<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

આ શિયાળામાં સંપૂર્ણ ‘લા નીના'ની શકયતા નથીઃ અશોકભાઇ પટેલ

અશોક પટેલનું વિશ્‍લેષણ અને કોમેન્‍ટરીઃ JAS ૨૦૨૪ સીઝન માટે ONI સપ્‍ટેમ્‍બર ૨૦૨૪ ના અંત સુધી વધુ ઘટીને -૦.૧°C થયો જે ચોથો ENSO ન્‍યુટ્રલ થ્રેશોલ્‍ડ છે. લા નીના થ્રેશ હોલ્‍ડ પ્રસ્‍થાપિત કરવા માટે, ASO ૨૦૨૪ સીઝન માટે ONI ઓછામાં ઓછું -૦.૫°C સુધી ઘટવું જોઈએ. આના માટે ઓગસ્‍ટ, સપ્‍ટેમ્‍બર અને ઓક્‍ટોબર ૨૦૨૪ માટે સંયુક્‍ત Niño3.4 દરિયાઈ સપાટીનું તાપમાન (SST) ઓછામાં ઓછું -૧.૩૬ °C હોવું જરૂરી છે.

અત્‍યારે, Niño3.4 SST ઓગસ્‍ટ ૨૦૨૪ માટે -૦.૧૧°C અને સપ્‍ટેમ્‍બર ૨૦૨૪ માટે -૦.૨૮°Cનોંધવામાં આવ્‍યું હતું. તેથી, ઓક્‍ટોબર માટે, SSTને -૦.૯૭°Cસુધી ઘટવાની જરૂર પડશે. જો ઓક્‍ટોબર ૨૦૨૪ માટે Nino3.4 SST -0.97 °C સુધી ઘટી જાય, તો ઓક્‍ટોબર ૨૦૨૪ માટે ફર્સ્‍ટ લા નીના થ્રેશ હોલ્‍ડ હાંસલ થશે. પરિણામે, સૌથી વહેલું સંભવિત સંપૂર્ણ લા નીના તે ફેબ્રુઆરી ૨૦૨૫ માં થઇ શકે, જો સતત ચાર ઓવરલેપિંગ ત્રણ મહિના ની સિઝન માટે લા નીના થ્રેશ ટકાવી રાખવામાં આવે તો.

જો ઓક્‍ટોબર ૨૦૨૪ માટે Niño3.4 SST -0.97°C સુધી ના પહોંચે, તો ENSO ન્‍યુટ્રલ સ્‍થિતિ યથાવત રહેશે. તે કિસ્‍સામાં, સૌથી વહેલું પૂર્ણ વિકસિત લા નીના માર્ચ ૨૦૨૫માં સ્‍થાપિત થઈ શકે છે, જો નવેમ્‍બર ૨૦૨૪માં પ્રથમ લા નીના થ્રેશોલ્‍ડને પ્રાપ્ત કરે અને તેના પછીના ચાર ઓવરલેપિંગ ત્રણ-મહિના ની સિઝન માટે તેને જાળવી રાખે તો.

આ પૃથ્‍થકરણ અને NOAA માપદંડોના આધારે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ૨૦૨૪-૨૫નો ભારતીય શિયાળો (ફેબ્રુઆરી ૨૦૨૫ ના અંતમાં) સંપૂર્ણ વિકસિત લા નીના વિના સમાપ્ત થશે. લા નીના થ્રેશ હોલ્‍ડ પ્રાપ્ત થાય તો પણ ત્‍યાર બાદ જરૂરી બાકી ના ચાર સળંગ ઓવરલેપિંગ ત્રણ મહિનાની સિઝન માટે અપૂરતો સમય રહેશે.

નિષ્‍કર્ષમાં, ભારતીય શિયાળા પર લા નીનાની સંભવિત અસરો ની વિગત હજુ સુધી સંપૂર્ણપણે ઉપલબ્‍ધ નથી અને તે સંશોધનનો વિષય છે, ખાસ કરીને તે દેશના વિવિધ ભાગોને કેવી રીતે અસર કરે છે તેના સંદર્ભમાં. (૨૨.૨૨)

(3:42 PM IST)