News of Monday, 21st October 2024
સુરતના મગદલ્લા વિસ્તારમાં પાર્ટીમાં સીઆઇડી ક્રાઇમનો દરોડો :થાઈ ગર્લ સહિત 9 મહિલા અને 5 પુરુષોની ધરપકડ
પોલીસે 9 ગ્રામ ડ્રગ્સ, 22 ગ્રામ ગાંજો અને 9 દારૂની બોટલ જપ્ત કરી :આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયા

સુરત: શહેરમાં સીઆઈડી ક્રાઈમને મોટી સફળતા મળી છે.શહેરના મગદલ્લા વિસ્તારમાં ચાલતી પાર્ટીમાં રેડ કરીને થાઈ ગર્લ સહિત 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ કેસમાં પોલીસે 9 ગ્રામ ડ્રગ્સ, 22 ગ્રામ ગાંજો અને 9 દારૂની બોટલ જપ્ત કરી લેવામાં આવી છે. આ તમામ આરોપીઓને સુરત સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લાવવામાં આવ્યા હતા.
બાતમીના આધારે સીઆઈડી ક્રાઈમ દ્વારા મગદલ્લા વિસ્તારમાં ચાલુ પાર્ટીમાં જ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાંથી પોલીસે 9 ગ્રામ ડ્રગ્સ, 22 ગ્રામ ગાંજો, અને 9 દારૂની બોટલ કબજે કરવામાં આવી હતી.
તમામ આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. સુરત સીઆઈડી ક્રાઈમે આ અંગેનો ગુનો નોંધીને આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે
. આરોપીઓના મેડિકલ ટેસ્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સાથે આ કેસમાં અનેક પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે. કોના દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
