તા. ૧૧ ઓક્ટોબર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો સુદ- ૮, શુક્રવાર
News of Monday, 21st October 2024
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રાજપીપળા, તિલકવાડા અને સાગબારા ખાતે પથસંચલન કાર્યક્રમનુ આયોજન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ 1925થી વ્યક્તિગત નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણનું કાર્ય પણ સતત અવિરત પણે કરતું આવ્યું છે અને કરી રહ્યું છે.શ્રી વિજયાદશમી ઉત્સવ હિન્દૂ સમાજને દૈવી શક્તિ નો આસુરી શક્તિ ઉપર વિજય અને અસત્ય નો સત્ય ઉપર વિજયનો સંદેશ આપે છે.ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા પ્રતિવર્ષ નર્મદા જિલ્લામાં વિજયાદશમી નો ઉત્સવ મનાવે છે.જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરોએ રાજપીપળા, તિલકવાડા અને સાગબારાના પથ સંચલન કરી ઉત્સવને ઉજવ્યો હતો.
આ રવિવારે સાગબારા નગરના અંબાજી મંદિર ખાતેથી પથ સંચલન કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વકતા તરીકે ભરૂચ વિભાગના બૌધિક પ્રમુખ એવા કલ્પેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વયં સેવક સંઘના કાર્યકરોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સંચાલન પ્રસ્થાન અંબાજી માતાના મંદિરેથી શરૂ કરીને સમગ્ર નગરમાં ફરી કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. જેમાં નર્મદા જિલ્લા ધર્મ જાગરણના સંયોજક તખતસિંહ રાઠોડ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સાગબારા તાલુકાના કાર્યવાહક ફતેસિંહ વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજર રહી ભાગ લીધો હતો. આજ રીતે રાજપીપળા અને તિલકવાડા માં પણ કાર્યક્રમ થયો જેને જોવા માટે લોકો એકઠા થયા હતા.તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
