News of Monday, 21st October 2024
અમદાવાદમાં વરસાદ સાથે ભારે પવન ફુંકાતા કેટલાક વૃક્ષો અને હોર્ડિંગ ધરાશાયી: એસપી રિંગ રોડ પર પતરાનો શેડ પણ પડ્યો
એસજી હાઈવે, વૈષ્ણોદેવી, બોપલ,શેલા,ગોતા, શીલજ, એસપી રિંગરોડ, સહિતના વિસ્તારને મેઘરાજાએ જળમગ્ન કરી દીધા

અમદાવાદમાં મોટાભાગના વિસ્તારને મેઘરાજાએ ઘમરોળ્યું છે. એસજી હાઈવે, વૈષ્ણોદેવી, બોપલ,શેલા,ગોતા, શીલજ, એસપી રિંગરોડ, સહિતના વિસ્તારને મેઘરાજાએ જળમગ્ન કરી દીધા છે. વરસાદની સાથે ભારે પવન ફુંકાતા ક્યાંક વૃક્ષ, તો ક્યાંક હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયાના અહેવાલ છે. એસપી રિંગ રોડ પર પતરાનો શેડ પણ ધરાશાયી થયો છે.
અમદાવાદમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે અને ભારે પવન સાથે સવારથી વરસાદ તૂટી પડતાં અનેક રસ્તા પાણી પાણી થઇ ગયા છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા ત્રાટકતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. અમદાવાદના સન સીટી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં રોડ પર એક વૃક્ષ ઘરાશાયી થયું છે. જેના કારણે આ રસ્તો બ્લોક થઇ ગયો છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
