News of Monday, 21st October 2024
વહેલી સવારથી અમદાવાદમાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ
એલિસબ્રિજ, પાલટી, મેમનગર, બોપલ, શોલા, આમલી, વસ્ત્રાપુર, પ્રહ્લાદનગર, એસજી હાઇવ, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ

અમદાવાદ: આજે વહેલી સવારે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ જોવા મળી રહ્યો છે. શહેરના એલિસબ્રિજ, પાલટી, મેમનગર, બોપલ, શોલા, આમલી, વસ્ત્રાપુર, પ્રહ્લાદનગર, એસજી હાઇવ, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે
વીજળીના કડાકા ભડાકા સાથે માણેકબાગ, ગોતા, બોપલ, શેલામાં ભારે વરસાદ વરસ્યો છે . જીવરાજ પાર્ક, જોધપુર, વેજલપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. SG હાઈવે, વૈષ્ણવ દેવી, કુબેરનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે
કમોસમી વરસાદને કારણે કૃષિ પાકોને નુકસાન પહોંચી રહ્યું છે. આવામાં હવામાન વિભાગની આગામી દિવસોને લઇને આગાહી સામે આવી છે. જેમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ કરીને, આજે સોમવારે 15 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
