<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th October 2024

ગુજરાતમાં ટીબીના દરરોજ સરેરાશ 380 દર્દી: આ વર્ષે અત્‍યાર સુધીમાં ૧.૧૧ લાખ કેસ

રાજયમાં સૌથી વધુ અમદાવાદમાં ૧ર૭૧પ કેસઃ કુલ કેસના ૧પ દર્દી અમદવાદ જીલ્‍લાના

અમદાવાદઃ ગુજરાતમાં ટ્યુબરક્યુલોસિસ (TB)ની ઘાતકતા જાણે ઘટવાનું નામ જ લઈ રહી નથી. આ વર્ષે અત્યાર સુધીમાં જ 1.11 લાખથી વધુ ટીબીના કેસ નોંધાઈ ચૂક્યા છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ 380થી વધુ ટીબીના નવા કેસ સામે આવે છે. દેશમાં આ વર્ષે ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 5.35 લાખ સાથે મોખરે  છે. આ ઉપરાંત વર્ષ 2019થી 2023 દરમિયાન ટીબી સામે31,600 લોકોએ જીવ ગુમાવ્યો છે. ટીબીના કારણે દરરોજ સરેરાશ 16 વ્યક્તિના મૃત્યુ થાય છે.

રાજ્યમાં ગઇકાલ સુધીમાં ટીબીના 75,461 દર્દી સરકારી હોસ્પિટલો છે, જ્યારે 35,735 દર્દી ખાનગી હોસ્પિટલમાં નોંધાયા છે. ગુજરાતમાંથી સૌથી વધુ 12,715 કેસ માત્ર અમદાવાદ શહેરમાંથી સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાંથી 8830 દર્દી સરકારી હોસ્પિટલમાં, જ્યારે 3885 દર્દી ખાનગી હોસ્પિટલમાં નોંધાયા છે.  

 

બીજી તરફ અમદાવાદ ગ્રામ્યમાંથી ટીબીના કુલ 2989 કેસ છે. આમ, અમદાવાદ જિલ્લામાંથી જ 15,704 દર્દીનો સમાવેશ થાય છે. એકંદરે કહેવામાં આવે તો ગુજરાતમાંથી નોંધાતા ટીબીના કેસમાંથી 15 ટકા જેવા માત્ર અમદાવાદ જિલ્લામાંથી છે. ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં સુરત 9289 સાથે બીજા સ્થાને છે. જ્યારે દાહોદ 7917 સાથે ત્રીજા સ્થાને છે. 

(3:32 PM IST)