<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ વરસ્યો : રાજકોટ જિલ્લાના લોધિકામાં સાડા ચાર ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી

4 તાલુકામાં 3 ઈંચ કરતા વધુ, 10 તાલુકામાં 2 ઈંચથી વધુ જ્યારે 22 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો : આજે પણ વરસાદની આગાહી

અમદાવાદ તા.૨૧ :  ગુજરાતમાં હજુ સુધીમાં મેઘરાજાની વિદાય થઈ નથી. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હજુ પણ રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં મેઘમહેર થઈ છે. એમાં પણ સૌરાષ્ટ્રમાં ગઈકાલે ભારે વરસાદ નોંધાયો છે. રાજકોટના લોધિકામાં 4.6 ઈંચ વરસાદ વરસ્યો છે. 

છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજકોટના લોધિકામાં 4.6 ઈંચ વરસાદ વરસ્યો છે. 4 તાલુકામાં 3 ઈંચ કરતા વધુ, 10 તાલુકામાં 2 ઈંચથી વધુ જ્યારે 22 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. 

આજની હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

(2:40 PM IST)