<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

રાજય સરકારની કચેરીઓમાં ૧ નવેમ્‍બરે શુક્રવારની રજા જાહેર

સરકારી કર્મચારીઓને સળંગ ૪ દિવસની રજાનો લાભ : ૧ નવેમ્‍બરના વિકલ્‍પે ૯ નવેમ્‍બરે શનિવારે કચેરીઓ ચાલુ રહેશે

રાજકોટ તા. ૨૩ રાજય સરકાર દ્વારા વર્ષ, ૨૦૨૪ માટે  જાહેર રજાઓ જાહેર કરવામાં આવેલ છે. તે મુજબ તા. ૩૧/૧૦/ ૨૦૨૪, ગુરૂવારના રોજ દિવાળીની જાહેર રજા, તા. ૦૨/૧૧/૨૦૨૪, શનિવારનો  નૂતન વર્ષ દિન નિમિતે જાહેર રજા તથા તા. ૦૩/૧૧/ ૨૦૨૪ ના રોજ રવિવાર/ ભાઇબીજ નિમિતે જાહેર જાહેર રજા આવે છે. જયારે આ રજાઓ વચ્‍ચે તા. ૦૧/ ૧૧/ ૨૦૨૪ શુક્રવારના રોજ સરકારી કચેરીઓ ઁચાલુ છે.

દિવાળી પર્વમા઼ સરકારી અધિકારી, કર્મચારીઓ તહેવારો માણી શકે તે હેતુસર તા. ૦૧/૧૧/૨૦૨૪ , શુક્રવારના રોજ તમામ સરકારી કચેરીઓ (પંચાયત અને રાજય સરકારના બોર્ડ કોર્પોરેશન સહિત) બંધ રહેશે અને તેના બદલામાં તા. ૯-૧૧-ર૦ર૪ બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે. આ હુકમો ગુજરાત સરકારની બધી કચેરીઓને તથા રાજય સરકાર હસ્‍તકના બોર્ડ, કોર્પોરેશન તેમજ પંચાયત કચેરીઓને પણ લાગુ પડશે.

આજે સામાન્‍ય વહીવટ વિભાગે ઉપસચિવ (પ્રોટોકોલ) સાંકેતસિંહ વાઘેલાની સહીથી આ પરિપત્ર પ્રસિધ્‍ધ કરેલ છે.

(3:48 PM IST)