<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

વડોદરામાં સુભાનપુરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની ઇમારતના છઠ્ઠા માળેથી છલાંગ બિલ્ડરે જીવન ટૂંકાવ્યું

મૃતક 57 વર્ષીય બિલ્ડર અનિરુદ્ધભાઈ સત્યનારાયણ મૂળ રાજસ્થાનના હતા:છેલ્લા 15 વર્ષથી વડોદરામાં સ્થાયી થયા હતા: ઇલોરાપાર્કમાં આવેલી પંચવટી સોસાયટીમાં રહેતા હતા

વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક બહુમાળી ઇમારત બનાવવામાં આવી છે. જેનું લોકાર્પણ થવાનું બાકી છે. આ ઇમારતના છઠ્ઠા માળેથી ઇલોરા પાર્કમાં રહેતા એક બિલ્ડરે મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવી લીધુ હોવાના અહેવાલ છે. બનાવની જાણ થતા ગોરવા પોલીસ પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, મૃતક 57 વર્ષીય બિલ્ડર અનિરુદ્ધભાઈ સત્યનારાયણ મૂળ રાજસ્થાનના હતા અને છેલ્લા 15 વર્ષથી વડોદરામાં સ્થાયી થયા હતા. તેઓ ઇલોરાપાર્કમાં આવેલી પંચવટી સોસાયટીમાં રહેતા હતા. તેમણે અગમ્યકારણોસર સુભાનપુરા વિસ્તારમાં આવેલી પ્રધાનમંતંરી આવાસ યોજનાની ઇમારતના બી બ્લોકના છઠ્ઠા માળેથી છલાંગ લગાવી દીધી હતી. બિલ્ડરે ઇમારત પરથી પડતું મુકતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરી હતી.

સમગ્ર ઘટનાની જાણ ગોરવા પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહને પી.એમ. અર્થે સયાજી હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યો હતો. છઠ્ઠા માળે તપાસ કરતા મૃતક બિલ્ડર અનિરૃદ્ધભાઇનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જોકે પોલીસને કોઈ અંતિમ ચિઠ્ઠી ના મળતા આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકના પરિવારને ઘટના અંગે જાણ કરતા મૃતક અનિરૃદ્ધભાઇના સાળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

(1:46 PM IST)