News of Monday, 21st October 2024
ગાંધીનગરમાં બુલેટ સર્વિસ રોડની ફુટપાથ પર ચલાવતા યુવાનનું માથુ થાંભલા સાથે ભટકાતા મોત
ત્રણેય મિત્રો બુલેટ ઉપર ફરવા નિકળ્યા હતા, કાર સાથે અકસ્માત ન થાય તે માટે બુલેટચાલકે બુલેટ ફુટપાથ પર ચાલાવ્યુ હતું

ગાંધીનગરઃ મહાત્મા મંદિર તરફ બુલેટ પર ત્રણ મિત્રો ફરવા નીકળ્યા હતા. ત્યારે મહાત્મા મંદિરથી બેંક ઓફ બરોડા તરફના રોડ પર આવી રહેલી કાર સાથે અકસ્માત સર્જાય નહીં એ માટે બુલેટ ચાલકે સર્વિસ રોડની ફૂટપાથ ઉપર બુલેટ હંકારતા બુલેટ થાંભલા સાથે અડી ગયું હતું. આ સાથે પાછળ બેઠેલા યુવાનનું માથું થાંભલા સાથે ભટકાતા તેનું મોત નિપજ્યુ હતું.
ગુજરાત હાઇકોર્ટનાં આકરા વલણથી પોલીસ એક્શનમાં આવી હેલ્મેટ, બ્લેક ફિલ્મ, લાયસન્સ સહિતના ટ્રાફિકના નિયમોનું કડકાઈથી અમલવારી કરાવવા મેદાને ઉતરી પડી છે. રાજયના પાટનગર ગાંધીનગરમાં શટલીયા વાહનો સામે આંખ આડા કાન કરીને પોલીસ પણ પીક અવર્સમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા સક્રિય થઈ છે. એવામાં ટ્રીપલ સવારી બુલેટ પર સવાર ત્રણ મિત્રો પૈકી એકનું માર્ગ અકસ્માતમાં અકાળે મોત થતાં પોલીસ ચોપડે ફરિયાદ નોંધવામાં આવી છે.
ગાંધીનગરના ઇન્દ્રોડા ગામના દરબાર વાસમાં રહેતો શિવમ ઉમેશ બરૈઠા કલર કામ કરી ગુજરાન ચલાવે છે. ગઈકાલે તે અમદાવાદ અમદાવાદ ચાંદલોડિયા ખાતે કલરકામ કરતો હતો.આશરે બપોરના અઢી વાગ્યાના અરસામાં તેનો પિતરાઈ ભાઈ કપિલ તેના બે મિત્રો નિખિલ બરૈઠા (ઉ. ૨૦)અને પ્રેમ સાથે મહાત્મા મંદિર - વિસ્ટા ગાર્ડન તરફ બુલેટ ઉપર ત્રણ ફરવા માટે નિકળ્યા હતા. ત્યારે બુલેટ કપિલ ચલાવતો હતો. જેની પાછળ પ્રેમ અને નિખિલ બેઠા હતા. દરમ્યાન ઘ - ૪ થી મહાત્મા મંદિર તરફ જતા હતા.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
