News of Wednesday, 23rd October 2024
રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 23મીથી 16 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન
ગુજરાત યુનિવર્સિટીમાં 27મી થી 21 દિવસનું દિવાળી વેકેશન, યુનિ. કાર્યાલય અને ભવનોમાં તારીખ 31 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી રજા રહેશે.

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીના કાર્યાલય અને ભવનમાં તારીખ 31 ઓક્ટોબરથી સાત દિવસ સુધી રજા રહેશે. 1લી નવેમ્બરના રોજ પડતર દિવસ હોવાથી રાજ્ય સરકાર રજા જાહેર કરશે તો આગામી સમયમાં એક શનિવાર ભરવાનો રહેશે.
તારીખ 26 એપ્રિલ 2024 ના રોજ કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. આ કેલેન્ડર મુજબ રાજ્યની તમામ યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોમાં UG સેમેસ્ટર 3 અને 5 તથા PG સેમેસ્ટર 3નું પ્રથમ શૈક્ષણિક સત્ર તારીખ 24 મી જૂનથી શરૂ થયું હતું જ્યારે UG અને PG સેમેસ્ટર 1 નું સત્ર જૂન-2024 થી શરૂ થયુ હતુ. આ મુજબ 23 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધી કુલ 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીએ જાહેરાત કરી છે કે, યુનિ. કાર્યાલય તથા તમામ ભવન, ગ્રંથાલય, આરોગ્ય કેન્દ્ર, પ્રકાશન તથા વિભાગોનું અન્ય કામકાજ તારીખ 31 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી બંધ રહેશે. ગુજરાત યુનિવર્સિટીમાં 27મી થી 21 દિવસનું દિવાળી વેકેશન, યુનિ. કાર્યાલય અને ભવનોમાં તારીખ 31 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી રજા રહેશે.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
