News of Wednesday, 23rd October 2024
ગુજરાતમાં વાવાઝોડાની અસર થશે કે નહિ? વેઇટ એન્ડ વોચ
વાવાઝોડુ છેલ્લા ૬ કલાકમાં ૧પ કિ.મી.ની ઝડપે આગળ વધ્યુ, આવતીકાલ સુધીમાં સિવિયર સાયકલોન બની જશે :વાવાઝોડુ ‘દાના' ર૪મીના રાત્રે અથવા રપ મીના સવાર સુધીમાં નોર્થ ઓરીસ્સા અને પヘમિ બંગાળના દરિયા-કિનારા વચ્ચે ત્રાટકશેઃ હાલના અનુમાન મુજબ સિસ્ટમ્સ મહારાષ્ટ્રને અસર કરશેઃ અશોકભાઇ પટેલ

રાજકોટઃ શું વાવાઝોડુ ‘દાના'ની અસર ગુજરાત ઉપર થશે. પણ હાલ સ્થિતિ ઉપર નજર રાખવા જેવી છે હાલના અનુમાન મુજબ વાવાઝોડુ મહારાષ્ટ્રને અસર કરી શકે છે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યુ હતું.
તેઓએ જણાવેલ કે મધ્યપૂર્વ બંગાળની ખાડી ઉપર ચક્રાવતી વાવાઝોડુ ‘દાના' સક્રીય બન્યું છે. ઓડીસા અને પ.બંગાળના દરિયાકાંઠો વાવાઝોડાની ચેતવણીરૂપે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આજે સવારે ૮:૩૦ વાગે ૧૬.૫ નોર્થ, ૮૯.૬ ઇસ્ટ, ઓડીસ્સાના પરાદીપતી ૫૨૦ કિ.મી. દ.પૂર્વે તરફ હતું. છેલ્લા છ કલાકમાં ૧૫ કિ.મી.ની ઝડપે ઉતર પશ્ચિમ તરફ મુખ્યત્વે આગળ વધેલ. અને હજુ પણ ઉતર પશ્ચિમ તરફ આગળ વધીને આવતીકાલ સુધીમાં સીવીયર સાયકલોન થઇ શકે. નોર્થ ઓરીસ્સા પ.બંગાળના દરિયાકિનારા વચ્ચે તા.૨૪ના રાત અથવા તા.રપના સવાર સુધીમાં દરિયાકિનારે ત્રાટકશે. હાલની પરીસ્થિતી જોઇએ તો ગઇકાલે સોરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતના ૨૦ તાલુકામાં માવઠુ થયેલ જે વિસ્તાર અને માત્રા બને ઘટી ગયા છે.
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા.૨૩થી૩૦ ઓકટોબર સુધીની આગાહી કરતાં જણાવેલ કે સોૈરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં બંગાળની ખાડીનું દાના વાવાઝોડું ઓરીસ્સા અને પ.બંગાળ તરફ આગળ વધવાની ધારણા છે. ત્યારબાદ જમીન પર હોય ત્યારે સિસ્ટમ્સ નબળી પડી જશે. વિવિધ કોરકાસ્ટ મોડલ મુજબ સિસ્ટમ્સ મહારાષ્ટ્રને અસર કરે તેવી ધારણા છે. તેથી જમીન પરના ટ્રેક વિશે સ્પષ્ટ ચિત્ર મેળવવા માટે અને તે ગુજરાતને અસર કરી શકે કે કેમ તે માટે આગામી બે એક દિવસ તેના પર નજર રાખવી પડશે.
ગુજરાત રાજયમાં એકંદરે કમોસમી વરસાદની પ્રવૃતિમાં ક્રમશઃ ઘટાડો થયો છે. આગાહી સમયગાળા દરમ્યાન સોૈરાષ્ટ્ર-કચ્છ ગુજરાતના મોટાભાગોમાં વધુ દિવસો મુખ્યત્વે સુકુ હવામાન રહેવાની ધારણા છે. જો કે આગાહી સમયના પાછળના દિવસોમાં દ.ગુજરાતમાં છુટા-છવાયા વિસ્તારોમાં ૫૦ ટકા વરસાદની શકયતા છે જે બાબતે આગામી બે દિવસમાં અપડેટ અપાશે. વાવાઝોડા જેવી સિસ્ટમ્સ હોય હવામાન ખાતાની સુચનાને અનુસરવું.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
