<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th October 2024

સુરતમાં ૧૬ વર્ષના સગીરે ૧૪ વર્ષની સગીરાને ગર્ભવતી બનાવી

સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેનું ચેકઅપ કરાવવા દરમ્યાન એ જાણમાં આવ્યું હતું કે સગીરા ગર્ભવતી છે

સુરત, તા.૨૦,

સુરતમાં ૧૬ વર્ષના સગીરે ૧૪ વર્ષની સગીરાને ગર્ભવતી બનાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં સગીર અને સગીરા બન્ને ઇન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવ્યા હતા. . ૧૪ વર્ષની સગીરાએ ૧૬ વર્ષના સગીર સાથે છ વખત શારીરિક સંબંધ બનાવ્યા હતા.સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેનું ચેકઅપ કરાવવા દરમ્યાન એ જાણમાં આવ્યું હતું કે સગીરા ગર્ભવતી છે. આ મામલે સગીરાના પિતાએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.. ફરીયાદને આધારે પોલીસે તરુણને ડિટેઇન કરી વધુ તપાસ હાથ ધરી છે.

દરેક મા-બાપે પોતાની દિકરી અને દિકરો કયા માર્ગે જઇ રહ્યા છે તેના પર નજર રાખવી પડે તેવો આંખ ઉઘાડતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે.. આ કિસ્સો માત્ર મા-બાપ માટે આંખ ઉઘાડનારો જ નથી પરંતુ સમાજ કઇ દિશામાં જઇ રહ્યો છે તેની ગંભીર ચિંતા ઉપજાવનારો પણ છે. સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેનું ચેકઅપ કરાવવા દરમ્યાન એ જાણમાં આવ્યું હતું કે સગીરા ગર્ભવતી છે. આ મામલે સગીરાના પિતાએ સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

હવે આ કિસ્સામાં પોલીસ માટે વિચારવાલાયક બાબત એ છે કે અહીં તો પીડિત અને ગુનેગાર બંને સગીર છે. તેથી આમા પોક્સો કોઈના પર લાગી જ શકે તેમ છે. તેથી પીડિત અને આરોપી બંનેને કાઉન્સેલિંગ માટે જ મોકલવામાં આવે તેમ મનાય છે. તેમા પીડિતને કાઉન્સેલિંગ માટે મોકલવાનો સમાવેશ થાય છે. જ્યારે સગીર આરોપીને કાઉન્સેલિંગની સાથે-સાથે બાળ સુધાર ગૃહમાં પણ મોકલવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.

(11:30 AM IST)