<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજકોટમાં 1680 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 42 યાર્ડમાં શું રહ્યો ભાવ? : જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 42 માર્કેટ યાર્ડમાં કુલ 3,589.81 ટન કપાસની આવક થઇ

અમદાવાદ :ગુજરાતની 42 માર્કેટ યાર્ડમાં કુલ 3,589.81 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમા 1680 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો નીચો ભાવ 1320 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જામનગરમાં 1640 રૂ., હળવદમાં 1636 રૂ., ઉનાવામં 1630 રૂ., સાવરકુંડલામાં 1625 રૂ., ગોંડલમાં 1611 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 3,589.81 ટન કપાસની આવક થઇ છે.

(8:08 PM IST)