News of Tuesday, 22nd October 2024
ગુજરાત મેરીટાઈમ બોર્ડની ઓફિસમાં ગાંધીનગર પોલીસે દરોડા પાડ્યા: મહત્વની માહિતી લીક કરવાના કેસમાં તપાસ
ગાંધીનગર પોલીસની છ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ :મોડી સાંજ સુધીમાં વધુ એક-બે ફરિયાદ દાખલ થાય તેવી પણ સંભાવના

બોગસ કંપની ખોલીને જીએસટીની ચોરી બાબતેના કેસમાં પકડાયેલ પત્રકાર મહેશ લાંગા સાથે સંકળાયેલ વધુ એક કેસ સામે આવી શકે છે. સૂત્રો દ્વારા સામે આવેલ માહિતી અનુસાર ગુજરાત મેરીટાઈમ બોર્ડની ઓફિસમાં ગાંધીનગર પોલીસે દરોડા પાડ્યા છે. મેરીટાઈમ બોર્ડની મહત્વની માહિતી લીક કરવાના કેસમાં તપાસની કાર્યવાહી થઈ રહી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
ગાંધીનગર પોલીસની છ ટીમ ત્રાટકીને તપાસ કરી રહી છે. આજે સાંજ સુધીમાં વધુ એક-બે ફરિયાદ દાખલ થાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. EDએ મહેશ લાંગાના ફોન અને એકાઉન્ટનું ડિજિટલ વિશ્લેષણ કર્યું હતું. જેના આધારે આ કાર્યવાહી થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં વધુ દરોડા પડવાની શક્યતાઓ છે. કેટલાક સરકારી અધિકારીઓની પણ પૂછપરછ થવાની સંભાવના છે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
