણ આ બધુ એક સેકન્‍ડમાં ગાયબ થઇ ગયું. સંસદમાં હું વડાપ્રધાન સામે જોઉ છું અને આપને જણાવી શકું છું કે મોદીના વિચાર, ૫૬ ઇંચની છાતી, ભગવાન સાથે સીધો સંબંધ. આ બધુ હવે ખતમ થઇ ગયું છે. આ બધું હવે ઇતિહાસ બની ગયેલ છે.3:46 PM IST

વિકસિત ભારત @ ૨૦૪૭ના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા ગુજરાતનું આગવું કદમ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલની અધ્યક્ષતામાં ‘ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેસન’-ગ્રિટની રચના : વિકસિત ગુજરાત@૨૦૪૭ – ડોક્યુમેન્ટનાં લક્ષ્યો સિદ્ધ કરવા માટે ‘ગ્રિટ’લાંબા અને ટૂંકાગાળાના ધ્યેય વ્યુહાત્મક યોજનાઓની રચનામાં થિંક ટેન્કની ભૂમિકા નિભાવશે: નાણામંત્રી ગવર્નિંગ બોડીના ઉપાધ્યક્ષ અને કૃષિ, આરોગ્ય, શિક્ષણ તથા ઊદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીઓ, મુખ્યમંત્રીના મુખ્યસલાહકાર, મુખ્યસચિવ સહિત ૧૫ જેટલા સેક્ટર એક્સપર્ટ્સ સભ્ય તરીકે સેવાઓ આપશે:ગવર્નિંગ બોડીના નિર્ણયો તથા ‘ગ્રિટ’ના રોજબરોજના કામકાજ માટે ૧૦ સભ્યોની એક્ઝેક્યુટીવ કમિટી કાર્યરત થશે.6:42 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો શહેરી જનજીવન સુખાકારીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય : ગુજરાત રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યને મતવિસ્તારમાં રોડરસ્તાના કામો માટે ધારાસભ્યદીઠ રૂ. 2 કરોડની વધારાની ગ્રાન્ટ મંજૂરી કરવામાં આવી : મહાનગરપાલિકા વિસ્તારોના 43 ધારાસભ્યોને કુલ 86 કરોડ રૂપિયા માર્ગ-મકાન વિભાગ દ્વારા ફાળવાશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ શહેરીજન સુખાકારીની વૃદ્ધિ કરતા નિર્ણયને પરિણામે મહાનગરોમાં ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનનું ત્વરાએ મરામત કાર્ય હાથ ધરી શકાશે : માર્ગોની સુધારણા, મજબૂતીકરણને પરિણામે અર્બન મોબોલિટીમાં પણ સુગમતા રહેશે4:04 PM IST

આરકે યુનિવર્સિટીમા ભણતાં ગોંડલના છાત્રનું જુસબ ધારાગઢીના પુત્ર મુસ્‍તાક સહિતે પાંચે અપહરણ કરી ૧ાા લાખની ખંડણી માંગી : કૃણાલ વાઢેરના મિત્ર ધ્રુવીલનું બાઇક અગાઉ અન્‍ય છાત્ર સિબ્‍તેન હેરંજાના મિત્ર રેહાન સાથે અથડાયું ત્‍યારે કૃણાલ વચ્‍ચે પડતાં સિબ્‍તેન સાથે માથાકુટ થઇ હતીઃ કોલેજમાં અગાઉ ભણતા છાત્રો પણ મુસ્‍તાક સાથે ગુનાખોરીમાં સામેલ : કૃણાલ વાઢેર (ઉ.વ.૧૯)ને કોલેજ ખાતેથી મિત્ર પ્રિયાંશુસિંહ સમાધાનની વાત કરવા ટુવ્‍હીલરમાં બેસાડી ગઢકા રોડે બાલાજી હોસ્‍ટેલ સામેના પટમાં લઇ ગયોઃ ત્‍યાં લાફા મારી રૂપિયા મંગાયાઃ ગૂગલ પેથી ૨૦૦ રૂપિયા લઇ લીધાઃ ફરી કોલેજ પાસે લાવી નાણા માંગ્‍યાઃ છેલ્લે જંગલેશ્વરમાં લઇ જઇ ધમકાવી છોડી મુકાયોઃ તેની કારમાં પણ તોડફોડ કરી : જંગલેશ્વરમાં લઇ જઇ ગોગલ્‍સ પહેરાવી વિડીયો બનાવી કૃણાલ પાસે એવુ બોલાવડાવ્‍યું કે-મેં ઉછીના દોઢ લાખ લીધા છે, એ બે દિવસમાં પાછા આપી દઇશ! ત્‍યારબાદ અમુલ સર્કલ પાસે છોડી મુક્‍યો : આજીડેમ પોલીસે મુસ્‍તાક, વત્‍સલ વેકરીયા, મંગલ પરમાર, ગોૈતમ અને અજાણ્‍યા સામે ગુનો નોંધ્‍યો : મુસ્‍તાકે ‘તું કેમ મારા છોકરાઓને બધી જગ્‍યાએ આડા પગે આવે છે?' કહી સાત આઠ લાફા મારી દીધા, પછી કહ્યું-સમાધાન પ્રેમથી જ થશે પણ એના માટે ૧ાા લાખ રૂપિયા તો આપવા જ પડશે!3:01 PM IST

તરણેતરમાં મલ્ટીમીડિયા પ્રદર્શનને મળ્યો ભવ્ય પ્રતિસાદ, છેવાડાના માનવી સુધી પહોંચી યોજનાકીય જાણકારી: ભાતીગળ મેળો બન્યો માહિતીનો મેળો, કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢનું પ્રશંસનીય આયોજન : પીએમ સેલ્ફી પોઇન્ટ, ફિટ ઇન્ડિયા ક્વિઝ, એ આર- વી આર ઝોન અને કાર્યક્રમો બન્યા આકર્ષણનું કેન્દ્ર : કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ બહોળી સંખ્યામાં ગ્રામીણ લોકોએ લીધેલી પ્રદર્શનની મુલાકાત અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ થકી મેળવેલી જાણકારીથી સંતોષ પામેલા લોકોથી મળેલા પ્રતિસાદને કાર્યક્રમની સફળતા ગણાવી : જિલ્લા વહિવટી તંત્ર તેમજ તરણેતર ગ્રામ પંચાયત તરફથી મળેલા સહયોગ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો4:52 PM IST